________________
તેના આયુષ્ય સુધી તે તરૂપ દેખાય છે. તેમ ચિત્ત એક એવું અંગ છે, જે એક પ્રકારનો સૂક્ષ્મ યોગ છે, જેને ભાવયોગ કહી શકાય અને આ ભાવયોગ સાથે ઉપયોગ પણ જોડાયેલો હોય છે. જેમ મનુષ્યના શરીરમાં દ્રવ્યેન્દ્રિયો, ઉપકરણેન્દ્રિય, ભાવેન્દ્રિય અને જ્ઞાન ઈન્દ્રિય સંયુકતરૂપે પરસ્પર સંકળાયેલી છે, તે જ રીતે ચિત્તનું અસ્તિત્વ છે. કેટલીક જગ્યાએ ચિત્તને અંતઃકરણ પણ કહે છે. કેટલીક જગ્યાએ ભાવાત્મક જ્ઞાનનું અંગ કહ્યું છે. તેનું પ્રત્યક્ષ સ્વરૂપ તો જ્ઞાની જાણી શકે અથવા કોઈ ઉચ્ચ કોટિનો સાધક જાણી શકે, પરંતુ ચિત્તનું કે અંતઃકરણનું અસ્તિત્વ છે, તે સામાન્યરીતે જાણવામાં આવે છે. ચિત્તનું કેન્દ્ર અંતરગત હોવાથી તે પ્રાણમયકોષ કે મનોમય કોષથી ઉપર જ્ઞાનમયકોષમાં અસ્તિત્વ ધરાવે છે, તેમ અનુમાન કરી શકાય અને રાગ અને ભોગની વૃત્તિ પણ ઘણી જ સૂક્ષ્મ હોવાથી તે ચિત્તનો કબજો કરે છે અથવા ચિત્તમાં આરુઢ થાય છે. ચિત્તમાં ઉદભવે છે. તે વૃત્તિઓ ચિત્તની શકિતનો પરિહાર કરી પોતાનું વિભાવ નાટક પ્રગટ કરે છે. એટલે જ સર્વ પ્રથમ, સાધકે મનથી ઉપર એવા ચિત્તને સંભાળવું પડે છે અને ચિત્ત રૂપી દર્પણ સ્વચ્છ કરવું જરૂરી બની જાય છે. વિરાગ અને ત્યાગને ત્યાં અધિષ્ઠિત કરવાથી આત્મજ્ઞાનનો દરવાજો ખુલે છે.
અટકાવ તે ભટકાવ : અહીં ત્યાગ વિરાગનો મહિમાં સમજયા પછી પણ એક મોટું ભયસ્થાન છે, જેના પ્રત્યે સ્વયં યોગીરાજ અંગુલીનિર્દેશ કરે છે. અને આ ભયસ્થાન નાનું સુનું નથી આખી સાધનાનું લક્ષ ફેરવી નાંખે છે અને તે છે, ‘અટકે ત્યાગ વિરાગમાં' અર્થાત્ ત્યાગ—વિરાગમાં અટકી જવાની વાત છે, રોકાઈ જવાની વાત છે. જેમ કોઈ સ્ટેશનથી મુંબઈની ગાડી મળે છે. એટલે સ્ટેશન સુધી જવું જરૂરી છે પરંતુ જો સ્ટેશન બહું સારું હોય, સગવડતાભર્યું હોય અને ત્યાં જ યાત્રી અટકી જાય, તો તેની આખી યાત્રા મારી જાય છે. આ બહુ જ સમજાય તેવી વાત છે પરંતુ જ્યારે આ વાતને વિસ્તારથી સમજશું તો તે કેટલી ભયંકર છે તે સ્પષ્ટ થશે. સિધ્ધિકારે આ વાકય બહુ જ સમજણપૂર્વક ઉચ્ચાર્યું છે. વાકય સાંભળતાં જ તેમની મહાનતાનો ખ્યાલ આવે છે, કે ધર્મ જેવા મંગલતત્ત્વની યાત્રા કેવી રીતે અટકી જાય છે અને ધર્મ દ્વારા સાધક માટે અને સંપૂર્ણ સમાજ માટે જે પરિણામ આવવું જોઈએ તે, દિશા બદલી જવાથી કેવી રીતે લુપ્ત થઈ ગયું છે. અહીં આ પદ ઘણું જ મહત્ત્વપૂર્ણ છે. ત્યાગ—વિરાગમાં અટકી જાય તેના બે ચાર અર્થ થાય છે. “અટકી'' જવાનો અર્થ ત્યાં સ્થિર થાય, બીજો અર્થ વિપરીત દિશામાં ગતિ કરી જાય, તે પણ અટકી જ ગયો કહેવાય. એક પ્રકારે જે અટકી જાય છે, તે ભટકી જાય છે. અહીં સિધ્ધિકારે સૌમ્ય શબ્દનો પ્રયોગ કર્યો છે. પરંતુ ત્યાગ—વિરાગમાં અટકવું તે ખરા અર્થમાં ભટકવું છે. નિશાન છૂટી જાય કે નિશાન ચૂકી જાય તે પણ અટકી ગયો જ કહેવાય, કારણ કે લક્ષ બદલી જવાથી બધું બદલી જાય છે. કોઈ પણ કાર્ય અધુરું રહે તો પણ અટકી ગયું કહેવાય, અથવા તેનો દુરુપયોગ થાય તો પણ તે કાર્ય, અથવા સાચું કાર્ય અટકી જાય છે.
અહીં શાસ્ત્રકારે ત્યાગ-વિરાગમાં અટકી જવાની વાત કહી છે તેનું ઉપરમાં સામાન્ય વિવેચન કર્યા પછી, હવે આપણે અધ્યાત્મદૃષ્ટિએ તેમનું વિવેચન કરશું.
કોઈ પણ સાધના પછી તે તપશ્ચર્યા હોય, ત્યાગ હોય કે કોઈ પરોપકારના કાર્યો હોય,
૧૧૭
-----