________________
ઉપકાર સ્વીકાર : અહીં ઉપકાર માનવામાં ઓળખ અને ઉપકાર બને સંયુકત રીતે જોડાયેલા છે. સાચી ઓળખ થતાં જ ઉપકારીના ગુણોનો ખ્યાલ આવે છે. આમ સદ્ગુરુના અને જિનેશ્વરના જે ઉપકારી ગુણો છે તે ઉપકારી ગુણોને સરળતા અને નમ્રતા, આ બન્ને ચારિત્રિક ગુણોના આધારે ઓળખે છે. જેમ મનુષ્ય બે આંખથી દશ્યનું નિરીક્ષણ કરે છે, તેમાં નમ્રતા અને સરળતા આ બને જીવાત્માની આંખ છે અને આ બન્ને આંખની દષ્ટિથી સદ્ગુરુની ઓળખ થતાં જીવ તેના પ્રત્યે નતમસ્તક બને છે. આ છે ઉપકાર સ્વીકૃતિની ભાવના. અહીં સિધ્ધિકારે એક મહત્વપૂર્ણ શબ્દ પણ મૂકયો છે. તે શબ્દ પણ ઘણો જ ચિંતનયુકત અને સહજ મહત્વપૂર્ણ છે. તે શબ્દ છે “સદ્ગુરુ સમ નહીં” અર્થાત્ સદ્ગુરુની સમાન બીજા કોઈ તેની બરાબર ઉપકારી નથી. તેનો અર્થ એવો થાય છે કે બીજા કોઈ વ્યકિત કે ગુરુ પછી તે શિક્ષાગુરુ, કુલગુરુ કે ધર્મગુરુ હોય તે પણ યથાસંભવ ઉપકારી છે એવો ધ્વનિ આમાંથી નીકળે છે. જેમ કોઈ કહે કે કસ્તુરી જેવી બીજી દવા ઉપકારી નથી. તો તેનો અર્થ એવો નથી કે કસ્તુરી સિવાયની બીજી દવાઓ જેરાપણ ઉપકારી નથી. અહીં સમ કે સમાન શબ્દ ઉપકારની માત્રાનો વાચક છે. અર્થાત્ સદ્ગુરુ સોળે આના ઉપકારી છે. તેનાથી વધારે બીજા કોઈ ઉપકારી ન હોય શકે. પરંતુ તેનાથી નીચે યથાસંભવ ઓછે–વત્તે અંશે બીજા ગુરુ કે વ્યકિત ઉપકારી બની શકે છે.
જેમ કે શિક્ષાગુરુએ અક્ષરજ્ઞાન આપ્યું જ ન હોય તો સદ્ગુરુનું ઊંચું પ્રવચન સમજી જ ન શકે. એ જ રીતે પરંપરાના ધર્મગુરુએ દેવ-ગુરુ-ધર્મની ધારણા ન કરાવી હોય તો તેવો જીવ સદ્ગુરુની સેવાને યોગ્ય બનતો નથી. આ રીતે કુલગુરુ પણ આચાર વિચારની મર્યાદાના સંસ્કાર આપે છે. આવા સાત્ત્વિક આચારવાળા જીવો સદ્ગુરુના કૃપાભાજન બને છે. એટલે જ અહીં “સમ' શબ્દ વાપર્યો છે. સદ્ગુરુ સમાન કોઈ ઉપકારી નથી, તે વાત બરાબર છે. પરંતુ સદ્ગુરુ સિવાયના ગુરુઓ ઓછે વત્તે અંશે ઉપકારી છે, તે વાત આ વાકયથી સ્પષ્ટ થાય છે. માટે સમ શબ્દ સમજીને મૂકવામાં આવ્યો છે. જેમ કોઈ કહે કે સોનાની સમાન બરાબર કોઈ ચીજ કિંમતી નથી. તેનો અર્થ એવો નથી કે બાકીની બધી વસ્તુ કિંમત વગરની છે. તેનો અર્થ એટલો જ છે કે બીજી ધાતુઓ સોનાથી વધુ મૂલ્યવાન નથી, પરંતુ સોનું પોતાનું એક સ્વતંત્ર મૂલ્ય ધરાવે છે. તેમ સંસારમાં અન્ય ગુરુઓ કે ઉપકારી જીવો ઓછાવત્તા અંશે ઉપકારી છે. આમાં માતા-પિતા કે પરિવારના વડિલ વ્યકિતનો પણ સમાવેશ થાય છે. તે બધાનો પણ જીવ ઉપર થોડો ઘણો ઉપકાર છે અને આવો જીવ જ સદ્ગુરુ સમાન કોઈ ઉપકારી નથી એવું લક્ષ પ્રાપ્ત કરે છે. ટૂંકમાં કહેવાનું છે કે સમ શબ્દ ઘણો જ સાપેક્ષ અને પરોક્ષ અર્થનો પણ વાચક છે. પ્રત્યક્ષ સદ્ગુરુ તોં ઉપકારી છે જ, પરંતુ અન્ય પણ જેઓ જીવના વિકાસમાં નિમિત્ત બન્યા છે, તે પણ બધા ઉપકાર યોગ્ય છે અને એ લક્ષ ભૂલવાથી પ્રત્યક્ષ અને પરોક્ષ વસ્તુતઃ ઉપકાર તો એક જ છે. પરંતુ વિવક્ષા કરવાનું કારણ એ છે કે મનુષ્યબુધ્ધિ કે મનુષ્યનો સામાન્ય પ્રશ્ન એ હોય છે કે જે કાંઈ વર્તમાનકાળમાં સિધ્ધાંત રૂપે સમજાવવામાં આવે છે તેનો ભૂતકાલિન આધાર શું છે ? કોઈપણ વસ્તુનો સાચો ભૂતકાળ વર્તમાનકાળને પુષ્ટ કરે છે. અહીં પણ દર્શનશાસ્ત્રમાં પરોક્ષ પ્રમાણને પ્રત્યક્ષ પ્રમાણ પુષ્ટ કરે છે. જ્યારે અહીં ભૂતકાલિન ઉપકાર વર્તમાનકાળના ઉપકારને પુષ્ટ કરે છે. જે તત્ત્વ કે સિધ્ધાંત ભૂતકાળમાં પરંપરામાં સનાતન રૂપે સ્થાપિત થયેલો હોય તે શાશ્વત
વન ના રસ નાકા પાસ ના કામની વાત 111 નામ
:
ક ૧૭૦ -