________________
અહીં આપણે વિરાગ અને ત્યાગની પ્રગટ અવસ્થા વખતે કર્મ સ્થિતિનું અવલોકન કર્યા પછી અહીં સિધ્ધિકાર તેને ચિત્તનું અધિષ્ઠાન માની બન્નેને જ્ઞાનપ્રાપ્તિના ઉપકરણ માને છે અને કહ્યું કે “ત્યાગ–વિરાગ ન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન.”
અહીં ચિત્ત શબ્દ ચૈતન્ય વાચી છે. આપણે પૂર્વમાં કહ્યું તેમ “વીર્ ધાતુના આધારે ચિત્ત શબ્દ બન્યો છે. વિદ્ નો અર્થ આત્મા પણ છે, જ્ઞાન પણ છે, અને બહ્મ પણ છે. યોગશાસ્ત્રના પ્રથમ અધ્યાયમાં પતંજલી મહારાજ કહે છે કે “ચિત્ત વૃત્તિ નિરોધસ્તુ યોગ” અર્થાત્ ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવો તે યોગ, તે સાધનાનું પ્રથમ પગથિયું છે. આ રીતે વેદાંતમાં પણ “ચી સુખી” નામનો એક મહાન ગ્રંથ છે, જે અધ્યાત્મભાવોથી ભરપૂર છે અને તેમાં ચૈતન્ય અને માયાનું ઊંડું વિવરણ છે. જેનશાસ્ત્રોમાં તો ઠેર ઠેર ચિત્ત અને ચૈતન્ય શબ્દનો ભરપૂર પ્રયોગ કર્યો છે. આ રીતે ચિત્ત શબ્દ મન અને આત્માની વચ્ચેનું એક અધ્યાત્મ અંગ છે. મનમાં ભોગ પ્રતિબિંબિત થાય છે. જ્યારે ચિત્તમાં આત્મા પ્રતિબિંબિત થાય છે. મન ઈન્દ્રિયગામી , જ્યારે ચિત્ત આત્મગામી છે. પરંત આત્મદર્શનમાં મુખ્ય બે પ્રતિબંધક છે. રાગ અને વિષય (ભોગ) તે જ રીતે બે અનુયોગી છે, વિરાગ અને ત્યાગ. એટલે જ અહીં સિધ્ધિકાર ભાર દઈને કહે છે કે જ્ઞાન પ્રગટ થવામાં વિરાગ અને ત્યાગ એ બંને નિતાંત આવશ્યક છે. ત્યાગ અને વિરાગનો પણ પરસ્પર સબંધ છે. વિરાગ આવ્યા પછી જ ત્યાગ આવે છે. મીરાંબાઈએ પણ ઠીક જ કહ્યું છે કે “ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરે કોટિ ઉપાય” પરંતુ અહીં આત્મજ્ઞાન માટે બંને નિતાંત જરૂરી છે વૈરાગ્ય અને ત્યાગ. હવે આપણે ચિત્ત શબ્દ ઉપર થોડો વિચાર કરી ઉત્તરાર્ધમાં પ્રવેશ કરશું.
ચિત્ત એક દર્પણ : ચિત્ત શબ્દ માટે કોઈ ખાસ વિશેષ વિવરણ મળતું નથી, કે ચિત્તનો ન યોગમાં સમાવેશ કર્યો છે કે ન ઉપયોગમાં. સામાન્ય રીતે જીવની બે શકિત છે, યોગ અને ઉપયોગ. યોગ તે બાહ્ય ઉપકરણ છે, તેનો દેહ સાથે સબંધ છે. યોગની પ્રવૃત્તિ તે આશ્રવનું કારણ છે. મોક્ષશાસ્ત્રમાં પણ લખ્યું છે કે “યોગસ્તુ આશ્રવ ” અર્થાત્ યોગ તે આશ્રવ છે. આશ્રવનું કારણ છે, આશ્રવનું ઉપકરણ છે. જ્યારે ઉપયોગ દર્શન અને જ્ઞાનરૂપ બે ભાગમાં વિભકત છે. તે નિરાકાર અને સાકારરૂપે પ્રદર્શિત થાય છે. આમ યોગ અને ઉપયોગ, એ બંનેના સહચારથી કેટલાક અધ્યવસાયો પણ ઉદ્ભવે છે, જેમકે છ પ્રકારની વેશ્યા, કષાયાદિક મોહના પરિણામો–આ બધા યોગ અને ઉપયોગની વચ્ચેના સ્વતંત્ર આશ્રવ તત્ત્વો છે. જે જડ પણ નથી અને ચેતન પણ નથી પરંતુ વિભાવ રૂપે પોતાનો પ્રભાવ પ્રગટ કરે છે. આ બધા અધ્યાવસાયો, કેવળ અશુધ્ધ પર્યાયરૂપે ભાગ ભજવે છે. ક્રોધનું કોઈ ઉપાદાન દ્રવ્ય નથી. ક્રોધ સ્વયં પોતાનું જ ઉપાદાન છે. આ રીતે બધા અધ્યાત્મ દોષો પર્યાયરૂપ પરિણત થાય છે. અસ્તુ. હવે આપણે ચિત્તને સમજીએ. યોગ અને ઉપયોગની વચ્ચે જેમ વિભાવાત્મક કેન્દ્ર છે, તેમ કેટલાંક ઉપકારી કેન્દ્ર પણ છે. જે દર્પણરૂપે કામ કરે છે. એક પ્રકારે તે ઉપયોગ જેવા જ કહી શકાય. પરંતુ વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી આ બધા કેન્દ્રો પોતાનું સ્વરૂપ જાળવી રાખી પરિવર્તનશીલ હોવા છતાં, એક નિશ્ચિત કાળ સુધી તે સ્થાયીરૂપે દેખાય છે. જેમ મનુષ્યનું શરીર પ્રત્યેક ક્ષણ પરિવર્તનશીલ હોવા છતાં
કાકા ૧૧૬ બાદ