SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુતઃ અધ્યાત્મનો સળંગ માર્ગ હકીકતમાં બાહ્ય કર્મોથી તેટલો દુષિત થતો નથી જેટલો પોતાની આંતરવૃત્તિથી દુષિત થાય છે. વિવેક ભરેલું જ્ઞાન હોય તો વૃત્તિનું પણ પરિવર્તન થઈ શકે છે. જ્ઞાનથી સહજવૃત્તિ પરિવર્તિત થઈ જાય છે. વૃત્તિનું અસ્તિત્ત્વ હોવા છતાં પણ તે હાનિકારક રહેતી નથી. વૃત્તિના સ્વરૂપને એટલે તેના સ્વભાવને ઓળખી લેવાથી તે વૃત્તિને આધારે બાહ્ય શુભાશુભ કર્મો થાય, છતાં માનસ પટલ ઉપર તેની બંધનકારક અસર થતી નથી. આ ઘણો મહત્ત્વપૂર્ણ સિધ્ધાંત છે. એક પ્રકારે ગીતામાં કહેલો કર્મયોગ પણ વૃત્તિના વિભાવથી વિમુકત રહી, ફળ અને તૃષ્ણાની આશા છોડી, બાહ્યકર્મો થતાં રહે, તો વૃત્તિનું સ્વરૂપ સમજણ ભરેલું છે એટલે સાધક ચેતીને ચાલે છે, વૃત્તિનું સ્વરૂપ ન ઓળખે તો ભૂલ ભરેલી દવા ખાવાથી રોગ મટવાને બદલે વધી જાય અને મિત્ર છે કે દુશમન, તેની પરીક્ષા કર્યા વિના વ્યવહાર કરવાથી કફળ આવે તેવી સ્થિતિ થાય. ગાથાના પહેલા પદમાં જ આ મુખ્ય ચેતવણી આપી છે કે જીવ વૃત્તિના સ્વરૂપને પારખે, જે વૃત્તિના સ્વરૂપને જાણતો નથી તે વિપરીતગામી છે તેમ કહ્યું છે. આખી ગાથા ધર્મના ક્ષેત્રમાં જે માનસિક દુષણો અસ્તિત્ત્વ ધરાવે છે અને મોક્ષમાર્ગ જેનાથી કલંકિત થાય છે, તેનો સ્પષ્ટ આભાસ આપ્યો છે. આટલું ટુંકુ વિવેચન કરીને આપણે ર૯મી ગાથામાં પ્રવેશ કરીએ. - ઉપોદ્ઘાતઃ ત્રીજી ગાથામાં કવિરાજે જે ભાવ વ્યકત કર્યા હતા, તે જ ભાવોને અહીં પુનઃ વિસ્તારરૂપે પ્રગટ કરી જ્ઞાનનો જે શત્રુ પક્ષ છે તેનું વિવરણ કરે છે. પોતે મહાન આધ્યાત્મિક ચિંતનકાર હોવાથી અને સમાજીક સમતુલા જાળવી રાખવા માટે યોગ્ય ન્યાય આપતા ગંભીરતાપૂર્વક તેમણે બન્ને પક્ષ પર ન્યાય દષ્ટિએ વિચાર કર્યો છે. ૨૭–૨૮ મી ગાથામાં એક પ્રકારની ક્રિયાજડતાનો જ આભાસ વ્રતાદિ છે અને વ્રતાદિના અભિમાનોથી સાધક બહિરંગ બની જાય છે. તે જ રીતે તાત્ત્વિક નિશ્ચયનયનું અવલંબન કરનારી કોરી વાતો કરી આત્મસંતુષ્ટી મેળવી સદાચાર અને વ્યવહારનો પરિચયન કરે, તો તે આત્મજ્ઞાનથી તો ભ્રષ્ટ થાય જ. પણ પુણ્યમાર્ગથી પણ ભ્રષ્ટ થાય. આમ બંને રીતે તે આત્મઘાતી બને, તેવા જીવ માટે અહીં ર૯મી ગાથામાં સ્પષ્ટ ચેતવણી છે. ગાથામાં જે નિશ્ચયનય શબ્દ મૂકયો છે તે એટલો બધો ગંભીર અને સૂક્ષ્મદષ્ટિ ધરાવે છે કે તેનું વિવેચન કર્યા પછી જ પાઠકને ખ્યાલ આવશે કે નયવાદ શું છે ? અને નિશ્ચયનય તથા વ્યવહારનય બુધ્ધિના બને ત્રાજુ કેવી રીતે સમતુલ રહેવા જોઈએ તે પણ એક મહત્ત્વપૂર્ણ શેય તત્ત્વ છે. અસ્તુ આ છે આ ગાથામાં નયવાદનું યથાસંભવ સ્પષ્ટીકરણ કરશું. અહીં રહેવાનું એટલું જ છે કે અધ્યાત્મના નામ પર શુષ્ક અને રહસ્યવાદી વાતો કરી તત્ત્વ અગમ્ય છે એમ કહી બધા સવ્યવહારો પણ આવશ્યક નથી તેવું મંતવ્ય ધરાવતા જીવો આત્મસિધ્ધિકારની દ્રષ્ટિમાં અત્યંત નિષ્કૃષ્ટ છે, અર્થાત્ અધઃપતિત છે. તે આત્મજ્ઞાનના પથપર ચાલવા માટે અયોગ્ય છે. પ્રથમ પક્ષ કરતા પણ આ બૌધ્ધિક શુષ્કપક્ષ વધારે ઘાતક છે. આખી ગાથા જે લોકો શાબ્દિક સાધના કરે છે અને ફકત શબ્દોથી જ ધર્મતંત્ર ચલાવે છે, તેમના ઉપર તીવ્ર કટાક્ષ કરે છે. આવા સવ્યવહારથી ભ્રષ્ટ થયેલા જીવો પુણ્ય સાધન પણ ગુમાવી બેસે છે. તે જીવો
SR No.005937
Book TitleAtmsiddhi Mahabhashya Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorJayantilalji Maharaj
PublisherShantaben Chimanlal Bakhda
Publication Year2009
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy