________________
અહીં શાસ્ત્રકાર “વર્તે સદગુરુ લક્ષ' તેમ કહે છે. લક્ષ શબ્દને ઊંડાણથી તપાસીએ લક્ષ એટલે શું? શાસ્ત્રોમાં, ખાસ કરીને દર્શનશાસ્ત્રમાં લક્ષનો અર્થ સાધ્ય થાય છે. જયારે યોગશાસ્ત્રમાં લક્ષને ધ્યાન કહ્યું છે. સામાન્ય ભાષામાં લક્ષ એટલે નિશાન કહેવાય છે. લક્ષવેધ જેવા શબ્દો જોવા મળે છે. અસ્તુઃ આ તેના શબ્દાર્થ થયા. મનુષ્યની પાસે મનોયોગ છે, એ રીતે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્થયમાં પણ મનોયોગ છે અને જે પ્રાણીઓ પાસે મનોયોગ નથી, તેવા એકેન્દ્રિયથી લઈને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવો ઓઘસંજ્ઞાથી પોતાનું લક્ષ નકકી કરી ચાલતાં હોય છે. ઓઘસંજ્ઞા તે એક પ્રકારનો ગાઢ કર્મ સંસ્કાર છે. અર્થાત તે જીવો પણ એક નિશ્ચિત લક્ષ પર ગતિમાન થાય છે. અહીં આપણે એક ચૌભંગી પ્રસ્તુત કરીએ (૧) લક્ષ લક્ષિતા (૨) અલક્ષે લક્ષિતા (૩) લક્ષ અલક્ષિતા (૪) અલંક્ષે અલક્ષિતા.
(૧) લક્ષ નક્કી થયા પછી લક્ષને અનુકુળ તેવી પ્રવૃત્તિ કરવી અને લક્ષ ઉપર આગળ વધવું તેને શાસ્ત્રકાર લક્ષ લક્ષિતા કહે છે. ૧૭મી ગાથામાં વર્તે સદ્ગુરુ લક્ષ એમ કહ્યું છે. જયારે અહીં જાતાં સદ્ગુરુ શરણમાં એમ કહ્યું છે. બંને વાત એક જ છે. સદ્ગુરુનું લક્ષ કરી તેને અનુકુળ વર્તાવ કરે તે પ્રથમ ક્રિયા છે. (૨) ત્યારબાદ હવે સદગુરુનો આશ્રય કરીને ત્યાં જીવન સમર્પણ કરવાનો નિર્ણય કરે છે તે બીજું પગલું છે. જેથી અહીં જીવ લક્ષ લક્ષિતા થયા પછી સરુનું શરણ ગ્રહણ કરે છે. ત્યારે કેટલાક જીવો એવા છે કે લક્ષ નકકી થયા પછી પણ કર્મસંસ્કારના કારણે અને પુણ્યના અભાવમાં તદ્ અનુકુળ પ્રવૃત્તિ કરી શકતા નથી, તે ભટકતા રહે છે. જે લક્ષ–અલક્ષિતા' છે. (૩) જયારે કેટલાંક જીવો ઘણી ધાર્મિક ક્રિયા કરે છે અને ખૂબ જ કઠોર તપસ્યા કરે છે. પરંતુ તે લક્ષ વિહીન હોય છે તેઓ “અલક્ષ લક્ષિતા છે. (૪) ચોથા પ્રકારના જીવો લક્ષવિહિન અને કર્મહીન હોવાથી એક રીતે ભટકતા રહે છે. અસ્તુ. અહીં આપણે વાત છે, સદ્ગુરુનું લક્ષ કરી તદ્અનુકુળ પુરુષાર્થ કરે, પૂર્ણ વિરકિત ભાવને ભજે છે અને સદ્ગુરુનું શરણ સ્વીકાર કરી, તેનો આશ્રય કરી અહંકાર રહિત બની હલકો ફૂલ થઈ તેમને આશ્રયે રહેવાનું પસંદ કરે છે. જેના પરિણામે માનાદિક કષાય તો ઠીક, પરંતુ બીજા કેટલાક અચારિત્રના દુષિત ભાવો પણ વિલીન થઈ જાય છે. એટલે જે અહીં શ્રીમદ્જીએ લખ્યું છે કે માનાદિક આદિ શબ્દથી ચાર કષાય ઉપરાંત પણ બીજી ઘણી અશુભ ભાવનાઓનો અને વ્રત વિહીનતાનો પણ ત્યાગ થઈ જાય છે. અર્થાત્ સંયમ ભાવના ખીલે છે. અહીં આદિ શબ્દ ઘણો જ મહત્વપૂર્ણ છે. માન શબ્દ પ્રથમ મુકવાનો મતલબ છે, બધા દુર્ગણોનું મૂળ અહંકાર છે.
અહીં કષાયોને મહાશત્રુ કહયા, તે કયા આધારે ? સાંસારિક અવસ્થામાં અલ્પભાવવાળા કષાયો ગુણકારી હોય છે. માતાને મમતા ન હોય તો બાળકનું પોષણ ન થાય. સામાન્ય લોભથી મનુષ્યનું કલ્યાણ થાય, વ્યવહાર દ્રષ્ટિએ દુષ્ટ પ્રકૃતિના માણસોને ક્રોધથી નિવારી શકાય છે. એટલે લઘુ માત્રામાં આ કષાયોને પ્રશસ્ત કહ્યા છે. સાધુ પણ જો પોતાના શાસ્ત્ર સંભાળી ન રાખે અને તેની અવહેલના કરે તો એ પાપ આશ્રવનો ભાગી બને છે. એટલે આત્મસિધ્ધિની ગાથામાં કહ્યું છે કે જયાં જયાં જે જે યોગ્ય છે, ત્યાં તે યોગ્ય સમજવું. સમયભેદે અને સ્થાનભેદે ગુણ દુર્ગુણ બની જાય છે અને દુર્ગુણ સદ્ગણ બની જાય છે. આ પદથી સમજાય છે કે માનાદિક કષાય
૨૨૮.