SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ તો ભ્રષ્ટ છે જ પણ અન્ય જીવોને પણ પંથ ભ્રષ્ટ કરવાનું નિમિત્ત ઉભું કરે છે. આ દ્રઢતા અશુભભાવવાળી છે. દ્રઢ થવું જરૂરી છે, પરંતુ તે સંયમમાં, શુધ્ધ આચરણમાં, ધ્યાન સમાધિમાં દ્રઢ થવું તે દ્રઢ તા શુધ્ધ ક્રિયાનું અવલંબન બની શુભ ભાવોથી ભરેલી દ્રઢતા છે. જયારે અહીં દ્રઢતાનો પણ વિપરીત યોગ બન્યો છે. દ્રષ્ટિ વિમુખ થયેલો જીવ અસદ્ગુરુને દ્રઢ કરે છે અને અસદ્ગુરુ આવા દૃષ્ટિવિમુખને દઢ કરે છે અને બન્ને પરસ્પર દઢ થઈ પાપ ક્રિયાને પણ દ્રઢ કરે છે. શાસ્ત્રકારે મૂકેલો આ શબ્દ ઘણો જ અર્થસૂચક છે. જીણવટભરી દ્રષ્ટીથી જોઈએ ત્યારે લાગે છે કે આત્મસિધ્ધિમાં તો મોતી પાથર્યા છે. આગળ ચાલીને ચોથા પદમાં “નિજ માનાર્થે મુખ્ય” આ શબ્દો દ્વારા આ જોડીને અથવા દ્રષ્ટિ વિમુખની ક્રિયાની ફળશ્રુતિનું આખ્યાન કરે છે. નિજ માનાર્થે મુખ્ય : હવે ચોથું પદ તપાસીએ. ચોથા પદમાં અસદ્ગુરુને દ્રઢ કર્યા પછી, આ જીવ કષાયમુકત ન હોવાથી આવું અશુભ નિમિત્ત પ્રાપ્ત કરીને મુખ્યત્વે માનકષાયનો ઉદય કરે છે, ગૌરવ અનુભવે છે. આ પદમાં ‘મુખ્ય’ શબ્દ લખ્યો છે તે ઘણાં અર્થમાં સમજી શકાય છે. ‘મુખ્ય’ નો અર્થ મુખ્યત્વે, ‘મુખ્યપણે’, ‘અધિકપણે' તેવો અર્થ લઈ શકાય તેમ છે અથવા વ્યકિતનું વિશેષણ માનીએ તો સ્વયં માન પામી મુખ્ય બની જાય છે, પ્રમુખ સ્થાન ધરાવે છે, ઈત્યાદિ નિજ શબ્દ એ સમજવાલાયક છે. ‘નિજ' શબ્દના બે અર્થ થાય છે. પોતાનું માન વધે એવો અર્થ અને પોતાથી અસદ્ગુરુનું માન વધે, તેવો પરોક્ષ અર્થ પણ થાય છે. નિજ માનાર્થે લખ્યું છે પોતાનું માન વધારવા માટે અસદ્ગુરુનું શરણ લીધું છે અને અસદ્ગુરુનું શરણ લેવાથી વ્યકિત પોતાનું માન વધારવાની ઝંખના રાખે છે. માન શબ્દ ઘણો જ ગૂઢ છે. માનમાં અભિમાન, સન્માન, સ્વમાન એવાં બધાં ભાવો ભરેલાં છે. માન સાથે અપમાનનો ડર હોય છે, પરંતુ અહીં વ્યકિત પોતાના અપમાન અર્થે કશું કરતો નથી. માન માટે બધું જ કરે છે. આપણે હવે મુખ્ય શબ્દના જે ઘણા પર્યાયો લીધા છે તેનો થોડો ઝીણવટથી વિચાર કરીએ. મુખ્યપણે માન છે, તેનો અર્થ એ પણ છે કે ગૌણ ભાવે બીજા કષાયો પણ રહેલા છે. કોઈ માનમાં વૃધ્ધિ કરે તો ક્રોધ આવે છે. ખોટું માન મેળવવા માટે કપટ કરે છે. ત્યાં માયા આવે છે અને મેળવવાની તૃષ્ણા કે ઝંખના હોય તો તે લોભ કષાય છે. આમ ગૌણપણે બાકીના બધા કષાયો જોડાયેલા છે. પ્રમુખપણે માન કષાય છે. માન ગુણાત્મક પણ હોય અને ગુણવિહીન પણ હોય. વ્યકિતમાં જેવા ગુણ હોય તે પ્રમાણે માન મેળવે તો ગુણાત્મક માન છે. કશા ગુણ નથી છતાં પણ ગુણી બનવાની કે માન મેળવવાની ઈચ્છા થાય તે આ ગુણવિહીન માન કષાય છે. લાખ રૂપિયા હોય, તે લખપતિ કહેવરાવે અને એક પાસે પૈસા નથી છતાં પણ લખપતિ કહેવરાવે છે, આ બંને પર્યાયો સમજાય તેવા છે. અહીં ‘માનાર્થે’ લખ્યું છે. તે માન માટે તે ભાવ તો સ્પષ્ટ છે જ, પરંતુ માનરૂપી અર્થ માટે આ એક બીજો ભાવ પણ છે જ, ધન મળ્યા પછી માણસને માન મેળવવાની ઝંખના થાય છે. માન સ્વયં અર્થ છે. અર્થ ખર્ચીને પણ અર્થાત્ ધન ખર્ચીને પણ માન રૂપી અર્થ મેળવવાની ઝંખના થાય છે અર્થ ખર્ચીને તે પણ માનરૂપી અર્થ મેળવવાની કોશિષ કરે છે. દ્રવ્ય રૂપ ધન તો પુરૂષાર્થ રૂપ વ્યવહારથી મળે છે. પરંતુ માન ૨૮૪
SR No.005937
Book TitleAtmsiddhi Mahabhashya Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorJayantilalji Maharaj
PublisherShantaben Chimanlal Bakhda
Publication Year2009
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy