________________
ન્યાયાલયમાં કે કોર્ટ કચેરીમાં જયારે બીજો પક્ષ ઘણી દલીલો કરે ત્યારબાદ ન્યાયધીશ સાચો કોણ છે તેની શોધ કરે છે. ન્યાયધીશની બુધ્ધિ સમતોલ ન હોય તો સત્યની શોધ કરી શકતો નથી કે સાચો ન્યાય આપી શકતો નથી. શોધ માટે પૃષ્ટભૂમિ, બ્રગ્રાઉન્ડ ખૂબ જ નિર્મળ ભાવે તૈયાર હોવું જોઈએ. આવા નિર્મળ અંતઃકરણમાં જ શોધના બીજો અંકુરિત થઈ શકે છે અને જીવ સ્વયં ઉત્તમ શોધ કરવાની પ્રેરણા મેળવે છે.
શાસ્ત્રોમાં પણ સ્વાધ્યાયના પાચ અંગ બતાવ્યા છે. તેમાં અનુપ્રેક્ષા તે સ્વાધ્યાયનું અંતિમ અંગ છે. અનુપ્રેક્ષા તે સ્વાધ્યાયનું નવનીત છે અને અનુપ્રેક્ષામાંથી જ શોધ બુધ્ધિ જાગૃત થાય છે. શાસ્ત્રમાં જેટલા અનુયોગ છે તે બધા શોધ બુધ્ધિનું પરિણામ છે. અનુયોગ તે પ્રશ્ન છે, શોધ છે, અને અનુયોગદ્વાર તે પ્રશ્નનો ઉત્તર છે અને તત્ત્વની પ્રાપ્તિ છે. શોધ કરવી તે પણ એક પ્રકારે અંતરમાં ઊઠેલો પ્રશ્ન છે અને તેમાંય સદ્ગુરુની પ્રાપ્તિ માટે જયારે ભાવ જાગૃત થાય છે. ત્યારે તે શોધ સર્વોતમ હોય છે. કોઈ ખજાનાને ખોજે છે, જયારે કોઈ ખજાનાના માલિકને શોધે છે. દુર્યોધને મહાભારતના યુદ્ધમાં શ્રીકૃષ્ણ પાસે બધા સાધન માંગ્યા જયારે અર્જુને સાક્ષાત્ ભગવાનની માંગણી કરી તેમ આ ગાથામાં જે શોધ છે તે ફકત સાધનાની શોધ નથી પરંતુ બધા નિર્મળ સાધનો આપી શકે તેવા સદ્ગુરુની શોધ છે. શોધનું લક્ષ પણ ઘણું જ ઊંચું રાખ્યું છે. અંતઃકરણમાં બહુ વિચાર્યા પછી જે તત્ત્વ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે એ જ આપી શકે તેમ છે તેવા વિભૂતિને મેળ વવા માટે હવે જીવ સાચી શોધ કરે છે. આ એક એવી શોધ છે કે જીવને આત્માર્થી બનાવે છે.
સદ્ગુરુ શબ્દનો આત્મસિધ્ધિમાં વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે તેના ઉપર આપણે પૂર્વની ગાથાઓમાં ઘણો જ વિસ્તાર કરી અર્થ ગ્રહણ કર્યો છે. સ્વયં શાસ્ત્રકારે પણ સદ્ગુરુની વ્યાખ્યા આપી છે. એટલે અહીં વિસ્તાર ન કરતાં એટલું જ કહેશું કે જે પરમ અર્થ પીરસવાના અધિકારી છે, તેને અહીં સદ્ગુરુ તરીકે આત્માર્થ પ્રગટ કરવાના અધિકારી માન્યા છે અને, વિચારપૂર્વક સ્વયં અંતઃકરણથી ભાવના પ્રગટ કરી બધી રીતે શોધ કરી આવા સરુને શોધે છે અને યોગ પ્રાપ્ત કરે છે. આ યોગ પ્રાપ્ત કરવામાં બીજી કોઈ કામના નથી તેમ ત્રીજા પદમાં સ્પષ્ટ કર્યું છે. આવા સુંદર સંયોગથી, સુયોગ મળવાથી જીવ લાભાન્વિત થાય છે. તેવી નક્કર હકીકત પ્રગટ કરી છે.
આ સંસારમાં બધા પદાર્થો કે બધી વ્યકિતઓ એકબીજાનો યોગ પામી આંશિકરુપે પ્રભાવિત થતી હોય છે. યોગ એક સામાન્ય ક્રિયા છે. તેને વ્યવહાર ભાષામાં સંજોગ કહે છે. સામાન્ય સંજોગોમાં જીવ કયારેક ઊંડી રીતે અને કયારેક ઉપર છલ્લો પ્રભાવિત થતો હોય છે, પરંતુ આ બધા સંયોગ વિવેકપૂર્ણ થતાં નથી. વિવેક વિહિન કર્મજન્ય સંયોગ હોય છે અને તેમાં પણ જો જીવનો પાપ કર્મનો ઉદય હોય તો સુયોગથી ઘણો દૂર રહી જાય છે તેથી જયારે વિવેક જાગૃત થાય અને પુણ્યનો યોગ હોય ત્યારે જ જીવ સદ્ગુરુને શોધે છે, ઉત્તમ વ્યકિતના ચરણે જવાનો નિર્ણય કરે છે અને ઉત્તમ યોગ કેમ પ્રાપ્ત થાય તેનો વિવેક પણ કરે છે અસ્તુ.
આ બીજા પદમાં શોધે સગુરુ યોગ એમ કહીને જીવને પ્રેરિત કર્યો છે. તરસ્યા માણસે કૂવા પાસે જવું પડે છે. કૂવો તરસ્યા પાસે આવતો નથી. જેને સાધના કરવી છે તેણે સિધ્ધ સાધકની
:
૩૫૮ --