________________
જે ગતિવિધિ છે, તેની જે પ્રક્રિયા છે અને આ વિશ્વના બધા દ્રવ્યો ગુણ પર્યાયોથી પરિવર્તિત થતાં અતિ સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવો સાથે જોડાયેલા છે, માનવબુધ્ધિ આ બધા ભાવોને યથાસંભવ સમજવા માટે કોશિષ કરે છે. સર્વ પ્રથમ તેને સ્થૂળ દ્રષ્ટિથી નિહાળે છે જેને સામાન્ય દ્રષ્ટિ અને સામાન્ય ધર્મોનું ગ્રહણ કહેવાય છે. પદાર્થ સ્વયં સામાન્ય અને વિશેષ ગુણોનો પિંડ છે અને એ જ પ્રકારે સામાન્ય પર્યાયો અને વિશેષ પર્યાયો ધોધમાર પ્રવાહિત થતી હોય છે અને પદાર્થનું જેમાં અવસ્થાન છે તે ક્ષેત્ર અને કાળ પણ એટલા જ સૂક્ષ્માતિસૂક્ષ્મ છે, તેમાં પણ સામાન્ય અને વિશેષ ધર્મો પોતપોતાની રીતે પ્રકાશિત થઈ રહ્યા છે. સ્થૂલ બુધ્ધિ સામાન્ય ધર્મો ગ્રહણ કરે, પદાર્થ સંબંધી કે તત્ત્વ સબંધી છૂળ નયને ગ્રહણ કરે અને બુધ્ધિ જેમ જેમ સૂક્ષ્મ થતી જાય તેમ વિશેષ ધર્મોને પણ ગ્રહણ કરે. એટલે પદાર્થની પણ બે પ્રકારની ધારા છે. સામાન્ય અને વિશેષ. તેમ બુધ્ધિમાં પણ બે પ્રકારની ધારા પ્રવાહિત થાય છે. બુદ્ધિ સામાન્ય કે સ્કૂલધર્મોને ગ્રહણ કરે, તે સ્થૂળધારા વ્યવહાર દ્રષ્ટી કે વ્યવહાર જ્ઞાન કહેવામાં આવે છે. જયારે દષ્ટિ સૂમ થાય અને બુધ્ધિ વધારે વિશેષભાવોને ગ્રહણ કરે ત્યારે જ તેને નિશ્ચય દષ્ટિ કે નિશ્ચયજ્ઞાન કહેવામાં આવે છે. નિશ્ચયજ્ઞાનને નિશ્ચયનય પણ કહે છે. નિશ્ચયનય વધારે સૂક્ષ્મ થવાથી શબ્દાતીત અને અવાચ્ય પણ છે. પરંતુ શબ્દની જયાં સુધી ક્ષમતા છે ત્યાં સુધી તે નિશ્ચયનયની અભિવ્યકિત કરે છે અને આ રીતે નિશ્ચયનય પણ શાબ્દિક બની જાય છે. આમ નિશ્ચયનય બુધ્ધિને સ્થૂળથી સૂક્ષ્મ સુધી લઈ જાય છે પરંતુ શાસ્ત્રકારોનું કથન છે કે જે કાંઈ વ્યવહાર કે નિશ્ચયજ્ઞાન છે તેનું પ્રયોજન શું છે ? હકીકતમાં વ્યવહારજ્ઞાન હોય કે નિશ્ચયજ્ઞાન હોય અને અર્થગ્રાહી હોવા જોઈએ. નિશ્ચયવાદનું અથવા નિશ્ચયજ્ઞાનનો પ્રયોગ આત્મતત્ત્વને ઓળખી તેના શુધ્ધ પર્યાયો ઉત્પન્ન થાય અને ઉપાદાનની શુધ્ધિ થાય તેવો અર્થપૂર્ણ પ્રયોગ હોવો જોઈએ. પરંતુ જેમને આત્મતત્ત્વની શ્રધ્ધા થઈ નથી, પરમાત્મા પ્રત્યેનું સમ્યગુદર્શન થયું નથી એમને સ્વહિત સમજાયું નથી. તેમજ સ્વરૂપમાં રમણ કર્યું નથી. આવા જીવ પણ અધ્યાત્મ સાધકોની પંકિતમાં બેસીને પોતે તત્ત્વજ્ઞ છે તેવો આભાસ આપવા માટે કોરી નિશ્ચયનયની વાત કરે છે અને બધા પદાર્થો પ્રત્યે સૂક્ષમ ફિલસૂફી કરી બૌધ્ધિક મનોરંજન કરે છે. શબ્દની માળાઓથી પરમાત્માને ખુશ કરવા માંગે છે. ગાથાના આ પદમાં આવા શુષ્ક નિશ્ચયવાદી વ્યકિતઓ ઉપર ઊંડો ફટકો મારી તેમને શબ્દના સાથિયા પૂરતા હોય તેવા અકર્મી બતાવ્યા છે. વસ્તુતઃ આવા અકર્મી કોરા શબ્દવાદી જીવો વિશ્વમાં, સમાજમાં કે વ્યકિતગત મર્યાદાઓનું ઉલ્લંઘન કરી સવ્યવહારોને પણ પડતા મૂકે છે, સભ્યતાનું પણ આચરણ કરી શકતા નથી અને “અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ થાય છે. તેનું પૂરું ચિત્ર આ ગાથામાં આપવામાં આવ્યું છે. નિશ્ચયનય તે બહુ તીક્ષ્ણ ધારવાળી તલવાર છે અને આ તલવારનું અધ્યાત્મક્ષેત્રમાં કર્મશત્રુઓ સાથે લડવા માટેનો ઉપયોગ ન કરતા એ તલવારથી પોતે પોતાના અંગ છેદન કરે તો કેટલું નિંદનીય છે, અથવા અપકૃત્ય છે તે સમજાય તેવું છે. પરોક્ષભાવે શાસ્ત્રકાર એમ કહેવા માગે છે કે નિશ્ચયનય કોરો શાબ્દિક ન બને અને આત્મલક્ષી બને, તો અહીં આપણે નિશ્ચયનયનો આધ્યાત્મિક સદ્ધપયોગ સુપ્રયોગ શું છે ? તે પણ ટૂંકમાં જાણવા માટે કોશિષ કરીએ.
કહ્યું છે કે તું જાઈશ ડાળીએ ડાળીએ તો એ જશે પાંદડે પાંદડે. અર્થાત્ માયા તત્ત્વ સ્થૂળ અને સૂક્ષ્મ રીતે જીવ સાથે જડાયેલું છે અને જીવાત્મા જેમ જેમ સાધના કરતો જાય છે અને દિવ્ય
હાલ ૩૦૦ કલાક
દ,