________________
ભારતવર્ષની સંસ્કૃતિ જે મૂળમાં અધ્યાત્મમૂલક હતી. આત્મતત્ત્વની સ્થાપના અને આત્માથી પરમાત્મા સુધી જવાનો પરમાર્થ કે યોગમાર્ગ જાણે કર્મકાંડની અટવીમાં ખોવાઈ ગયો હતો પુનઃ આત્મવાદનું બ્યુગલ બજાવવાની જરૂર હતી. પુનઃ ધર્મનો ઉદ્ઘોષ કરવાની જરૂર હતી. જેમ માનતુંગ મહારાજે કહ્યું છે કે:
સદ્ ધર્મરાજ જય ઘોષણ ધોષક સનક, ગંભીરતારરવ પૂરિત દિગ્વિભાગ.” અર્થાત્ આચાર્યોએ પણ અનુભવ કર્યો હતો કે પ્રચંડ ઉદઘોષ થયો છે અને આ ઉદ્ઘોષ ભગવાન ઋષભદેવના સમયથી ચાલ્યો આવે છે. અહીં પણ પુનઃ અધ્યાત્મમાર્ગનો પ્રવેશ કરી, કઠોર ત્યાગ, તપસ્યા સાથે સિદ્ધાંતની સ્થાપના કરવાની જરૂર છે.
કેવા નિસ્પૃહ, નિર્લિપ્ત ત્યાગભાવની આવશ્યકતા હતી, જેની આપણા મહાન યોગીરાજ કવિશ્રીએ સ્વયં “અપૂર્વ અવસર” માં જે પદ ગાયું છે.
એકાંકી વિચરતો, વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો; અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભ નE
પરમ મિત્રનો જાણે પામ્યા યોગ છે. આવો જ ત્યાગ માર્ગ તે વખતે પણ પ્રફૂરિત થયો હતો અને જિનેશ્વરોએ ધર્મમાંથી હિંસાને વિદાય આપી કર્મકાંડ કે કોરા જ્ઞાનના વાદળા હટાવી, શુદ્ધ મોક્ષમાર્ગની સ્થાપના કરી હતી. પરંતુ કાળ ક્રમમાં મહાનત્યાગી અને જ્ઞાનીના નિર્વાણ પછી ધર્મની ગાદી પુનઃ કર્મકાંડ અને અર્થરહિત ધર્મચર્ચાઓમાં અટવાઈ પડી, એટલું જ નહી, આ આખો માર્ગ પૂલ સંપ્રદાયની દષ્ટિએ પણ વિભકત થતો ગયો અને દિગંબર અને શ્વેતાંબર જેવી શાખાઓ, તેની સેંકડો પ્રશાખાઓ ઉદ્ભવી, પણ તેમાં નિષ્ઠાપૂર્વક, રાગદ્વેષ રહિતની સાધનાનો પ્રાયઃ અભાવ દેખાતો હતો. જ્ઞાન અને તપસ્યા બને અહંકારના શિકાર થતા હતા. ઊંચે, નીચે, આસન ઉપર બેસવા માટે મોટી ખેંચતાણ હતી કે જેનો મોક્ષ માર્ગમાં સર્વથા અભાવ હોય છે. આ બધી ધારાઓએ જૈન ધર્મની અને ભારતીય અધ્યાત્મધારાની મંદતા કરી. ધર્મના નામે સમાજને ખંડ ખંડ કર્યો. આવી પરિસ્થિતિમાં સાધારણ નિઃસ્પૃહ એવા સાધકને વર્તમાનકાળની વિષમતા દષ્ટિગોચર થતી હતી અને એમ લાગતું હતું કે શું મોક્ષમાર્ગ લુપ્ત થયો છે ? શાંતિનો સંદેશ દેતા અધ્યાત્મનો સ્વર કેમ સાંભળવા મળતો નથી ? આ પરિસ્થિતિને તેઓએ “વર્તમાન આ કાળમાં મોક્ષમાર્ગ બહુ લોપ” એમ કહી પોતાની અંતર્થ્યથા વ્યકત કરી હતી.
વર્તમાનકાળની સાથે ‘આ’ શબ્દ જોડવામાં આવ્યો છે. અર્થાત્ આંગળી ચિંધીને ઉલ્લેખ કર્યો છે. એટલે લાગે છે કે કવિએ કંઈક વિશેષ વાતનો ઉલ્લેખ કર્યો છે. જેને “આ કાળ” એમ કહ્યું છે. હવે આપણે વર્તમાનકાળની આ ભૌતિક વ્યાખ્યા કર્યા પછી અને પૂર્વમાં તર્કયુકત પ્રમાણિક વ્યાખ્યા કર્યા પછી બન્નેનો અહીં શું સુમેળ છે; તેવો વિચાર કરી આગળ વધીશું.
દષ્ટિગત પરિસ્થિતિ : અહીંયા ‘વર્તમાન કાળ' એમ કીધું છે. તો ‘આ’ એક દષ્ટિવાચક