________________
અહીં એક આપણે રમુજી ઉદાહરણ આપશું. એક અધ્યાપક જેને ઘણું જનરલ નોલેજ હતું અને વિશાળ વાંચન હતું. આ અધ્યાપકજીએ ઈશ્વર વિશે ઘણા પુસ્તકો વાંચ્યા હતા. તે એક મહાત્મા પાસે ગયા. મહાત્માજી ઉચ્ચ કોટિના સાધક હતા. અધ્યાપક મહોદયે ગુરુજીને પ્રણામ કરી કહ્યું કે ભગવંત મને ઈશ્વર વિશે ઘણું જાણપણું છે. તે હું આપની સામે રાખીશ અને આપનો અભિપ્રાય લેવા માંગું છું કે મારું જ્ઞાનં બરાબર છે કે કેમ ? મહાત્માજીએ કહ્યું કે કહો. અધ્યાપકજીએ ઘણાં ગ્રંથોના, તત્ત્વજ્ઞાનના, પુસ્તકોના, શાસ્ત્રના અને બઘા સંપ્રદાયોની ઈશ્વર વિશે શું માન્યતા છે, તેના ક્રમબધ્ધ હવાલા આપ્યા. ખરેખર ઈશ્વર વિશે તેને ઘણું જ્ઞાન હતું. ત્યાર બાદ મહાત્માજીને પુછયું, મહાત્માજીએ જવાબ આપ્યો કે ઈશ્વર વિશે આપ ઘણું જાણો છો, પણ ઈશ્વરને જાણતા નથી. આ સાંભળીને અધ્યાપક મહોદય સમજી ગયા કે કેવળ વિચારાત્મક જ્ઞાન પર્યાપ્ત નથી, અનુભવાત્મક જ્ઞાન આવશ્યક છે.
અહીં આપણે પણ જો કે અનુભવાત્મક જ્ઞાનને શબ્દ દેહ આપી શકતા નથી. અનુભવ તે વ્યકિતગત નિજ અનુભવ છે. શબ્દમાં ઉતારવો અગમ્ય છે. છતાં પણ વૈચારિક જ્ઞાન આવશ્યક તો છે જ. અહીં આત્મજ્ઞાન શબ્દનો જે પ્રયોગ કર્યો છે તો આત્મા શું છે તે જાણવું જરૂરી છે. આત્મજ્ઞાનની સાથે સાથે ભારતમાં બ્રહ્મજ્ઞાન શબ્દ પણ પ્રચલિત છે. તો આ બ્રહ્મ શું છે તે જાણવું મહત્વપૂર્ણ છે. વેદાંત કહે છે કે “અર્નિવવનીયા મા' અર્થાત્ માયાનું વિવેચન થઈ શકતું નથી, પરંતુ બ્રહ્મતત્ત્વ વ્યાખ્યા યોગ્ય છે. અસ્તુ. જૈનદર્શનમાં પણ આત્મદ્રવ્યને પ્રારુપ્ય માનવામાં આવેલ છે.
પૂર્વમાં આપણે કહી ગયા છીએ કે અહીં આત્મ શબ્દ કેવળ આત્મદ્રવ્ય પૂરતો સીમિત નથી, પરંતુ બધા દ્રવ્યનું જ્ઞાન એટલું જ મહત્વ ધરાવે છે. છતાં પણ આત્માને પ્રમુખતા આપી છે. એટલે આપણે આત્મદ્રવ્ય વિશે વિચાર કરશું, અને આત્મા સાથે જ્ઞાન શબ્દ જોડયો છે. એટલે આત્માનું જ્ઞાન અથવા આત્મા જેનો વિષય છે તેવું જ્ઞાન, અથવા આત્મસ્વરૂપ જ્ઞાન અથવા જ્ઞાન સ્વરૂપ આત્મા. આત્મજ્ઞાન શબ્દમાં આ બધા અર્થોનો સમાવેશ થાય છે. જ્ઞાન તે આત્મ દ્રવ્યથી ભિન્ન નથી પરંતુ જ્ઞાન તે પર્યાય છે, જ્યારે આત્મ તે અખંડ દ્રવ્ય છે. જ્ઞાનની પર્યાય જેમાં પ્રગટ થાય છે તેવો જ્ઞાનપિંડ પણ આત્મપિંડ જેવો અખંડ છે. એટલે સીધો અર્થ તે થયો કે જ્ઞાનની એવી પર્યાય કે જેમાં આત્મ દ્રવ્ય ઝળકે છે, અને આત્મ દ્રવ્યના ગુણોનું ભાન કરાવે છે. તેવી વિશુધ્ધ પર્યાય તે આત્મજ્ઞાન કક્ષામાં આવે છે.
જ્ઞાનશેયની એકરૂપતા ઃ આત્મદ્રવ્ય વિશે ધારણા ગલત થાય અથવા આત્મ દ્રવ્ય જેવું છે તેવું ન માનતા વિપરીત રૂપે સ્વીકાર કરે તો આ અશુધ્ધ દ્રવ્યની કલ્પના જ્ઞાનને પણ અશુધ્ધ બનાવે છે. અહીં આપણે એક ચૌભંગી કરીએ.
(૧) શુદ્ધ આત્મદ્રવ્યની ધારણા અને તેનાથી ઉપજતું શુધ્ધ જ્ઞાન.
(૨) આત્મદ્રવ્યની વિપરીત કલ્પના અને તેનાથી ઉપજતું અજ્ઞાન અથવા વિપરીત જ્ઞાન. (૩) આત્મ દ્રવ્યની શુધ્ધ ધારણા પરંતુ વિપરીત જ્ઞાન.
(૪) આત્મ દ્રવ્યની વિપરીત ધારણા અને શુધ્ધ જ્ઞાન.
• અહીં ત્રીજો અને ચોથો ભાંગો સંભવ નથી, કારણ કે જ્ઞેય અનુસારી શાન હોય છે અને
૧૦૨