________________
ગાથામાં અન્ય ઉપાયથી બચવાની વાત કરી છે પરંતુ અન્ય ઉપાય કેવા છે, કયા કયા છે તેનું સ્પષ્ટીકરણ આપ્યું નથી કે વિવેચન કર્યું નથી તેથી આપણે અહીં અનુમાનથી બે વાત ઉપર દ્રષ્ટિપાત કરીશું.
સામાન્ય નિયમ એવો છે કે
વિકારીભાવોને ટાળવા માટે કોઈ સીધો ઉપાય કરે અથવા હઠાગ્રહ કરી કોઈ કઠિન તપસ્યા કરે પરંતુ આવી તપસ્યાથી મનુષ્યનું મન વધારે હઠીલું અને સ્વચ્છંદી બની જાય છે. સાચી વાત ગ્રહણ કરવાની યોગ્યતા ગુમાવી બેસે છે અને જેમ જેમ તે કઠોર તપ કરે તેમ તેમ તેનો સ્વચ્છંદ વધતો જાય છે. ‘સ્વચ્છંદ' એક પ્રકારનો ‘હઠાગ્રહ' છે. નીતિ નિયમને મૂકી ગમે તે રીતે વર્તવુ અથવા હઠ કરીને બેસી જવું તે ‘સ્વચ્છંદ’ ગણાય છે.
કોઈ ક્રોધી માણસ ‘હું મારા ક્રોધનો ત્યાગ કરું' એમ સીધી રીતે ક્રોધને હટાવવા પ્રયત્ન કરે, પરંતુ ક્રોધ ‘લય' પામતો નથી. કોઈ એમ કહે કે, ‘હું વાંદરાના વિચાર નહી કરું' તો એની મનોભૂમિમાં વાંદરા જ ઉભરાશે, જ્ઞાનપૂર્વક આત્માને નમ્ર કર્યા વિના બળપૂર્વક દબાણથી વૃત્તિઓને દબાવી શકાતી નથી મનોવિજ્ઞાન પણ કહે છે કે, મનનું ઊર્ધ્વકરણ થાય તો સ્વતઃ અધોગામી વિચારધારા લય પામે, એ જ રીતે સારા ઉપાય છોડી સીધી રીતે પોતાના ભાવોને દબાવવા પ્રયાસ કરે તો તે બમણા વેગથી મનુષ્ય ઉપર આક્રમણ કરે છે. “પતાસા” નું પાણી કરવું છે તો એમ કહેવાથી કે પતાસુ પાણી થઈ જાય' ? તો થતું નથી. એ જ પતાસાને આસ્તેથી પાણીમાં મૂકી દેવાથી કયારે પીગળી જાય છે તેનો પણ ખ્યાલ આવતો નથી, આ છે ભકિતયોગ”. જયારે મન ઈશ્વર પરાયણ થઈ સદ્ગુરુના ચરણમાં રમણ કરે, ત્યારે સ્વતઃ સ્વચ્છંદ” લય પામે છે. “ભક્તિયોગનો વિકાસ” સહજ રીતે મનુષ્યના મનને નિર્મળ કરવાના સાચા ઉપાય તરીકે થયો છે. આ સોળમી ગાથામાં પ્રથમના બે પદમાં ભક્તિયોગ છે અને બાકીના બે પદોમાં અન્ય કોઈ ઉપાયમાં જવાથી તે સાધક નિષ્ફળ થશે અને તેના વિકારો વધી જશે તેમ કહેવામાં આવ્યું છે.
""
આ સિવાય ઘણા વિપરીત ઉપાયો પ્રસિધ્ધિ પામ્યા છે. કોઈ પંચાગ્નિ તપ તપે છે, કોઈ શરીરને ભયંકર કષ્ટ આપે છે, કેટલાક દુશ્મનોને મારીને હિંસાને રસ્તે આત્મકલ્યાણની વાત છે આવા નાના—મોટા ભયંકર તમોગુણી તથા રજોગુણી અહંકાર ભરેલા સ્વચ્છંદો અસ્તિત્ત્વ ધરાવે છે અને આવા અવળા ઉપાય કરવાથી ‘સ્વચ્છંદ' વધારે મજબૂત થઈ દઢ આવરણ ઉભા કરે છે. અસ્તુ. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે યોગ્ય માર્ગ છોડીને અન્ય અયોગ્ય માર્ગે જવાથી સિધ્ધિ તો દૂર રહી પણ જીવ ભટકી જવાનો છે. આ સૂચના શાસ્ત્રકારે એટલા માટે આપી છે કે તત્ત્વની શ્રેણી અથવા તત્ત્વનો તંતુ એટલો બધો સૂક્ષ્મ અને ભાવવાહી છે તો અહંકારયુકત મનથી તે તંતુ ઉપર ચાલવુ કઠણ છે પણ સદ્ગુરુના અવલંબનથી સહેજે પાર થઈ શકાય છે.
―
66
અહીં એક વાતનો ઉલ્લેખ કરી આ ગાથા પૂરી કરીશું. ઉપરના જે ભાવો બતાવ્યા છે તેમાં કર્મની સ્થિતિ શું છે ? આધ્યાત્મિક અવસ્થા કેવું અસ્તિત્ત્વ ધરાવે છે ? તે જાણવું જરૂરી છે.
૨૧૨