________________
ગાથા-૩૪
'આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; 'બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોયા
કહેવામાં આવ્યું છે કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું આ બન્ને શબ્દ ખૂબ જ લઢાયા છે. પૂર્વના પદોમાં આત્મજ્ઞાન, આત્માર્થ, પરમાર્થ, આદિ ભાવોનો ઘણો નિર્દેશ થયો છે. જયારે આ ગાથામાં મુનિપણું એ શબ્દ પ્રથમવાર આવ્યો છે.
આત્મજ્ઞાન ત્યાં નિપણું” : અહીં બંને ભાવોનું સાહચર્ય નિશ્ચિત કર્યું છે અને એક પ્રકારની નિશ્ચયાત્મક વ્યાપ્તિ પણ બતાવી છે. દર્શનશાસ્ત્ર અનુસાર જયાં જયાં આત્મજ્ઞાન હોય ત્યાં ત્યાં મુનિપણું સંભવે છે. આમ હેતુના દર્શનથી સાધ્યનું દર્શન થાય છે. દર્શનશાસ્ત્રમાં અનુમાન પધ્ધતિનો નિયમ એવો છે કે સાધન એટલે હેતુની ઉપસ્થિતિમાં સાધ્ય હોવું જ જોઈએ અને સાધ્યનો જયાં અભાવ હોય ત્યાં હેતુનો પણ અભાવ હોય. આમ વિધિ અને નિષેધ વ્યાપ્તિ પરિપૂર્ણ થાય છે. અસ્તુઃ
અહીં વ્યાપ્તિનો એક પક્ષ ગ્રહણ કર્યો છે અને કહ્યું છે કે જયાં આત્મજ્ઞાન હોય ત્યાં જ મુનિપણું હોય. આમ આત્મજ્ઞાનને સાધનરૂપ ગ્રહણ કરી મુનિપણું તે સાધ્ય છે તેવો ભાવ પ્રદર્શિત થયો છે, પરંતુ શાસ્ત્રકારનું હૃદય અથવા કાવ્યનો પરમાર્થ એ છે કે આત્મજ્ઞાનના અસ્તિત્વમાં જ મુનિભાવનું અસ્તિત્ત્વ છે. આ રીતે વ્યાપ્તિ કરીએ તો મુનિપણાની હાજરીથી જ આત્મજ્ઞાનીનું અસ્તિત્ત્વ જણાય છે અને હકીકતમાં મુનિપણું તે આત્મજ્ઞાનનો જ એક સ્પષ્ટ પ્રદર્શિત થયેલો ભાવ છે. મુનિપણામાં બીજા કેટલાંક ત્યાગના વ્રત-નિયમો જોડાયેલા છે. જયારે આત્મજ્ઞાન એ જ્ઞાનાત્મક છે મુનિપણું તે જ્ઞાન સંયુકત ક્રિયાત્મકભાવ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જો આ જ્ઞાનાત્મક તત્ત્વોનો અભાવ હોય તો બાકીના ક્રિયાત્મક તત્ત્વો મુનિપણામાં સ્થાન પામી શકતા નથી. અર્થાત્ તે મુનિવ્રત જ નથી. મુનિ પણું કહેવાનો અર્થ એ છે કે મુનિના સમગ્ર સામાન્ય ગુણો જે દ્રશ્ય છે અને ભાવાત્મક પણ છે, પરંતુ આ ભાવાત્મક અંશમાં જ્ઞાનાત્મક અંશ ન હોય તો બાકીનું બધું સાર્થક નથી. અર્થાત્ મુનિપણું નથી. આત્મજ્ઞાન તે સૌભાગ્યનું તિલક છે. રાજાનો રાજમુગટ છે. નથની વગરનું નાક શોભારૂપ નથી અને મીઠા વગરની રસોઈ એ રસોઈ બનતી નથી તેમ આત્મજ્ઞાન રહિતની ક્રિયાઓ નીરસ, નિર્ગુણ, અર્થહીન અને નિષ્ફળ થતી હોય છે. તેથી બાહ્યમાં મુનિભાવો હોવા છતાં તેમાં મુનિ પણાનો ગુણ નથી. સાકર જેવો ધોળો પદાર્થ સાકર જેવો દેખાય છે. પરંતુ તેમાં મીઠો રસ ન હોવાથી તે સાકર નથી. તેમ આત્મજ્ઞાન વિહીન બધા ધોળા પથ્થરાઓ મુનિરૂપ સાકર બનતા નથી. કહેવાનો આશય એ છે કે આત્મજ્ઞાન તે મુનિના પ્રાણ છે.
હવે આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ આ વ્યાપ્તિનો વિચાર કરીએ. આત્મજ્ઞાન તે આધેય છે અને મુનિ તે આધાર છે પરંતુ દાર્શનિક દ્રષ્ટિએ આધેયની પ્રધાનતા હોય તો તે આધારને પણ