SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનહીનતાનું પરિણામ : અહીં કહેવું જોઈએ કે શાસ્ત્રકારે ફકત લૌકિક માન મેળવવા પૂરતો જ ઈરાદો કર્યા છે. પરંતુ ધર્મને નામે સામ્રાજય પણ સ્થપાય છે, મોટી સત્તા ને સંપત્તિ મેળવી શકાય છે. ન્યાય અન્યાયનો પ્રશ્ન કોરે મૂકીને અહંકારની અભિમાન ભરેલી ભૂમિકા ભજવાય છે, આ બધું પરમાર્થથી વંચિત સત્ય અને ન્યાયથી ભ્રષ્ટ થયેલા આત્માઓ આચરે છે, તેમની અંદર રહેલી વાસનારૂપી વૃત્તિઓ જેનું સ્વરૂપ તે ઓળખી શકયો નથી, તે વૃત્તિઓ પ્રચંડ વિકાસ પામીને અનર્થના ભાવો પેદા કરીને, મહાપાપના બંધન કરાવીને અંતે જીવને નરકગામી બનાવે છે. જીવે સ્વયં પોતાની જ વૃત્તિઓથી સાવધાન રહેવાની જરૂર છે. એ ‘લહયું સ્વરૂપ ન વૃત્તિનું', એ પદમાં શાસ્ત્રનો ભાવ પ્રગટ થાય છે. કોઈ દુશ્મન પણ જીવનું એટલું અહિત કરી શકતો નથી તેટલું તેની અંદર પ્રગટેલી પાપવૃત્તિ કરી શકે છે. શુભ વૃત્તિઓ સારી છે અને તે યોગનું પરિણમન સારું છે પરંતુ તે શુભ વૃત્તિઓ જ્ઞાનયુકત હોવી જોઈએ જ્ઞાન રહિત શુભ વૃત્તિઓ મોહાદિભાવોને જન્મ આપી પુનઃ બંધનનું નિમિત્ત બને છે. આખી ગાથા એક ચેતનારૂપ છે, ચેતવણી આપે તેવી છે. તેમાં જીવની દુર્નવસ્થાનું વર્ણન કર્યુ છે. ગ્રહણ કરવાની પરસ્પરની બે ક્રિયાનો યોગ બનાવી શાસ્ત્રકારે એક પ્રકારે કાવ્ય અલંકાર પ્રગટ કર્યા છે. જો કે બધી કડીઓ કે ગાથાઓમાં ઘણી જ પ્રાસાદિકતા છે, કાવ્યશકિતનું સંયોજન છે, તેમાં કવિત્ત્વભાવો ચમકે છે. તે દૃષ્ટિએ આ પદોને ઘણું જ મહત્ત્વ આપી શકાય તેમ છે. ગ્રહણ કરવા જેવું છે તેને ગ્રહણ કરતો નથી અને નથી ગ્રહણ કરવા જેવું તેને ગ્રહણ કરે છે. ગ્રહણશક્તિની અનુકુળ અને પ્રતિકૂળ બંને દિશાઓનું એક સાથે ભાન કરાવ્યું છે. વ્રતોનું આભિમાન ગ્રહણ કરવાનું ન હતું તે ગ્રહણ કર્યું અને પરમાર્થ ગ્રહણ કરવાનો હતો તેને ગ્રહણ ન કર્યા. જે દિશામાં જવાનું હતુ તેમાં ગયો નહીં અને વિપરીત દિશામાં ચાલ્યો. જેમ કોઈ સત્ય બોલતો નથી, તેમ અસત્ય પણ બોલતો નથી, એ એક પ્રકારે તેનો માધ્યસ્થ ભાવ છે. પરંતુ સત્ય બોલતો નથી, અને અસત્ય બોલે છે, તે બેવડી વિપરીત ક્રિયા કરે છે. અહીં શાસ્ત્રકારે આ મતાગ્રહીની બેવડી ક્રિયાનું આખ્યાન કર્યુ છે. ગ્રાહ્યને ગ્રહતો નથી અને અગ્રાહ્યુને ત્યજતો નથી અર્થાત્ અગ્રાહ્યને ગ્રહણ કરે છે. આમ પરસ્પર એક ક્રિયાના બે ભાવ પ્રગટ થવાથી ભાવાલંકાર બની જાય છે. ઉપસંહાર : વસ્તુતઃ શાસ્ત્રકારનું ઊંડુ સમાજદર્શન તો છે જ અને વર્તમાન વિપરીત પરિસ્થિતિનું પણ અધ્યયન છે. પોતાને ઉચ્ચકોટીનું અધ્યાત્મજ્ઞાન હોવાથી તેમને માટે સામાજિક દુષણ અને વર્તમાન વિપરીત પરિસ્થિતિ દુસહ્ય છે આખી ગાથામાં એક પ્રકારની ભાવ વેદના છે કે આવો રૂડો મનુષ્ય અવતાર, સુંદર મનોયોગ તેમજ નિર્મળ બૌધ્ધિક પ્રતિભા હોવા છતાં તે તેનો ઉપયોગ ન કરતાં આવી બદસ્થિતિનો શિકાર બની પોતાની શિતોઓને જાણે કલંકિત કરે છે. આ ત્રિખંડી ચેતવણી ઘણી જ વિચારણીય છે. પોતાના આંતરિક ભાવોને કે વૃત્તિઓના સ્વરૂપને ન સમજવું અને જે કાંઈ આરાધના છે તેને અભિમાનનું કારણ બનાવી પરમાર્થનો વિચાર છોડી લૌકિક માન મેળવવા લલચાય રહે છે, તેવી ઉચ્ચકોટિની વિષમતાનું નિવારણ કરવામાટે ચેતવણી આપી છે. ૨૯૬
SR No.005937
Book TitleAtmsiddhi Mahabhashya Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorJayantilalji Maharaj
PublisherShantaben Chimanlal Bakhda
Publication Year2009
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy