________________
આવે છે. પ્રતિયોગીની ઉપસ્થિતિમાં કાર્ય અટકી જાય છે. એટલે કહ્યું છે કે
કારણ સામગ્રી ઉપસ્થિતે સતિ યોગ્ય પ્રતિયોગી અભાવને કાર્ય કારણ
પ્રતિયોગી અનભાવે કારણ સામગ્રી ન અર્થ-કારણી'' બધા કારણ હાજર હોવા છતાં જો પ્રતિયોગીનો અભાવ ન હોય તો કાર્ય થઈ શકતું નથી. માટે પ્રતિયોગીનો અભાવ બહુ જરૂરી છે.
અહીં ૧૪મી ગાથામાં જે કાંઈ આદરણીય ભાવો બતાવ્યા છે. તેમાં આ પ્રતિયોગીનો ખાસ ઉલ્લેખ કર્યો છે અને તે છે મતાંતર. મતાંતર મનમાં ઉભો થયો હોય અર્થાત્ વિપરીત કલ્પના ઘર કરીને બેઠી હોય તો ત્યાં સદ્ગુરુના કહેલા વચનોનું પારાયણ નિત્ય થવું અશકય છે. જેથી મતાંતરનો ત્યાગ કરીને જ ફરીને પ્રતિદિન પુણ્યના ફેલાયેલા માર્ગમાં અનુસરણ કરવાની આજ્ઞા આપવામાં આવી છે. મતાંતર એક પ્રકારનો કાંટો છે અને કાંટાનો ખટકારો હોય તો માણસ સુખપૂર્વક સૂઈ શકતો નથી. તેમ મતાંતરનો કાંટો હોય તો તે સહજાનંદ પ્રાપ્ત કરી શકતો નથી. આ પ્રશ્ન એ છે કે શું જ્ઞાન દષ્ટિથી મતાંતરના વિચારો મનમાં જ ઊભા રાખી અને સ્વયમ્ દ્રષ્ટારૂપ રહી ગુરુ આજ્ઞાનું પાલન કરે અથવા સન્માર્ગનો સંકલ્પ કરે, તો શું મતાંતર છોડવો જરૂરી છે ?
ઉત્તર : વસ્તુતઃ મતાંતર છોડાવાની જે વાત કરી છે તે કોઈ એવી વસ્તુ નથી કે જેને દૂર મૂકી શકાય. પરંતુ જ્ઞાતા દ્રષ્ટા બની મતાંતરની ઉપેક્ષા કરવી અથવા તેને મહત્ત્વ ન આપવું તે છોડી દેવા બરાબર જ છે. આત્મિકજ્ઞાનના આશ્રયે કોઈ પણ વસ્તુ છોડવાની વાત આવે ત્યારે તેને જ્ઞાનથી છૂટું પાડી, તેનું મહત્ત્વશૂન્ય કરી, ઉપેક્ષા કરર્વી તે છોડવાપણું છે. જ્ઞાનપૂર્વક છૂટે તે જ સાચો ત્યાગ છે. બાહ્યત્યાગને બહુ મહત્વ આપવામાં આવ્યું નથી. અહીં તો મતાંતરના ત્યાગની વાત છે. મનમાં રહેલો કોઈ પણ વિચાર છોડી શકાતો નથી, પરંતુ તેની ઉપેક્ષા થઈ શકે છે. ઉપેક્ષાથી છોડવાથી તેનું ક્રિયાત્મક સ્વરૂપ મરી જાય છે. અસ્તુ :
મતાંતરની આટલી લાંબી વ્યાખ્યા કર્યા પછી અને ચારેય પદો ઉપર ખંડ ખંડ કરી દષ્ટિપાત કર્યા પછી અખંડ ભાવે આ પદનો જે પ્રતિબોધ છે, તે ગ્રહણ કરી આગળ વધશું.
કોઈ પણ પ્રકારની આગ્રહ બુધ્ધિથી દૂર રહી શ્રધ્ધાપૂર્વક સગુરુએ જે કહ્યું છે તેનું અવગાહન કરી અને તેનો સાર ગ્રહણ કરી દ્રઢપણે અવલોકન કરી સત્ય પ્રતિજ્ઞા સાથે સ્વીકાર કરી રોજ રોજ અથવા પ્રત્યક્ષપણે તેનો વિચાર કરવો અને કોઈ પ્રકારની હઠાગ્રહ બુદ્ધિ ન રાખવી તથા પૂર્વમાં જે કંઈ કહ્યું છે અને અત્યારે જે કંઈ કહેવાય છે તે બન્નેનું, અથવા બન્નેમાંથી એક પણ સારી રીતે અમલમાં લાવવું અને પૂર્વમાં તેવા કોઈ અજ્ઞાનભાવે સ્વીકારેલા મત હોય અથવા આત્મજ્ઞાનથી વિપરીત દિશામાં લઈ જનાર વિચારો હોય, તેવા વિધેયાત્મક વિચારો રૂપી મતાંતરનો ત્યાગ કરી દ્રવ્યાદિક અવલંબનનું અવલોકન કરી, અખંડ ભાવે, અખંડ રીતે સ્પર્શ કરવા નિત્ય અભ્યાસ કરવો અને સદ્ગુરુએ કહેલું જે કંઈ નવનીત છે, તેના ઉપર પ્રતિબધ્ધ રીતે અવગાહન કરતા રહેવું, સાધક માટે પરમ આવશ્યક જ્ઞાનયોગ છે.
ઉપોદ્દાત : અહીં આપણે ૧૫મી ગાથાનું અવતરણ કરીએ છીએ. શાસ્ત્રકાર સ્વયં ૧૩મી ગાથામાં જે વાતનો ઉલ્લેખ કરી રહ્યા છે. તેનો અંશ પકડી તે જ વસ્તુનું વિસ્તારપૂવર્ક કથન કરવા
માણા ૧૯૩
"