________________
અધ્યાત્મશાસ્ત્ર એમ કહે છે કે તેનાં બે પરિણામ આવે છે. બંને પરિણામ શકિતરૂપ છે. આપણે આ બંને પરિણામને શકિતનું નામ આપીને એકને પરાશકિત અને બીજાને અપરાશકિત કહેશું. સાધનાના બે ફળ છે પરાશકિત અને અપરાશકિત. અહીં પરાશકિત એટલે તપશ્ચર્યાથી આવતું આંતરિક ફળ, જેમાં જ્ઞાનની વૃધ્ધિ, યોગની સ્થિરતા, દિવ્યતાની ઝલક અને ઈશ્વરીય ભાવનાઓનું પ્રગટવું. આ બધા પરાશકિત રૂ૫ ફળ છે, પરાશકિતરૂપ ફળમાં આત્મશાંતિ તે પ્રધાનફળ છે. એક પ્રકારે તેમાં મુકિતના દર્શન થાય છે. પરાશકિત એટલે પોતાના સ્વરૂપનું ઉદ્ધાટન. અપરાશકિત એટલે જે બાહ્ય ફળ પ્રાપ્ત થાય છે, જેમાં ચમત્કાર થાય, સન્માન વધે, દ્રવ્યપ્રાપ્તિ થાય અને કીર્તિ ફેલાય અને કયારેક તો આવા સાધકથી માણસો ભય પણ પામે, બીજા માટે ભયરૂપ બની જાય. સાધકની ઈચ્છાઓમાં વૃદ્ધિ થાય. વૃત્તિના નિરોધના બદલે વૃત્તિનો વિસ્તાર થાય. ભોગ ઉપભોગના સાધનો વિપુલ સંખ્યામાં પ્રાપ્ત થાય. આ બધી અપરાશકિત છે. સાધકને પરાશકિત કરતા અપરાશકિતનું ફળ પ્રત્યક્ષ જલ્દી થાય છે અને તે અપરાશકિતને સાધનાનું ઉત્તમ ફળ માની તેમાં ગરકાવ થાય છે, તેનો ત્યાગ અને વૈરાગ્ય આ કેન્દ્રમાં આવી અટકી જાય છે. અર્થાત્ સાધક સ્વયં અહીં ત્યાગના કેન્દ્ર ઉપર સ્થિર થઈને બાહ્ય ફળોની પ્રાપ્તિ માટે પૂર્ણ પ્રયાસ કરે છે. એટલું જ નહીં પરંતુ તેની સ્પર્ધામાં આવનારા આવા બીજા સાધકોનો વિરોધ કરી એક પ્રકારે સંગ્રામ ઊભો કરે છે. વસ્તુતઃ પરાશકિત આત્મકલ્યાણની ફળદાયક હતી, ત્યાં આ અપરા શકિતએ ફરીથી પોતાનું તાંડવ ઊભું કર્યું અને શુભ કાર્યોના નિમિત્તે મોહસાગરમાં યાત્રા શરું કરે છે. આને જ અહીં સાતમી ગાથામાં શ્રીમદ્ કહે છે કે આવા જીવો ત્યાગ-વિરાગમાં અટકીને નિજભાન ભૂલી જાય છે. અર્થાત આખું લક્ષ ભૂલી જાય છે. દિશા છોડીને વિદિશામાં યાત્રાનો આરંભ કરે છે. અંતે પ્રબળ અપરાશકિતને આધીન થઈ, ધાર્મિક સામ્રાજય સ્થાપવાની પણ કોશિષ કરે છે અને ઈતિહાસના ફલક ઉપર આવા પરસ્પર વિરોધી ધર્મસામ્રાજયવાદીઓએ પરસ્પર અથડાઈને મોટા ધર્મયુધ્ધ પણ ખેલ્યા છે, સંપ્રદાયોના યુધ્ધ તો જગજાહેર છે.
- ત્યાગ–વિરાગમાં અટકી જવું તે કોઈ નાની સુની ભૂલ નથી, પરંતુ કૂવાનું મીઠું પાણી મૂકી કોઈ નાલીનું ગંદુ પાણી પીવે, તેવી સ્થિતિ સર્જાય છે. એટલે અધ્યાત્મશાસ્ત્રોએ પરા અને અપરા શકિતના ભેદ કરીને સાધકને જાગૃત રાખવા પૂર્ણ પ્રયાસ કર્યો છે.
કોઈ પણ જીવ ત્યાગ અને વિરાગમાં શા માટે અટકે છે અને કોઈ જીવ ત્યાગ વિરાગમાં શા માટે અટકતો નથી, તેના શું કારણ છે, તેના કારણો વિશે ઊંડી મીમાંસા કરશું. શું ખરેખર અપરાશકિતને આધીન થયેલો જીવ દોષી છે ? તેને આવી અવસ્થામાં મૂકનારી કોઈ વિશેષ પરિસ્થિતિ છે ? કાળનો દોષ છે ? અથવા ઈશ્વરવાદીદર્શઓ આ સ્થિતિ માટે શું ઈશ્વરને જવાબદાર ગણે છે? તેની મીમાંસા કર્યા પછી “નિજ ભાન” શબ્દનો સાચો અર્થ શું છે, તે વિષે પ્રકાશ નાખશું.
જે કોઈ માનસિક કે આધ્યાત્મિક દોષો છે તે કોઈ વ્યકિતના હોતા નથી. જાગૃત વ્યકિત આ દોષોનું નિવારણ કરી શકે છે પરંતુ સામાન્ય જીવમાં જે દોષો ઉદ્ભવે છે તે શાસ્ત્ર પ્રમાણે કર્માધીન છે. જેમ કોઈ વીંછી મહાત્માને પણ ડંખ મારે છે, તો આ વીંછી દોષારોપણ કરવાને લાયક નથી.
કકકકકકક
કકકર
48
I/IIIIIIIIIILHI
દાદા ૧૧૮મી