________________
પરમ દાર્શનિક ગોંડલગચ્છ શિરોમણી પૂ. શ્રી જયંતમુનિજી મ.સા.
ભાવ ઊર્મિયુકત મંતવ્ય
ચિંતન – મનનની પૂર્વગાથા – વરસોથી આત્મસિદ્ધિના છૂટાછવાયા પદો સાંભળતા અને ગાતા ગાતા મનમાં પ્રમોદભાવ ઉપજતો હતો. આમ તો બચપણથી જ શ્રીમજી વિષે ઘણો અનુરાગ હતો. તેમાં પણ ગાંધીજીની આત્મકથા વાંચ્યા પછી અને ગાંધીજીએ તેમને અધ્યાત્મગુરુ તરીકે સ્વીકાર્યા પછી ઉત્કંઠામાં વધારો થયો હતો. ધીરે - ધીરે જૈનમુનિ તરીકે દીક્ષા લીધી પછી આત્મસિદ્ધિ અને અપૂર્વ અવસર જેવા રૂડા પદો અખંડ રીતે સાંભળ્યા પછી તે બાબત સ્વાભાવિક ચિંતન થતું હતું. પૂજ્ય તપસ્વીજી મહારાજ નિરંતર ‘અપૂર્વ અવસર’ ગાતા હતાં ત્યારે તેમની પ્રસન્નતા પણ મારા મનને પ્રમોદ આપતી હતી. તે સમયે ‘શ્રીમદ્ રાજચંદ્ર’ તરીકે તેમનું શુભ નામ સમાજમાં ગૂંજતું હતું. તેઓ તત્ત્વચિંતક હોવાથી તેમની તાત્ત્વિક પ્રતિભાએ અમારી દાર્શનિક બુદ્ધિનું આકર્ષણ કર્યું. | દર્શનશાસ્ત્રોનો ઊંડો અભ્યાસ થયા પછી આત્મસિદ્ધિમાં પૂર્વપક્ષ રૂપે ઘણાં પ્રશ્નો ઊભા કરી તેના ઉત્તરપક્ષ રૂપે જવાબ મેળવી આત્મસિદ્ધિના પદ ઉપર એક નવો ઓપ અપાતો હતો. આ બધું થવાથી મનમાં થયા કરતું હતું કે સ્વતંત્ર રીતે તટસ્થબુદ્ધિએ આત્મસિદ્ધિ ઉપર ઊંડાણથી પ્રકાશ નાંખવાની જરૂર છે. આત્મસિદ્ધિના પ્રેમી લોકો જે સામાન્ય જ્ઞાન ધરાવતા, તે ખરેખર શ્રધ્ધાથી આત્મસિદ્ધિ ગાતા પરંતુ તેના ગંભીર અર્થો કે આત્મદોહન થાય તેવા ભાવો સમજી શકતા નહીં. આ બધાં અનુરાગી ભાઇઓ જેમ જેમ પરિચયમાં આવવા લાગ્યા, તેમ તેમ લાગ્યું કે આત્મસિદ્ધિનું મંથન થાય તો ખરેખર, આત્મસિદ્ધિ એક રત્નાકર છે અને તેમાંથી રત્નો સિવાય ઉચ્ચ કોટિના માણેક-મોતી પણ સાંપડે તેમ છે પરંતુ હજુ લેખની ઉપાડવામાં આવી ન હતી. | અમારા સૌરાષ્ટ્રકેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણગુરુ આદિ ગુરુવર્યોની કૃપા અને કૃપાળુ ગુરુદેવની અમૃતદ્રષ્ટિ કે આ વિકલ્પ એક સંકલ્પ રૂપે ફેરવાયો. આત્મસિદ્ધિ ઉપરના મહાભાગના બીજ રોપાયા પરંતુ બીજને સિંચન કરવા માટે કોઇ સ્નેહી ભક્તની અપેક્ષા હતી. જો કે તેને માટે કોઇ ઇચ્છા કે કોઇ પૂર્વ અભિલાષા કે મનોગત્ ભાવના ન હતી પરંતુ આ બીજ સહજ ભાવે જ સિંચિત થવાના હતાં એટલે આત્મસિદ્ધિના પ્રેમી શાંતાબેન બાખડી અને તેના પુત્ર પરિવારે સહેજે અપીલ કરી કે આપશ્રી જ્ઞાનભાવે લખાણ કરાવો, આત્મસિદ્ધિ પર વિસ્તૃત વિવેચનપૂર્વકનો ગ્રંથ પ્રકાશિત થાય, તેવી અમારી ભાવના છે. તેમની હાર્દિક ભાવે પ્રગટ થયેલી ભાવનાની સ્વીકૃતિ થઇ ગઇ.
મનમાં એક એવો આયામ ઉદ્ભવ્યો કે આત્મસિદ્ધિ ઉપર જે કાંઇ દાર્શનિક ષ્ટિ છે અને જે કાંઇ આધ્યાત્મિકભાવ છે તે બધાં ભાવોને સિધ્ધિકારે પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે પીરસ્યા છે અને તેમાં જે કાંઇ તાણાવાણા