________________
**
*
*
*
*
*
કોઈ કર્મપ્રકૃતિના ઉદયથી જીવ વીંછી યોનીમાં ગયા પછી તેની આ સહજ પ્રવૃત્તિ હોય છે. એ જ રીતે સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં મનુષ્યમાં પણ આવા પ્રબળ ઉદયભાવ વર્તે છે અને નિમિત્તની ઉપસ્થિતિમાં રાગ અને દ્વેષના કે કષાયના ભાવો જન્મે છે. તે વ્યકિત આમ પ્રત્યક્ષ રૂપે દોષી છે. પરંતુ ખરી રીતે કર્મના પ્રબળ ઉદયથી તે આવી પ્રવૃત્તિને આધીન થાય છે અને કહેવાનું તાત્પર્ય છે કે રાગ અને ભોગ, કર્મની પ્રબળતાના કારણે ચિત્ત રૂપી દર્પણને મેલું કરે છે. પરંતુ પુણ્યના ઉદયથી આવો સમર્થ કે જાગૃત જીવ બુધ્ધિબળથી વિચારવાન બને ત્યારે આ કર્મ દોષોને નિવારવામાં સ્વતંત્ર છે.
સાધનાની બે ધારા : દોષોનું નિવારણ બે રીતે થાય છે. એક તો દોષનો લય થાય અને શુધ્ધ ભાવ જાગૃત થાય, જ્યારે બીજો પ્રકાર દોષોનું વાસ્તવિક જ્ઞાન થવાથી તેને વિભાવ તરીકે આત્માથી છૂટા પાડી તેના જ્ઞાતા – દ્રષ્ટા બનવાથી પણ દોષની ઉપસ્થિતિમાં જ દોષનું મૂળ સુકાઈ જાય છે. આ સાધનાને જળકમળવત્ સાધના કહેવાય છે. એકમાં દોષનો સર્વથા લય થાય છે, જ્યારે બીજામાં પ્રબળ સમ્યગ્રજ્ઞાનના આધારે તેને અનાદરણીય માની, દોષોને સ્વભાવથી જાણી લે છે. આ કષાયો તે મારી સંપતિ નથી, પરભાવ છે, આમ સમજવું તે સાધનાની બીજી બાજુ છે. એકમાં દોષનું મૃત્યુ છે, જ્યારે બીજામાં તેની જીવનદોરી કપાઈ રહી છે. આ બંને પ્રકારે ચિત્તમાં રાગ અને ભોગનો અભાવ થતાં ત્યાગ–વિરાગની ઉપસ્થિતિ થાય છે. અહીં જે વિશેષ વાત છે એ છે કે ત્યાગ–વૈરાગ્ય, તે સાધનાનું લક્ષ નથી, ત્યાં અટકી જવાથી આપણે પૂર્વમાં કહ્યું તેમ યાત્રા અધૂરી રહી જાય છે.
અહીં ત્યાગ વૈરાગ્ય પછીની આગળની યાત્રાને નિજ ભાન તરીકે ઓળખાવી છે. નિજ ભાન એટલે સ્વનું ભાન. સ્વનું ભાન એટલે આત્મ દ્રવ્યનું ભાન, ફકત આત્મદ્રવ્યનું જ ભાન નહીં પણ આત્માની અંદરમાં બિરાજમાન પરમાત્માનું ભાન. તેને નિજભાન તરીકે ઓળખાવ્યું છે. આખી ગાથામાં પરસ્પર વિરોધી એવા બે પક્ષ ઉભા કર્યા છે. વિરાગ અને ત્યાગ બંનેનો પરસ્પર સંબંધ છે તે બંને એક પક્ષમાં ઉપકારી છે અને બીજા પક્ષમાં તે અનઉપકારી બની જાય છે. જેમ કોઈ સમુદ્રની યાત્રા કરે ત્યારે નાવનું અવલંબન લે છે. બીજા કિનારા સુધી લઈ જવા માટે નાવ ઉપકારી છે પરંતુ તેને કયાં જવું છે તે લક્ષ ન હોય અને નાવને જ વળગી રહે તો નાવ તેને માટે અનઉપકારી પણ છે. ત્યાગ–વિરાગની બે ઢાલ છે. પ્રથમ ઢાલ તે આત્મજ્ઞાનની પૂર્વ ભૂમિકા છે. જ્યારે બીજી ઢાલ તે નિજભાનને ભૂલાવનારી ઢાલ છે. અહી જ્ઞાન અને ભાન એવા બે શબ્દો વાપર્યા છે. જ્ઞાન છે તે માર્ગવાદી છે અને ભાન છે તે લક્ષવાદી છે. નિજ એટલે સ્વસ્વ એટલે આત્મા અને આત્મા એટલે પરમાત્મા, તે લક્ષ છે અને લક્ષનું ભાન યાત્રાનું અંતિમ બિંદુ છે.
જ્યારે પૂર્વાર્ધમાં જ્ઞાન શબ્દ છે તે સાધન રૂપે નિજભાન સુધી લઈ જાય છે. કાવ્યની દ્રષ્ટિએ જ નહીં, અનુપ્રાસ અલંકારની દૃષ્ટિએ જ નહીં, પરંતુ કવિરાજે અહીં બહુજ સમજીને જ્ઞાન અને ભાન બંને શબ્દોનો પ્રયોગ કર્યો છે. પૂર્વાર્ધમાં યાત્રાનો વિકાસ છે, જ્યારે ઉતરાર્ધમાં યાત્રાનો અવરોધ છે. વસ્તુતઃ અવરોધ પ્રથમ કહેવાની જરુર હતી, અને ત્યાર બાદ વિકાસનું પગથિયું આવતું હતું પરંતુ અહીં આ ક્રમનો ત્યાગ કરી જે વ્યત્યય કર્યો છે, તે પણ સકારણ છે, કારણકે અવરોધ બે
૧૧૯