________________
સમજયા વિના દુઃખની પરંપરા બની રહે છે છતાં નવાઈની વાત એ છે કે આ જીવ જે દુ:ખ પામે છે તેને દુઃખ સમજતો નથી. અર્થાત્ હું અનંત કાળથી દુઃખ પામું છું તેનો પણ તેણે સ્વીકાર કર્યો નથી પરંતુ જ્ઞાનના ક્ષેત્રમાં આવ્યા પછી સહજ તેના મનમાં પ્રશ્ન ઉઠે છે કે આવા દુઃખનું કારણ શું છે અને આ આસકિત શા માટે ? ત્યારે અહીં સિદ્ધિકાર કહે છે કે ભાઈ! સ્વરૂપને સમજ્યા વિના જીવ દુઃખ પામે છે.
ખરેખર, અહીં દુઃખ પામ્યો એવું એકવચનથી જણાવ્યું છે. ઉપદેશાત્મક કાવ્યના આધારે વસ્તુતઃ અહીં એકવચનનો અર્થ એક “જીવ' દુઃખ પામ્યો એવો નથી, પરંતુ બહુવચનનો અર્થ છે, અર્થાત્ ઘણા જીવો દુઃખ પામ્યા એવો ભાવ છે.
સિદ્ધાંતની દ્રષ્ટિએ સિદ્ધાંત સર્વવ્યાપી હોય છે અને બધાને ન્યાય એક સરખો લાગુ થાય છે. અનંત દુઃખ પામ્યાનો અર્થ અનંત કાળનું દુઃખ અનંત જ થઈ જાય. વચમાં જે કંઈ સુખ પામ્યો છે અને દેવગતિ ઈત્યાદિના પુણ્ય ભેગા કર્યા છે. કયારેય પણ સ્વરૂપની સમજણ ન હતી છતાં સુખ ભોગવતો હતો, એ સુખ અનંત કાળની યાત્રામાં નગણ્ય છે. એક લાખ રુપિયાના કર્જાની સામે એક રુપિયાનું લેણું નગણ્ય ગણાય. અને બીજી દષ્ટિએ, આ બધા પુણ્યભોગના સુખ વાસ્તવિક સુખ તો હતા જ નહીં. જેથી આધ્યાત્મયોગી કવિ તે સુખને પણ દુઃખમાં જ ગણે છે. વ્યવહારિક રીતે જેમ બાજરાના ખેતરમાં બે છોડ ઘઉંના હોય તો પણ તેને બાજરાનું જ ખેતર કહેવાય, તેમ આ અનંત દુઃખના ખેતરોમાં પુણ્યના બે છોડ કોઈ વિશાતમાં નથી.
હા ! અહીં એક વાત ધ્યાનમાં લેવાની છે. જે જીવો સમ્યગુદષ્ટિ થયા છે અને સ્વરૂપને સમજ્યા છે, તે દુઃખ પામતા નથી, તેવો અન્યથા કથનનો ભાવ સ્પષ્ટ છે. પછી તે ઈન્દ્ર આદિ દેવરાજના સુખમાં હોય કે નરકાદિ દુઃખમાં હોય કે તિર્યંચ ગતિમાં હોય અથવા મનુષ્ય ગતિની અવસ્થામાં હોય, તો પણ આવા સ્વરૂપને સમજેલા જીવને દુઃખ થતું નથી. ભલે વર્તમાનકાળે સાક્ષાત્ તેમને અશાતા આદિના ઉદય હોય અને તે દુઃખનું વેદન કરે તો પણ તે જીવ સ્વયંમ્, સમજણના બળે દુઃખને પચાવી લે છે, અને સુખનો અનુભવ કરે છે.
હાર્દનું રહસ્ય : સ્પષ્ટ એ થયું કે સુખ “સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત” તેની વિપરીત લાઈન આ પ્રમાણે બોલાશે “તે સ્વરૂપને સમજ્યા પછી, પામ્યો જીવ સુખ અનંત” આ આત્મસિદ્ધિના પહેલા શ્લોકનું હાર્દ છે. મૂળ લાઈન નેગેટીવ છે. જ્યારે આ બીજી લાઈન પોઝીટીવ છે. કવિરાજને અનંત જીવો દુઃખમાં સબડતા દેખાયા એટલે તેમણે નેગેટીવ ઉચ્ચારણ કર્યું છે. સાથે સાથે “જે જીવો સુખ પામ્યા છે” તેવું તેમનું મૌન વકતવ્ય અહીં પ્રગટ થાય છે.
આગળ વધીને ગીતકાર કહે છે – “સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત". અહીં વસ્તુતઃ કોઈનો ઉલ્લેખ નથી. સગુરુએ કોને સમજાવ્યું ? સદ્ગુરુ સ્વયં કોણ છે એ બન્ને નામ અધ્યાહાર છે. જેથી આ પદનો અર્થ ઘણો વ્યાપક છે. કોઈ વ્યકિત વિશેષને માટે ઉલ્લેખ નથી. પણ સદ્ગુરુએ સમસ્ત સુપાત્ર જીવોને આ પદ સમજાવ્યું છે. જેમ સમજનાર અને સમજાવનાર બને નામો ગુપ્ત છે. એ રીતે પદનો અર્થ પણ ગુપ્ત ન રાખવામાં આવતા પદની વ્યાખ્યા આગળ થશે, અર્થાત્ કયું પદ સમજાવ્યું? તે વસ્તુ મહત્વપૂર્ણ છે. પદનો અર્થ, સ્થાન, ભૂમિકા અથવા
૩
||શાયરી