________________
શાસ્ત્રમાં અન્યથાનો પ્રયોગ કરેલ છે. મતની ભિન્નતા, મતની જુદાઈ, મતભેદ, બીજો નવો મત, અન્ય લોકોએ કહેલો મત, મતમાં અન્યના મતનો પ્રવેશ થયો હોય અથવા મતના ગણિતમાં કંટક' આવતો હોય છે. આ બધા શબ્દો મતાંતરના સૂચક છે.
અહીં આપણે પ્રથમ “મત' શબ્દનો અર્થ નિર્ધારિત કરવો રહ્યો. અહીં જે મત છે તે માન્ય કરેલો મત છે. જિનેશ્વરનો શાશ્વત માર્ગ, જેમાં પ્રરૂપાયેલ હોય, તેવો આધ્યત્મ સહિતનો મત, સાચા અર્થમાં મત છે. મતિ અને મત બને નજીકના શબ્દ છે. આપણે જે કાંઈ નિર્ધારિત કરીએ છીએ, તે બુધ્ધિ અર્થાત્ તે મતિના ક્ષેત્રમાં નિર્ધારિત થાય છે અને તેથી મતિના ક્ષેત્રમાં નિર્ધારિત થયેલી વાત તે “મા” છે. મતનો અર્થ દર્શન, સૂચિ, તત્ત્વજ્ઞાન, વિચારધારા, કોઈ એક ગ્રંથના આધારે કે કોઈ એક શાસ્ત્રના આધારે સ્થાપિત થયેલી માન્યતાઓ તે મતની જન્મદાતા છે. . મૂળ તો ભારતવર્ષમાં પ્રચલિત જે શાસ્ત્ર કે આગમો હતા જેમકે વેદ, જેનાગમ, બુધ્ધપિટક, ઈત્યાદિ દાર્શનિકધારાઓ, એવા પ્રતિભાસંપન્ન ઋષિ મહાત્મા દ્વારા પ્રસિધ્ધ થતી હતી. જેને સત્ દર્શન કહેવામાં આવે છે. આ ઉપરાંત, તે દર્શનના આધારે ભિન્ન ભિન્ન પ્રકારની અને ઘણી માન્યતા રૂ૫ ધારાઓ સ્થાપિત થયેલ અને જેમાંથી અલગ અલગ મતના આધારે ઘણા સંપ્રદાયોની સ્થાપના થઈ, કોઈ પણ ધારામાં અથવા કહો કે બધી ધારાઓ મુખ્યત્વે બે ભાગમાં પ્રવાહિત થયેલી છે. જ્ઞાનરૂપ આધ્યાત્મધારાઓ અને ક્રિયાકાંડરૂપ ક્રિયાત્મકધારાઓ.
હવે બને છે શું? એક ધારામાં સંસ્કાર દ્રઢ થયા પછી જીવ બીજું કશું સત્ય સમજવા માટે તૈયાર થતો નથી અને એક વર્તુળમાં બંધાઈને રહે છે. આવા વર્તુળથી ભિન્ન ભિન્ન પ્રકારના મતાગ્રહ જન્મે છે. અહીં આ બધા મતોની ગણના કરવાથી એક વિશાળ પંથ ઉભો થાય પરંતુ કવિરાજે બહુ જ સીફતથી એક શબ્દથી બધા આગ્રહી મતોનું નિરાકરણ કર્યું છે અને મતવાદથી દૂર રહી સદ્દગુરુનો આશ્રય કરી વિચારવા યોગ્ય નિત્યકર્મ માટે સ્પષ્ટ પ્રેરણા આપી છે. અહીં કોઈ સ્વમતની સ્થાપના કરી નથી, પરંતુ મતાંતર છોડવાની વાત કરી છે. અન્યથાઉકિતના ન્યાયે સ્વપક્ષનો સ્વીકાર કરી મતાંતરને છોડવાની વાત છે અને સ્વમત રૂપે કોઈ ખાસ વિશેષ સંપ્રદાયબુધ્ધિ રાખવામાં આવી નથી પરંતુ સહજ ભાવે જેમાં આત્માનું ચિંતન હોય તેવી ધારા સ્વીકારવા માટે સદ્ગુરુનો આશ્રય લેવાની આવશ્યકતા બતાવી છે.
મતાંતર કોઈ ખાસ વિશેષ તર્કયુકત વિચારધારા છે એમ સમજવાનું નથી. પરંતુ સાધારણ રીતે અજ્ઞાનના આશ્રયે અજ્ઞાનમૂલક વિચારોથી જે મત ઉત્પન્ન થયો હોય તેને મતાંતર કહી શકાય. ટૂંકમાં એ પણ કહેવાનો આશ્રય છે કે અધિક વાદવિવાદમાં ન જતા, જે બૌધિક તર્કકુતર્કનો આશ્રય લઈ, વાણી વિલાસ રહિત કરી, સરલભાવે, સદ્ગુરુએ કહેલ માર્ગને અનુસરવું તે મતાંતર છોડયો કહેવાય. જો પોતાની વાતને વળગી રહે અથવા મોહાત્મક સંસ્કારોને કારણે મતિ મુંઝાયેલી રહે તો તેવો જીવ મતાંતર છોડી શકતો નથી. અહીં ત્રીજા પદમાં જે આદરણીય કથન કર્યું છે, તેમાં એક સ્વસ્થ શરત રાખી છે. જ્યારે કોઈ લાકડા ઉપર રંધો લગાવી તેને સમતલ કરવું હોય તો તેમાં લાકડામાં લાગેલી ખીલીને પહેલા કાઢવી જરૂરી છે. જો ખીલી ન કાઢે તો લાકડાના ગુણધર્મ પ્રગટ ન થાય અને તે ખરબચડુ રહે. વસ્તુતઃ કોઈ પણ સારા કાર્યમાં એક બાધક તત્ત્વ હોય છે અને કેટલાક અનુકુળ કારણો પણ હોય છે. જેને દર્શનશાસ્ત્રમાં અનુયોગી અને પ્રતિયોગી કહેવામાં
mmmmmm..mum. 162 mma