________________
/+ णमो वीतरागाय नमः ॥ શ્રી ચૈતન્યઘન આત્મ સ્વરૂપ અનંત સિધ્ધ ભગવંતોને નમસ્કાર
સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ
શ્રી સદગુરવે નમો નમ: ૐ શ્રી મહાવીરાય નમો નમ: ૐ શ્રી વીતરાગાય નમો નમ:
ૐ શ્રી ગુરુદેવાય નમો નમ: ૐ શ્રી ભગવતી બ્રાહ્મી લિપયે ઉલિપયે નમઃ
ૐ શ્રી શારદાયે નમઃ / આત્મ સિધ્ધિ મહાભાષ્ય
ગાથા - ૧V 'જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, 'સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. I
આત્મસિદ્ધિ શાસ્ત્ર વસ્તુતઃ એક પ્રકારનું વિવેક શાસ્ત્ર છે. આત્મા તો સ્વયં સિદ્ધ છે. તેના સંબંધી જે સામાન્ય જ્ઞાન થાય તેને વ્યવહાર દ્રષ્ટિએ 'આત્મસિદ્ધિ કહે છે. આત્મસિદ્ધિનો અર્થ છે આત્મસિદ્ધિનું જ્ઞાન.
અહિં આપણે ગીતકારે, અર્થાત્ મહાન પવિત્ર આત્મા શ્રીમદ્ રાજચંદ્રએ જે પદો સ્વતઃ ફૂરિત ગાન કરી પ્રગટ કર્યા છે, તેના પ્રથમ પદ ઉપર વિવેચન કરીશું.
જે સ્વરૂપ સમજયા વિના પામ્યો દુઃખ અનંત” અહીંથી શુભારંભ થાય છે. સામાન્ય રીતે ભકતજન જે સ્વરૂપનો અર્થ આત્માનું સ્વરૂપ કરે છે, અર્થાત્ આત્મ સ્વરૂપ સમજ્યા વિના તેવો ભાવ તારવે છે પરંતુ આ ટૂંકો અર્થ થઈ જાય છે. ગંભીરપણે વિચાર કરતા લાગે છે “જે સ્વરૂપ સમજ્યા વિના” નો અર્થ વ્યાપક અને વિશાળ છે. ફકત આત્મા જ નહીં પરંતુ બધા દ્રવ્યોનું સ્વરૂપ સમજ્યા વિના અને વિશ્વનું સ્વરૂપ સમજ્યા. વિના આ જીવ ઘણા દુઃખ પામ્યો છે..
સ્વરૂપની વ્યાખ્યા : આત્મ તત્ત્વ તો બહુ દૂરની વાત છે, પરંતુ ખરી રીતે તેમણે પુદ્ગલનું અથવા આ જડ જગતનું સ્વરૂપ સમજી લેવાની જરૂર હતી. જે પદાર્થો પ્રત્યક્ષ છે અને નાશવાન છે, તે જીવના સુખનું કારણ બની શકતા નથી, તેવા સંયોગી પદાર્થનું પણ સ્વરૂપ સમજી લેવાની જરુર હતી.
ભૌતિક જગતમાં અજ્ઞાનને કારણે જીવ વધારે ફસાયેલો છે. તેના સ્વરૂપને સમજતો નથી