________________
અસ્તિત્વ પામી વિલય પામે છે અથવા ખીલેલા ફૂલો કરમાય છે, તેમ પરિપકવ થયા ન હોય તેવા વિચાર આભાસ માત્ર બની પુનઃ લય થઈ જાય છે, તેથી તેનું સિંચન કરવું, તે સંસ્કારને મજબૂત કરવા વારંવાર તેમાં રમણ કરવું, તે સાધના માર્ગમાં પરમ આવશ્યક છે. એટલા માટે જ ભારતીય બધી ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્કૃતિઓમાં નિત્યકર્મનો ક્રમ ગોઠવાયેલો છે અને નિત્ય કરવાની ક્રિયાઓ બહુ જરૂરી બતાવી છે. વિચાર માત્ર સ્થિર થઈ શકતા નથી, જ્યાં સુધી તેમાં પ્રબળ સંસ્કારનું સિંચન ન થાય. અસ્તુ.. આ વાત જગ જાહેર છે. એટલે અધિક ન કહેતા આ મહત્વપૂર્ણ વાતનો ઉલ્લેખ કર્યો છે. જેને ન્યાય પ્રમાણે આ વિષય ઉપર પણ ચૌભંગી છે. - (૧) અસ્થિરઃ સ્થિર (૨) અસ્થિર છે : સ્થિર નથી (૩) અસ્થિર હોવા છતાં તેને સ્થિર કહયા છે. સ્થિરને અસ્થિર કરી મૂકે છે. (૪) અસ્થિર છે અને અસ્થિર થઈ જાય છે. આ ચૌભંગીનો અર્થ એ છે કે વિચાર માત્ર અસ્થિર પણ હોય શકે અને સ્થિર પણ થઈ શકે. (૧) સંસ્કારના અભાવે અસ્થિર (ર) સંસ્કારના સિંચનથી સ્થિર (૩) પૂર્વના પુણ્યથી સહજ સ્થિર (૪) પાપ કર્મ ઉદયથી સિંચન કરવા છતાં અસ્થિર.
આ બધી પ્રક્રિયાઓ બૌધિક વિચાર સાથે સંબંધ ધરાવે છે.
આ ૧૪મી ગાથામાં ગુરુદેવે મુખ્ય ઈશારો કરી નિત્ય વિચારવાની વાત કરી છે આત્મ તત્ત્વ વિષે જે કંઈ સમજાવ્યું, વાંચ્યું અને ધારણા કરી, તેને દ્રઢપણે સ્થાપિત કરવામાં નિત્ય વિચારણા કરવાની ભલામણ કરી છે. તે પ્રમાણે નિત્યકર્મ પણ બતાવ્યું છે. સાચું કહો તો આ એક પ્રકારની નિત્યક્રિયા છે, નિત્યનિયમ છે, કારણ કે આત્મજ્ઞાન સાંભળ્યા પછી સાધક સંસારથી નિર્મોહ બને તો તેને કરવાનું શું છે? તેને નિત્ય અવકાશ મેળવી આત્મતત્ત્વની વિચારણા કરવી, તત્ત્વચર્ચા કરવી, આત્મતત્ત્વને વિચારવા અને વાગોળવા, ફરી ફરીને મનોયોગ તેમજ સ્થાપિત કરવો, તે પરમ આવશ્યક છે. “અથવા” શબ્દથી આ નિત્યક્રિયાનો સ્પષ્ટ ઉલ્લેખ થયો છે. ૧૩મી ગાથામાં જે બીજ વાવ્યા છે, તેને ૧૪મી ગાથામાં પોષણ કરી, અંકુરિત કરી, તેને ઉછેરવાની વાત છે. .
આ બન્ને યોગ પરસ્પર એટલા બધા સંબંધિત છે કે તેની એક કડી તૂટે તો ઘણો પુરુષાર્થ વ્યર્થ જાય તેવો સંભવ છે. આવી ઉપરની ચૌભંગી આ પ્રમાણે છે.
(૧) વાવ્યા છે : ઉછેર પણ છે. (૨) વાવ્યા છે : પણ ઉછેર નથી (૩) બીજ વાવ્યા વિના સિંચનની વ્યર્થ ક્રિયા
(૪) વાવ્યા પણ નથી : ઉછેર પણ નથી. અભાવ ક્રિયા. આ રીતે બન્ને પક્ષનો વિચાર કરી જે ભંગ સર્વ શ્રેષ્ઠ છે, તે આ પ્રમાણે છે આત્માના અસ્તિત્ત્વના બીજ મનમાં વાવવા અને ત્યારબાદ ઉચિત રીતે તેનો ઉછેર કરવો. ૧૩મી અને ૧૪મી બને ગાથામાં વ્યવસ્થિત રીતે આ ઉપદેશ પ્રગટ કર્યો છે. અસ્તુઃ
વિકાસના બીજ : આપણે આગળ કહી ગયા તેમ “ગુરુ” શબ્દ આત્મસિધ્ધિનો આધાર સ્થંભ છે, જેથી બરાબર સદ્ગુરુ શબ્દનું ઉચ્ચારણ થઈ રહ્યું છે. “સદ્ગુરુ' શબ્દ એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કે તેમાં જ્ઞાનયોગ અને ભકિતયોગ બને સાથે પ્રદર્શિત થાય છે. સદ્ગુરુ તે જ્ઞાનના ભંડાર છે. તેથી સાધકને જ્ઞાનતત્ત્વ અર્પણ કરે છે. સાધક માટે તે પરમશ્રધ્ધાને પાત્ર છે. જેથી
૧૮૮L