________________
પ્રતિપતિનું પ્રતિબિંબ
સ્વ. રપ
પરંભાઇ?
બાખડી
RIકવન બી
મનલાલ
1 GDISI
પરમ ઉપકારી ગુરુ, ગોંડલગચ્છ શિરોમણી, પરમ દાર્શનિક, નેત્રજ્યોતિ પ્રદાતા, પૂર્વભારત ઉધ્ધારક, પૂજ્યવર શ્રી જયંતિલાલજી મ.સા.એ આપણા પર અનંત ઉપકાર કરીને, અમારા માતુશ્રી તપસ્વી શાંતાબેન બાખડાની અંતરની મનોભાવના તથા અમારા પરિવારની વિનંતીને માન્ય રાખીને, સમસ્ત જીવોના કલ્યાણ અર્થે પોતાની જ્ઞાનધારા રૂપી વિપુલ ઝરણું વહાવીને સમસ્ત જનસમુદાય સહેલાઇથી સમજી શકે તેવી ગંભીર ભાષામાં અલૌકિક રીતે શ્રી આત્મસિદ્ધિનું વિવેચન આલેખિત કર્યું છે. તેમને અમારા કોટિ કોટિ વંદન...
આ કામમાં શ્રી પ્રવીણભાઇ મહેતાએ અમને પરમ અર્થમાં માર્ગદર્શન આપી, સાચી સમજણ આપી અમારા પર ખૂબ ખૂબ ઉપકાર કર્યો છે. તેમનું અમારા પર જે ઋણ છે તે કોઇ પણ હિસાબે ચૂકવી શકાય તેમ નથી. માત્ર ભક્તિભાવે તેઓશ્રીને પણ વંદન કરું છું. - આ આત્મસિધ્ધિ મહાભાગના લેખન કાર્યમાં શ્રીમતી નીરૂબેન પીપલીયા, શ્રીમતી રેણુકાબેન પોપટાણી તથા શ્રી રમેશભાઇ બાખડાએ પોતાનો અમૂલ્ય સમય ફાળવીને સહયોગ આપ્યો છે. તે સહુનો ખૂબ ખૂબ આભાર...
સહુથી વિશેષ ઉપકાર એ છે કે ડો. આરતીબાઇ મહાસતીજીએ આ ગ્રંથનું પુનર્વાચન કરી, ભૂલો સુધારી શુદ્ધિકરણ કર્યું છે. ખરેખર ! તેઓએ મોટો ઉપકાર કર્યો. - પૂ. ગુરુદેવે આ ગ્રંથના પ્રકાશન માટે અમોને ભાવપૂર્વક સ્વીકૃતિ આપીને અમોને ધન્યાતિધન્ય બનાવ્યા છે. આ મહાભાગની અધુરી ગાથાઓ પૂ. ગુરુદેવ શીધ્રતઃ પૂરી કરાવે અને તેનો લાભ પણ અમોને મળે તેવી ભાવના પ્રગટ કરું છું.
આ ઉપરાંત ગાંડલ સંપ્રદાય વરિષ્ઠા પૂ. ગુલાબબાઈ મહાસતીજી આદિ ઠાણા તેમજ પૂ. મૂકત લીલમ ગુરુણીમૈયા ના સુશિષ્યા પૂ. પુષ્પાબાઈ મહાસતીજીએ આ શુદ્ધિકરણમાં સહયોગ આપેલ છે. તે બદલ તેમનો પણ ઋણ સ્વીકાર કરીએ છીએ.
: આવાયક અંગુલી નિર્દેશક આ મહાભાષ્ય સામાન્ય જિજ્ઞાસુ ભાઇઓ-બહેનોને માટે દુર્બોધ્ય છે પરંતુ ઊંડા અભ્યાસી માટે તથા અભ્યાસ કરનાર, ભણનાર, ભણાવનાર માટે અધ્યયનયુકત હોવાથી અત્યંત ઉપકારી છે.
- શાંતાબેન ચીમનલાલ બાખડા પરિવાર, કલકત્તા.