________________
સાધનનો ઉપયોગ કરે છે તેમ તેમ માયા તત્ત્વ વધારે સૂમ થતું જાય છે. પરંતુ પોતાનું સ્થાન મૂકતું નથી. જે કષાયો બાહ્યભાવે રહેલા છે તે કષાયો અને મિથ્યાભાવો સૂમરૂપે પ્રવેશ કરી અંતરંગમાં પણ જડાયેલા છે કે જોડાયેલા છે કે મિશ્રપણું પામ્યા છે. ઉદાહરણ રૂપે, એક વ્યકિત કોઈને નમન કરતો નથી અને અભિમાની છે. આ તેનું અભિમાન સ્થૂળ રૂપે દશ્યમાન છે પરંતુ તે વ્યકિત હવે નમ્ર થયો અને નમન કરવા લાગ્યો તો સ્થૂળ દષ્ટિએ તેનું અભિમાન દેખાતું નથી અને ચાલ્યું ગયું છે તેવું લાગે છે. પરંતુ હકીકતમાં તે અભિમાન સૂમરૂપ ધારણ કરીને નમન ક્રિયામાં પણ પ્રવેશ પામી જાય છે. હું નમ્ર છું, સૌને વંદન કરું છું અને વંદનથી મને બહુ મોટી સંપત્તિ મળી છે. બીજા માણસો જડભરત છે જે નમતા નથી. આમ અભિમાનની પ્રકૃતિ સૂક્ષ્મ થવાથી તે નમન સાથે પણ વણાઈ ગઈ. જેમ જેમ સાધક અનુષ્ઠાન કરતો જાય છે તેમ તેમ આ માયાવી તત્ત્વો પણ સૂક્ષ્મ થઈને તે અનુષ્ઠાનો સાથે જોડાઈ જાય છે. તે સૂક્ષમ કષાયો અને માયાવી તત્ત્વને ઓળખવા માટે ફકત તે માયાવી તત્ત્વને નહિ, પરંતુ અધિષ્ઠાનરૂપે શુધ્ધ આત્મતત્ત્વને અને શુધ્ધ ઉપાદાનને પારખવા માટે જે દષ્ટિ આપી છે તે નિશ્ચયદષ્ટિ છે. તે નિશ્ચય પ્રજ્ઞાનો પ્રત્યેક નાડીના ધબકારો સાથે કે પ્રત્યેક શ્વાસોચ્છવાસ સાથે ધ્યાન શ્રેણીમાં તેમને જોડીને તેની સૂક્ષ્મતાનો ઉપયોગ કરી પ્રત્યેક કક્ષામાં રહેલા માયાવી સૂક્ષ્મ તત્ત્વોને છૂટા પાડતા જવા, છૂટાં પાડી રાખવા અથવા તેમને જોડાવા ન દેવા તે રીતે આ નિશ્ચયનયનો પ્રયોગ આધ્યાત્મિક ક્ષેત્રે હવે તે સાધારણ લોઢાનો ચિપીયો મટીને સોનીની સમાણી જેવા સૂક્ષ્મ ચિડીયારૂપે પ્રયોગમાં લેવામાં આવે છે. હવે ઝીણામાં ઝીણા મોતી પરોવવા માટે આ સૂમનયની સોય વપરાય છે. દ્રવ્યભાવે સંસારમાં પણ જેમ સૂક્ષ્મ અને ઝીણા સાધનો હોય છે, તેમ અધ્યાત્મક્ષેત્રમાં પણ સ્થળ ઉપાસના પછી વધારે શુધ્ધિ પ્રાપ્ત કરવા માટે સૂક્ષ્મ નિશ્ચયનય જેવા સાધનનો ઉપયોગ કરવાનો હોય છે. આ છે તેની આધ્યાત્મિક ઉપયોગિતા. હકીકતમાં તો નિશ્ચયવાદનો પ્રયોગ શબ્દમાં અંકિત કરી શકાય તેમ નથી. પરંતુ તે ધ્યાનકક્ષાનો વિષય છે. છતાં પણ અહીં તેનો ઉપયોગ કેમ થઈ શકે ? નિશ્ચયનય શા માટે છે ? તેનો ટૂંકો આભાસ આપી શાસ્ત્રકાર સ્વયં આ નયવાદનો કેવળ કોરા શબ્દ તરીકે ઉપયોગ કરે છે તેના ઉપર વ્યંગ કરે છે અને આવો કોરો ઉપયોગ કરવાથી બીજી કેટલી હાનિ થાય છે તે હવે ઉત્તરાર્ધમાં બતાવે છે.
ઉત્તરાર્ધની ચર્ચા કરતા પહેલા નિશ્ચયનય પર એક બીજો દષ્ટિપાત કરીએ. હકીકતમાં નિશ્ચયનય શું છે ? વ્યવહારનય પદાર્થનું કે દ્રવ્યોનું બહારનું કલેવર ગ્રહણ કરે છે અને દશ્યમાન ક્રિયાઓને દશ્ય બનાવી અને એ જ રીતે પદાર્થના ભૂતકાળને ભવિષ્યકાળના પર્યાયોનો આરોપ કરી વર્તમાનકાળમાં ભૂત અને ભવિષ્યનો સમાવેશ કરે છે. જેમ કોઈ કહે આજે જન્માષ્ટમી છે, આજે મહાવીર જયંતી છે. તો ત્રયોદશી કે અષ્ટમીમાં ભૂતકાળની અષ્ટમીનો સમાવેશ કર્યો છે અને આપણું આ ભરતક્ષેત્ર તે વિદેહક્ષેત્ર છે, એમ કહે તો ભવિષ્યના આગામી ચોથા આરાના આધારે કહી શકાય કે ચોથો આરો આવવાનો જ છે. આ રીતે વ્યવહારમાં દશ્યમાન પદાર્થોના આધારે બુદ્ધિનો પ્રયોગ કરે છે. જેને વ્યવહાર, સંગ્રહ ઈત્યાદિ નયો કહ્યા છે. જયારે નિશ્ચયનય એ પદાર્થના આંતરિક સ્વરૂપને ગ્રહણ કરે છે અને જયાં સુધી શબ્દો પહોંચે ત્યાં સુધી શબ્દનો
૩૦૧