________________
પ્રત્યેનું સમર્પણ (બલ્કી ગુરુ પ્રત્યેનું સમર્પણ તેને ઈશ્વર પ્રત્યે સમર્પણ કરતા પણ સંતોએ વધારે મહત્વ આપ્યું છે.) “ગુરુ ગોવિંદ દોનો ખડે” એમ કહીને ગુરુને ગોવિંદ કરતા આગળ રાખ્યા છે. અહીં પણ યોગીરાજ કવિશ્રીએ સદ્ગુરુ ભગવંત કહીને તેવી જ ઉત્તમ કક્ષાની ભકિતની અભિવ્યકિત કરી છે.
આખા પદ ઉપર આટલું ઊંડું વિવેચન કર્યા પછી આ પુનઃશિક્ષા સામાન્ય પાઠક માટે ઉપકારી થશે, એટલે ફરીથી ઉલ્લેખ કર્યો છે. હવે આપણે અહીં બીજા પદની ભૂમિકાને સમજી આગળ કવિના મહત્વપૂર્ણ ચિંતનના પૃથક્કરણનો સ્પર્શ કરશું.
૧૪