________________
ગાથા - ર 'વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપઃ
'વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોય. || પૃષ્ઠ ભૂમિ : આ બીજા કાવ્ય પદ ઉપર વિવેચન કરતા પહેલા, આપણે આ કાવ્યની પૃષ્ઠ ભૂમિનો ખ્યાલ કરશું. કેવલ જૈનધર્મ જ નહિં, પરંતુ આત્મકલ્યાણ અને અધ્યાત્મના ભાવોવાળા અન્ય અન્ય સંપ્રદાયવાળામાં પણ વિષમતા જોવામાં આવી અને જૈન તત્ત્વજ્ઞાનના સાધકો પણ મૂળ લક્ષ મૂકી અન્ય અન્ય ભાવોથી પ્રેરિત થઈ ધર્મ ઉપાસના કરવા લાગ્યા, એટલે જ શ્રીમદ્ભા અન્ય પદોમાં પણ આ હકીકત જોવા મળે છે, જેમ કે
સર્વ ભાવથી દાસિન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો. અન્ય કારણે અન્ય કશું કહ્યું નહીં,
દેહે પણ કિંચિત મૂચ્છ નવ હોય જો અપૂર્વ અવસર લક્ષ હીનતા : આ પદમાં પણ એ જ ધ્વનિ પ્રગટ થાય છે કે બીજા કારણોથી પ્રેરિત થઈ જીવ આરાધનાના નામે દેહનું પોષણ કરે છે. જે દેહ સંયમનો હેતુ છે તેને પણ ભોગનો હેતુ માની લીધો છે. જ્યાં દેહમાં અને તેની ક્રિયામાં આટલા વિપરીત ભાવ થયા છે, તો પછી આત્મલક્ષ છોડીને અધ્યાત્મક્ષેત્રમાં પણ અન્ય અન્યભાવોનું પોષણ થાય તે કેવી વિટંબણા છે ?
કેમ જાણે મોક્ષમાર્ગ ખોઈ નાંખ્યો હોય અથવા કેમ જાણે ગાડી આડે પાટે ચાલતી હોય તેવી રીતે આ ધર્મનો રથ પણ લક્ષવિહિન બની મોક્ષમાર્ગથી ટ્યુત થઈ ગયો છે તેવો આભાસ થતાં, કવિરાજે બહુધા આ ક્રિયા થઈ રહી છે એમ કહી ખરેખર જે આત્મસાધક છે તેઓને આ લાંછનથી મુકત કરી ધર્મના ક્ષેત્રની વિટંબણાનો ઉલ્લેખ કર્યો છે.
પોતાના જીવનકાળ દરમ્યાન જૈન ધર્મની ઘણી શાખાઓ અસ્તિત્ત્વ ધરાવતી હતી. તે બધી શાખાઓ મોક્ષમાર્ગી છે અને જૈન ધર્મનું પ્રધાન લક્ષ પણ મોક્ષ છે, તો પણ આ બધી શાખાઓએ મોક્ષમાર્ગ છોડીને પ્રાયઃ વિપરીત ગતિ કરી ધર્મનું ઉત્તમ લક્ષ એક પ્રકારે તરછોડી દીધું હોય તેવો આભાસ થતો હતો અને સાચા ઉપાસકને આ પરિસ્થિતિ અકળાવનારી નીવડે છે, કારણ કે આત્મસાધક ફકત પોતાના જ કલ્યાણનો વિચાર ન કરતા સમગ્ર સમાજના ઉત્થાનની કલ્પના કરે છે અને એ માટે જ કવિરાજે આ અવહેલનાને નિહાળી બહુ જ સૌમ્ય શબ્દોમાં “મોક્ષમાર્ગ બહુ લોપ” એવો સહજ ઉદ્ઘોષ કર્યો છે. કોઈ પણ પ્રકારના આરોપાત્મક શબ્દો ન ઉચ્ચારતા તેમજ કોઈ પણ પ્રકારની ખંડનાત્મક લાગણીને અવકાશ આપ્યા વિના “મોક્ષ માર્ગ બહુ લોપ” એમ કહીને એક પ્રકારની સામાજિક સ્થિતિનો ઉલ્લેખ કર્યો છે અને સમાજની આ અધ્યાત્મ માર્ગની નાતંદુરસ્તીને લક્ષમાં લઈને તેને સ્પષ્ટ કરવા માટે એક સચોટ નિર્ણય પણ કર્યો છે. આમ આ આખું પદ ઘણું જ ગંભીર છે અને વ્યકિત અને સમાજના ઉત્થાન માટે પૂરી જવાબદારી સ્વીકારે છે. આટલી પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કર્યા પછી હવે આપણે શબ્દશઃ સંપૂર્ણ દોહાના હાર્દને તપાસશું