________________
વ્યકિતમાં ભાવ પૂરા થયેલા છે, તે વિભૂતિ સરુ કહેવાય છે.
વિશેષ વાત : “શાસ્ત્ર' શબ્દની વ્યાખ્યા : આ ગાથામાં નિરૂપક જે શાસ્ત્ર' એમ કહીને વાકય અધ્યાહાર મૂકેલું છે. “આત્માદિ નિરૂપકના જે શાસ્ત્ર” એમ કહ્યા પછી કવિ અટકી ગયા છે પરંતુ આખી ગાથાનું નિરીક્ષણ કર્યા પછી અધ્યાસ એ નીકળે છે કે આવા શાસ્ત્ર હાજર ન હોય, જોવામાં ન આવ્યા હોય, અથવા જોવા ન મળ્યા હોય અથવા તેની સમજણ ન હોય, તે શાસ્ત્રના તત્ત્વોને પીરસનાર ન હોય તો, આ જ્ઞાન શાસ્ત્રમાં જ સંચિત રહે છે. ત્યારબાદ બીજા પદમાં “સદ્ગુરુનો યોગ નહીં' એમ કહેવામાં આવ્યું છે. અર્થાત્ સદ્ગુરુની અનુપસ્થિતિ હોવાથી નિરૂપક શાસ્ત્રની વ્યાખ્યા અપૂર્ણ રહી જાય છે, કારણ કે આવા સદ્ગુરુ આવા નિરૂપક શાસ્ત્રને સમજાવે અથવા સ્વયમ્ પોતે પ્રત્યક્ષ તેનું ભાન કરાવે છે. પરંતુ અહીં યોગીરાજ કહે છે કે આવા સગુનો યોગ ન હોય તો આ જ્ઞાનનો આધાર કોણ ? અર્થાત્ આત્મજ્ઞાન કોણ આપી શકે ? ચોથા પદમાં સ્વયમ્ જવાબ આપે છે કે કોઈ સુપાત્ર યોગ્ય વ્યકિત જ, સાધકને માટે આધારરૂપ બની શકે છે. પદમાં પણ “આધાર શબ્દનો પ્રયોગ કર્યો છે. અહીં સુપાત્ર શબ્દનો પ્રયોગ કર્યો છે. પાત્રતા એટલે યોગ્યતા. પાત્રતા એટલે સાધના, પાત્રતા એટલે જેનામાં પચાવવાની શકિત છે. પાત્રતા એટલે જે જીરવી શકે છે. તેવા વ્યકિતને પાત્ર વ્યકિત કહી શકાય છે. પાત્ર વ્યકિત બધી પાત્રતા હોવા છતાં વિશ્વસનીય ન હોય તો તે સુપાત્ર નથી. આ તો આત્મજ્ઞાનની વાત છે જ્યાં સૈકાલિક નિર્ણય કરી સમ્યગદર્શનના ઉપાયોને કહેવાનું છે ત્યાં સાધારણ પાત્રનું કોઈ ગજુ નથી એટલે તે સુપાત્ર હોય તો જ સુંદર રીતે ગ્રંથીનો ઉકેલ કરી, પોતે જે પામ્યા છે, તે બીજાને પમાડી શકે છે.
અહીં “આધાર સુપાત્ર' કહીને બેવડા અર્થમાં આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેઓ જ્ઞાનને પાત્ર હોય, જ્ઞાન મેળવવાને યોગ્ય હોય, તે જ્ઞાનનો આધાર બની શકે છે. આમ સાધકને માટે પણ સુપાત્ર શબ્દ લાગું પડે છે જ્યારે બીજો અર્થ આ તત્ત્વજ્ઞાનને પીરસવા માટે કોઈ સુપાત્ર મહાપુરુષ આધારભૂત છે. અર્થાત્ સાધનાનાક્ષેત્રે અવલંબન કરવાને યોગ્ય છે. આ રીતે સુપાત્ર શબ્દ અને આધાર શબ્દ બને મહત્વપૂર્ણ છે.
આપણે આખી ગાથાનો ખંડ ખંડ અર્થ કર્યા પછી, બધા શબ્દોનો વિચ્છેદ કરી, પદ વિચ્છેદની રીતે વિચારણા કરી અર્થ પ્રસ્તુત કર્યા છે. હવે સળંગ રીતે આખી ગાથાનો અર્થ વિચારીશું.
પૂર્વમાં કહ્યા પ્રમાણે ૧૨મી ગાથા પૂર્ણ થયા પછી મુખ્ય વિષયાંતર થયું છે અને પૂર્વ ભૂમિકા રૂપે વિચારો વ્યકત કર્યા પછી હવે કૃપાળુ દેવ સિધ્ધાંતની સ્થાપના કરવા માટે તત્પર થયા છે.
અહીં મુખ્ય સિધ્ધાંત આત્માના અસ્તિત્ત્વનો છે. અર્થાતું અસ્તિત્ત્વ સિધ્ધાંતને આધાર માની તેઓએ પોતે વ્યાખ્યાન શરુ કર્યું છે અને આ અસ્તિત્વને પ્રગટ કરનાર પણ મુખ્ય આધાર છે: ૧. શાસ્ત્ર ૨. સદ્ગુરુ ૩. સુપાત્ર.
આ ત્રણ અવલંબનને વિચાર્યા પછી તેઓ શાસ્ત્ર હોવા છતાં શાસ્ત્રમુખ છે અને તેનો ભાવાર્થ ગૂઢ છે, તે રીતે બીજુ અવલંબન પ્રત્યક્ષ સદ્ગુરુ યોગનો અભાવ બતાવે છે. બન્ને અવલંબનની ઉપસ્થિતિ ન હોવાથી ત્રીજુ અવલંબન સુપાત્ર આધારરૂપ માને છે. આખી ગાથાનો
૧૮૫