________________
દર્શન એટલે સર્વ સત્તાનું ગ્રહણ : ક્ષયોપશમજન્ય ખંડજ્ઞાનોમાં દર્શન ઉપયોગ થયા પછી સાકાર અર્થાત્ જ્ઞાનનો ઉપયોગ પ્રગટ થાય છે તે સર્વમાન્ય સિધ્ધાંત છે પરંતુ ચારે ઘાતી કર્મો એક સાથે ક્ષય પામ્યા પછી કેવળદર્શન અને કેવળજ્ઞાન યુગપતું અર્થાત્ એક સાથે પ્રગટ થાય છે કે એક મતાનુસાર ક્રમથી ઉત્પન્ન થાય, પરંતુ કેવળદર્શન અને કેવળજ્ઞાન બન્નેની પ્રધાનતા જીવ માટેની ચરમ બિંદુની સાધના છે. કેવળદર્શન થવાથી સમગ્ર બ્રહ્માંડ, લોકાલોક અને છ એ દ્રવ્યો મૂળભૂત સ્વરૂપે સંગ્રહાયની દ્રષ્ટિએ સત્ તત્ત્વરૂપે પ્રકાશિત થઈ એક વિશુધ્ધ સત્તાનો આભાસ આપે છે, જેને તત્ત્વ સત્તા, બ્રહ્મ સત્તા કે સામાન્ય શાશ્વત સત્તા પણ કહી શકાય છે. કેવળદર્શનમાં જરા પણ કોઈ ભેદ રેખા નથી. સમગ્ર તત્ત્વો, સત્ત્વો અને સમગ્ર દ્રવ્ય પિંડો સર્વથા અભેદ ભાવે એક તત્ત્વ રૂપે આભાસ આપી વિશ્વસત્તાનું ભાન કરાવે છે. કેવળદર્શનનો મહિમા જ ન્યારો છે, એટલે સામાન્ય ઉપાસનાઓમાં પણ પ્રભુદર્શન, ગુરુદર્શન, તીર્થદર્શન, આત્મદર્શન એ બધા શબ્દો જોવા મળે છે. દર્શન શબ્દ જ અભેદ ભાવનો ધોતક છે અને આ દર્શન સંપૂર્ણ થતા અર્થાત્ કેવળદર્શન થતાં સંપૂર્ણ અભેદભાવની એક રેખા માત્ર પ્રકાશિત થાય છે. તત્ત્વતઃ દર્શનમાં એનાથી વધારે કશું બચતું નથી. કેવળદર્શનનો અર્થ છે પૂર્ણદર્શન, અસીમ દર્શન, અનંત દર્શન, ગુણાતીત દર્શન, અખંડ, અવિનાશી અભિન્ન તત્ત્વનું એક માત્ર દર્શન તે કેવળદર્શનની મહાન ઝલક છે.
જયારે કેવળજ્ઞાન, કેવળદર્શનથી નિરાળું બની સમગ્ર લોકાલોકના વિશેષ ગુણધર્મોનું જ્ઞાન કરાવે છે. આપણે તે બાબતનો સંક્ષેપમાં ઉલ્લેખ કરશું. ગુરુદેવે કેવળજ્ઞાન” શબ્દ મૂકીને આત્મા ઉત્થાનની અંતિમ સીમાનું પ્રાગટય કર્યું છે, તે પણ ઘણું આદરણીય છે.
કેવળજ્ઞાનનો અર્થ છે વિશેષજ્ઞાન અર્થાત્ સંપૂર્ણ જ્ઞાન. વિશેષજ્ઞાન બે પ્રકારનું છે. ખંડજ્ઞાન અને સંપૂર્ણ વિશેષજ્ઞાન. જેમ જેમ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતો જાય, તેમ તેમ વિશેષ જ્ઞાનના એક એક પટલ ખૂલતાં જાય છે અર્થાત્ એક એક પાંખડી ખુલતી જાય છે. તેટલા પ્રમાણમાં તે પદાર્થના વિશેષ ધર્મોને જાણે છે. પદાર્થનો અર્થ છે સામાન્ય અને વિશેષ ધર્મનો પિંડ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવે તેના બધા વિશેષ ધર્મો નક્કી થયેલા હોય છે અને પદાર્થ ચારે નિક્ષેપને ધારણ કરીને પોતાનું અસ્તિત્વ પ્રગટ કરે છે. પદાર્થમાં પોતાના વિશિષ્ટ ગુણધર્મો પણ વર્ણ ગંધ રસ અને સ્પર્શના આધારે વિકાસ પામ્યા હોય છે અને એ જ રીતે અરૂપી દ્રવ્યો પણ પોતાના વ્યાપક ગુણધર્મોથી પરિપૂર્ણ છે. પદાર્થના અનેક પ્રકારના સ્વરૂપનું જ્ઞાન અલગ અલગ પાસાઓથી નિહાળે છે પરંતુ ખંડજ્ઞાન પદાર્થને સંપૂર્ણ રીતે જાણી શકતું નથી. એક દ્રવ્યને સંપૂર્ણ રીતે જાણે તો સમગ્ર વિશ્વને સંપૂર્ણ રીતે જાણી શકે. આથી જ્ઞાન જયારે સીમાને છોડીને અસીમ બને છે અને અનંત ગુણ સહિત દ્રવ્યને ઓળખે તેવું સામર્થ્ય આવે છે ત્યારે તે સંપૂર્ણ જ્ઞાન કહેવાય છે. તેને જૈન દર્શનમાં કેવળજ્ઞાન કહેવાય છે. કેવળજ્ઞાનનો અર્થ છે ફકત જ્ઞાન જ જ્ઞાન. જેમાં અજ્ઞાનનો એક પણ અંશ નથી, તેવું શુધ્ધજ્ઞાન, પરિપૂર્ણ જ્ઞાન અને શાશ્વત જ્ઞાન. કેવળજ્ઞાનનો નાશ થઈ શકતો નથી. એક વખત પ્રગટ થયા પછી તે શાશ્વતભાવે આત્મરૂપે પ્રકાશિત છે અર્થાતુ કહો આત્મા તે જ્ઞાન જ છે અને જ્ઞાન તે જ આત્મા છે. જ્ઞાન આત્માથી કોઈ ભિન્ન સંયોગસબંધને આધારે
Intist/siાસણા
૨૩ ભાષામાં