________________
કોઈપણ રીતે સાર્થક કાર્યથી પણ દૂર રહી જાય છે. સાધ્યની સાથે સાધનનું પણ મહત્ત્વ છે અને સાધક, સાધ્ય અને સાધન આ ત્રણેયનો સુમેળ સાધનાના માર્ગમાં આવશ્યક ગણાય છે. અહીં યોગ્ય સાધનથી જ યોગ્ય સિધ્ધિ થાય. તે દાર્શનિક સત્યપૂર્ણ સિધ્ધાંત છે તેનાથી પણ તે વંચિત રહી જાય છે. નિમિત્ત કારણને પણ દૂર કરી અને શુધ્ધ ઉપાદાનથી ભ્રષ્ટ થઈ, બન્ને રીતે કાર્યસિધ્ધિ ન કરવાથી આ આત્મા સાધ્ય અને સાધન બન્નેથી ભ્રષ્ટ થઈ જાય છે. આખી ગાથાનો સાર ઘણો જ મહત્ત્વપૂર્ણ છે. હવે આપણે તેના ઉપર વિચાર કરી ગાથાનું જે નવનીત છે તેને ગ્રહણ કરીએ.
. ૨૯૮