________________
કરવા દેતા નથી અને એ જ રીતે અશુભ કર્મોના ઉદયભાવો નાના પ્રકારના રાગ, દ્વેષ અને ચિંતાઓની જાળમાં જીવને ફસાવી રાખે છે. એટલે પરમ અર્થનું જ્ઞાન પણ થવા દેતા નથી. વાદળાં વ્યાપ્ત થવાથી જેમ સૂર્ય દેખાતો નથી, તેમ અહીં કર્મ પ્રભાવોના વાદળાં નીચે ઢંકાયેલો આત્મસૂર્ય દેખાતો નથી, એટલું જ નહીં તેની ઝાંખી પણ થતી નથી. અહીં પરમાત્માને ગ્રહણ કરવાની વાત લખી છે, તે મુખ્યત્વે પરમાર્થને જાણવાની કરી. એક વખત જ્ઞાનમાં પરમ અર્થનું જ્ઞાન કરે તો અંતે પરમાર્થ પ્રાપ્તિ થાય. પરમ અર્થને ગ્રહે જ નહીં તો તેની પ્રાપ્તિનો તો વિચાર જ કયાંથી થઈ શકે.
"અહો ! અહો ! અજ્ઞાન દશાએ કેવો ભટકયો જીવ !
પરમાર્થનું વમન કરીને સદા રહેતો પાપમાં લીન" અહો ! અહો ! આ કેવી અજ્ઞાન દશા ! પરમ શબ્દનો પૂર્વમાં વિસ્તારથી બોધ કરવામાં આવ્યો છે. પરમભાવ તે બધી તંદ્ર વૃત્તિ, શુભાશુભ, સુખદુઃખ, સારું-નરસુ ઈત્યાદિ જે ત ભાવો છે તે બધાથી મુકત થઈ સુખાતીત કે દુઃખાતીત, રસાતીત કે શબ્દાતીત એવા અતીત આત્યંતિક પારિણામિક ભાવમાં સ્થિર રહેલા પરમાત્મરૂપ આત્માના દર્શન કરે તે પરમાર્થ છે. પરમાર્થનો અર્થ સાક્ષાત પરમ અર્થ અને પરમાર્થ પ્રાપ્ત કરવાનો માર્ગ તે પણ પરમાર્થ છે. અહીં આ ગાથામાં આવા જીવ માટે પરમાર્થ સાક્ષાત્ ગ્રહણ કરવાની વાત તો સંભવતી નથી, પરંતુ પરમાર્થની વ્યાખ્યા કે તેનો માર્ગ પણ ગ્રહણ કરતો નથી. એકવાર પરમાર્થ વિશે સાંભળે, બોલે, વિચારે ત્યારે પરમાર્થ સાક્ષાત્ ગ્રહણ કરવાની વાત સંભવે. આ પરમાર્થનો માર્ગ પણ પરમાર્થ જેવો જ શુકલ છે જેમાં બધા મતાગ્રહનો ત્યાગ હોય છે, અહંકારનો ત્યાગ હોય છે, સરળતા અને નમ્રતાના ભાવો તરવરે છે, સાંપ્રદાયિક વ્યામોહથી મુકત છે, સત્ય સમજવાની તમન્ના છે, તે જ પરમાર્થના માર્ગે જઈ શકે છે. પરંતુ વ્રતાદિના અભિમાનથી ભરેલો, વેષભૂષાના અહંકારમાં ડૂબેલો, પોતાને સાધક કહી જ્ઞાનથી દૂર, અજ્ઞાનભાવમાં રમીને લૌકિક માન વધારે તેવો જીવ મતાર્થી તો બને જ છે, આત્મઘાતી પણ બને છે. સંસ્કૃતમાં તેને “આત્મહતા' કહેવાય છે. લૌકિક માન એટલા માટે કહ્યું છે કે જનતાનો વ્યામોહ છે એટલે કોઈ પણ આડંબરોથી તેના માનનો વધારો કરે છે. પરંતુ લોકોત્તર એવા જ્ઞાનીજનો આવા વ્યકિતનું માન વધારતા નથી. તેથી અહીં શાસ્ત્રકારે, લેવા લૌકિક માન' એમ લખ્યું છે. લૌકિક માન મેળવવાનો રસ્તો બહુ સરળ છે અને તેમાં મંત્ર-તંત્ર ઈત્યાદિ વાતોથી, નાના પ્રકારના પ્રયોગોથી સામાન્ય જીવોના દુઃખને મટાડવા માટે ઉપાય બતાવી પોતે તાંત્રિક કે સિધ્ધ છે તેવા શબ્દોનો પ્રયોગ કરી સહેજે લૌકિક માન મેળવે છે. આ છે આત્મવિરોધ ઉપરની ત્રિખંડી સૂચનાની ફળશ્રુતિ. અહીં લૌકિક માન બતાવ્યું છે તે ઉપલક્ષણથી બતાવ્યું છે, લૌકિક માનની સાથે સાથે બીજી બધી વિકૃતિનો પણ સમાવેશ થાય છે અને આ મતાગ્રહી જીવ પોતાની કામનાઓને પૂરી કરવા ધર્મ કે તપનો દુરુપયોગ કરી ફકત લૌકિક માન નહીં પણ બીજા પણ ભોગ ઉપભોગની પ્રાપ્તિ કરે છે. તેમની આખી સાધનાનો હેતુ લૌકિક અને વ્યાવહારિક ભોગાત્મક પદાર્થને પ્રાપ્ત કરવાની ભાવના હોય છે.
00: ૨૯૫