________________
શાશ્વત નિત્ય તત્ત્વ, કોઈ અદ્ભુત દ્રવ્ય જે કોઈ પણ પ્રકારના બાહ્ય પ્રભાવોથી મુકત છે, તેવું જ્ઞાનમય અપૂર્વ તત્ત્વ છે. જેને સમજવાથી જીવ અનંત સુખને પ્રાપ્ત કરે છે પરંતુ અહીં સ્વયં જીવ તે પદને સમજી શકયો નથી, તેથી ગુરુનું અવલંબન મળ્યું છે, અને ગુરુએ સમજાવ્યું છે. ભકિત યોગ ગુરુ પ્રત્યે અહોભાવ પ્રગટ કરી તેવા ગુરુને સદ્ગુરુ કહ્યાં છે. સામાન્ય નીતિ માર્ગમાં સ્થિર , કરે તેને અથવા જીવનનું ઘડતર કરે માર્ગદર્શન આપે તેને ગુરુ કહેવામાં આવે છે પરંતુ અપૂર્વ
એવા અનોખા તત્ત્વ, પરમ તત્ત્વનો સ્પર્શ કરાવે, બધા વિકલ્પોથી મુકત કરી એક નિશ્ચિત લક્ષ પર લઈ જાય તેને સદ્ગુરુ કહ્યા છે.
શ્રી સરુ પર પ્રશસ્તિ :- શ્રી “ગુરુ” શબ્દ ભારતીય સંસ્કૃતિનું ગૌરવ ભરેલું ગુણયુકત પૂજનીય પદ છે. શબ્દકોષમાં ગુરુ શબ્દના ભિન્ન ભિન્ન અર્થ મળે છે. વ્યવહાઅિર્થ તો ઘણા ઘણા છે, પરંતુ અહીં તેનું પ્રયોજન નથી. સામાન્યપણે ધર્મક્ષેત્રમાં જે ગુરુ પદે આવે છે, તેને ધર્મગુરુ કહેવામાં આવે છે. ભારતવર્ષમાં જે કાંઈ ઉપાસનાઓ છે. તે જ્ઞાનયોગ, કર્મયોગ અને ભકિતયોગમાં સમાયેલી છે. જ્ઞાનયોગમાં શુધ્ધ પરમાત્મા તરફ જવા માટે અથવા સમજવા માટે જે કોઈ તત્ત્વ વિચારણા છે તે બધી સાધના જ્ઞાનયોગમાં આવે છે. કર્મયોગ મનુષ્યના જીવનને નિયંત્રિત સત્કર્મમાં વાળે છે. વધારે ઊંડાઈમાં ન જતાં, માનવજીવનનો સાચો ઉપયોગ થાય અને સ્વપરનું હિત થાય તેવા આસકિતરહિત કર્મન, ક્રિયાશીલતાને કર્મયોગ કહેવામાં આવે છે. ત્યારબાદ પોતાના બધા અહંકારનો ત્યાગ કરી, સ્વામીત્ત્વનો ત્યાગ કરી, પ્રભુના ચરણમાં કે ગુરુના ચરણમાં લયલીન બની જવું તેને ભકિતયોગ કહેવામાં આવે છે. આ ત્રણ સાધનાના આધારે ધર્મગુરુઓ પણ ત્રણ ભાગમાં વિભક્ત થાય છે.
(૧) જ્ઞાનયોગી ધર્મગુરુ (૨) સત્કર્મની શિક્ષા દેનાર કર્મયોગી ધર્મગુરુ (૩) ભકિતયોગી ધર્મગુરુ. ભકતોનું બધુ સ્વામીત્વ લઈ સર્વથા તેને અધિકારરહિત બનાવી ગુરુ શરણમાં રહેવું તે બધા ભકિતયોગી ગુરુ છે. બધા ધર્મગુરુઓના લક્ષ ઠીક ન હોય તો ધર્મથી વૈભવ પણ મેળવી શકાય છે. સામ્રાજયની પણ સ્થાપના થઈ શકે છે. ધર્મને નામે મોટી સત્તા પણ હાથ કરી શકાય છે. ફલતઃ ધર્મ કે ધર્મગુરુના નામે મોટા યુધ્ધ પણ થયા છે, લડાઈ થઈ છે. માનવ સંહાર પણ થયો છે અને ઈતિહાસ કલંકિત પણ થયો છે. જેથી શાસ્ત્રકારોએ ધર્મગુરુમાં પણ દષ્ટિપાત કરી “ગુરુ” શબ્દનો ઉપયોગ કર્યો છે.
સદ્ગુરુ એટલે ભકતના કલ્યાણને જ અનુલક્ષીને જે કાંઈ માર્ગદર્શન આપે, જેમાં પોતાના સુખ સાહ્યબીનો વિચાર ન હોય, તેમજ કોઈ પ્રકારનો ભૌતિક સ્વાર્થ ન હોય. જે કાંઈ સાધનોની ઉપલબ્ધિ છે તે પણ ગુરુ ભકતના હિતમાં ખર્ચ કરે અને તે પણ જ્ઞાનાત્મક પ્રેરણા રૂપે જ કરે,
સ્વયં નિર્લેપ અને નિષ્કામ રહી, જે કાંઈ અર્થબોધ કે શબ્દબોધ કરાવે છે, અથવા ધ્યાન નિષ્ઠામાં શિષ્યને સ્થિર કરે છે અને આ સ્થિરતા લાવવા માટે પોતાને કેન્દ્રમાં ન રાખી પરમાત્માને રાખે છે, તે સરુની કોટિમાં આવે છે.
અહીં શાસ્ત્રકાર પણ તેવા જ નિર્મળ આત્મા છે. તેઓ ગુરુ અને સરુનો ગંભીર અર્થ કરી સદ્ગુરુને જ આરાધ્ય બનાવ્યા છે તેથી અહીં “સમજાવ્યું તે વદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત".