________________
હકીકતમાં તે ભૂલ છે અને ત્યાં ઠગાવાનું છે. આ જ ભૂમિકા ઉપર આ ૩૪ મી ગાથા પ્રથમ ઘટસ્ફોટ કરે છે કે સાચા ગુરુ કોણ છે? સાચા મુનિ કોણ છે? અથવા મુનિ પણ શું છે ? ખરા અર્થમાં સાધુતા શું છે તે ઉપર પ્રકાશની રેખા પાથરી છે અને પરીક્ષા કરવા માટે અથવા જાણવા માટે પ્રથમ લક્ષણો મૂકયા છે કે આત્મજ્ઞાન ત્યાં જ મુનિપણું છે અને ત્યારબાદ ગાથાનો આગળ નો વિસ્તાર થાય છે. આખી ગાથા પરંપરાની ખોટી પધ્ધતિથી વિમુકત થઈ અથવા કુળ પરંપરાનો આગ્રહ ન રાખી સાચા ગુરુને ઓળખવાની પ્રેરણા આપે છે. અસ્તુઃ ૩૪મી ગાથાનો સ્પર્શ કરીએ.
&&&&; ૩૨૯ ass