________________
ફૂટે છે અને વિસ્તાર પામી પોતાના ગુણધર્મથી સૌને પ્રભાવિત કરે છે. એ જ રીતે સાહિત્યખંડ હજારો અર્થથી ભરપૂર હોવાથી તેનો વિસ્તાર થાય છે. હજારો માણસો તેનો પાઠ કરે છે અને ઘટ ઘટમાં તે અંકિત થાય છે. આ છે વિસ્તાર.
પરિણામ : સારી વસ્તુનું પરિણામ સારું જ હોય. ઘણી વખત એવું બને કે સારી વસ્તુ કુપાત્રના હાથમાં આવે તો માઠું પરિણામ પણ આવે, પરંતુ તેમાં સારી વસ્તુનો દોષ નથી. પરંતુ કુપાત્રતાનો દોષ છે. જેમ ગંદા વાસણમાં દૂધ ભરે, તો દૂધનો દોષ નથી, પણ વાસણની અસ્વચ્છતાનો દોષ છે. સામાન્ય સિધ્ધાંત એ છે કે સારી વસ્તુનું સારું પરિણામ આવે, સારી ભાવનાનું સુફળ આવે. એ રીતે અહીં આ સાહિત્યખંડ સારી ભાવનાથી ઉત્તમ રીતે કહેવાયેલો છે. મિથ્યાત્વનું વમન થાય તેવું તેનું સુપરિણામ આવે તે સમજી શકાય તેવી ગણના છે. આમ આ દશેય ગાથાનો સાહિત્યખંડ ચારેય અંશથી ભરપૂર હોવાના કારણે અતિ ઉત્તમ શબ્દોમાં પ્રગટ થયો છે. વકતા તો ધન્ય છે જ, પરંતુ શ્રોતાઓ પણ ધન્ય ધન્ય થઈ જાય તેવી વાત છે.
નવો વિષય આરંભ થતાં જાણે અશુભમાંથી શુભમાં પ્રવેશ થતો હોય તેવા આનંદનો આભાસ થાય છે. આ છે આત્માર્થનો પ્રકાશ. હકીકતમાં તો બન્ને પક્ષમાં અર્થાતુ મતાર્થ અને આત્માર્થમાં જ્ઞાનનો જ ઉપદેશ છે. મતાર્થમાં હેય તત્ત્વોની વાત કરી છે, જયારે અહીં આત્માર્થમાં ોય અને આદેય બને અંશનો પ્રભાવ સ્પષ્ટ થશે. જો કે ૉય તો બધુ હોય છે પરંતુ હેય છે, તે જાણીને છોડવાનું છે. જયારે આદેય છે, તે જાણીને આદરવાનું છે. આદેયને ઉપાદેય પણ કહે છે. શાસ્ત્રકારે સ્વયં આ વાતનો સ્પષ્ટ ખુલાસો કર્યો છે અને ૩૩મી ગાથાના ઉત્તરાર્ધમાં આત્માર્થના લક્ષણ કહેવાનું પ્રકરણ શરું થશે તેમ કહેવાયું છે. અસ્તુ
આત્મા તે કોઈ એક વ્યકિત વિશેષ માટે નથી, કે કોઈ ખંડ કે અંશ માટે નથી. પરંતુ સમગ્ર જીવતત્ત્વને આવરી લેતો એવો પરમ અર્થ છે. જયાં સુધી પુણ્યનો ઉદય ન થાય ત્યાં સુધી આવા ઉત્તમ લક્ષણ બધા જીવોમાં પ્રગટ થતાં નથી. પ્રધાનપણે મનુષ્ય જાતિને અને ખાસ કરીને જેઓ અહિંસક ક્ષેત્રમાં આવ્યા છે, જેણે કેટલીક ભૂમિકાઓ પાર કરી છે તેમાં આ આત્માર્થના લક્ષણો પ્રગટ થાય છે, અને પ્રગટ થયા ન હોય તો આવા લક્ષણોને પ્રગટ કરવાની આ કવિતામાં પ્રેરણા અપાયેલી છે. ૩૩મી ગાથા નવા પ્રકરણના આરંભનું એક પ્રકારે શીર્ષક છે.
ઉપોદ્દાત : આ ગાથાના પ્રારંભમાં સાચા ગુરુને ઓળખવા માટે સ્પષ્ટ પ્રેરણા આપી છે. આત્મા શું છે તે શાસ્ત્રકાર સ્વયં કહેશે પરંતુ જયાંથી આત્માર્થનો લાભ થાય એમ છે તેવા આત્માર્થી ગુરુને પ્રથમ જાણી લેવા જોઈએ અને ગુરુની સત્યતા એ જ ગુરુપદની શોભા છે. જેમ કોઈ અલંકાર ખરીદનાર સારી ઈમાનદાર પેઢીમાં જાય અને વેપારી સાચો હોય તો સાચા અલંકાર મળે. અલંકાર લીધા પહેલા પેઢીની ઈમાનદારી એ ગ્રાહક માટે અત્યંત ઉપકારી છે. આ તો જિનેશ્વરની ધિકતી ઈમાનદારીની પેઢી છે અને તે પેઢી ઉપર બેઠેલા સત્યથી ભરપૂર એવા ગુરુ ઉત્તમ જ્ઞાનનો, આત્માર્થનો કે પરમાર્થનો વ્યાપાર કરે છે. આવી પેઢી ઉપર સાધકે પહોંચી જવાની જરૂર છે. કોઈ એવી પેઢી ન હોવી જોઈએ જયાં બાપદાદાની મિલકતનો જ વેપાર ચાલતો હોય અને જયાં બરાબર ઠગાઈ થતી હોય તે પેઢીને કુલ પરંપરાની દ્રષ્ટિએ સાચી માની લે તો
હાલ : ૩૨૮