________________
એટલે ચરનના જે કાંઈ ભાવો છે તે બધા ચાર કહેવાય અને ચારની ક્રિયામાં વિશેષ પ્રજ્ઞા ભળે ત્યારે તે વિચાર બને છે, અને આખી શકિત બૌધ્ધિક બની જાય છે. સાધનાકાળમાં વિચાર બહુ જ આવશ્યક છે. જો કે અંતે તો આ વિચાર પણ છોડવા યોગ્ય બની જાય છે પરંતુ પ્રારંભ કાળમાં વિચાર એ સહાયક તત્ત્વ છે.
એક ભય સ્થાન : વિચારની સાથે વિકલ્પનો પણ ઉદ્દભવ થતો હોય છે. વિચાર એ જ્ઞાનાત્મક છે. જયારે વિકલ્પ એ મોહાત્મક છે. વિચાર તે ચાલવાની એક તંદુરસ્ત રેખા છે. જયારે વિકલ્પ તે એક ભટકાવનારી આંટીઘૂંટી છે. વિચાર તે પ્રકૃતિ છે. જયારે વિકલ્પ તે એક પ્રકારની વિકૃતિ છે. વિકલ્પ તે તર્કની જાળ છે અને વિચાર તે એક પ્રકારનો સુતર્ક છે. અમે અહીં ભયસ્થાન બતાવ્યું છે, તે એટલા માટે કે વિકલ્પ અને કુતર્કથી બચી જીવ વિચારનો તંતુ પકડે. અને અહીં શાસ્ત્રકારે એટલા માટે જ કહ્યું છે એમ વિચારે અર્થાત્ વિકલ્પ અને કુતર્કોથી નિરાળો થઈ એમ વિચારે કે હવે મારે સાચા સદ્દગુરુની જરૂર છે. આમ વિકલ્પ, વિકાર કે કુતર્ક, એ બધી જંજાળથી મુકત રહી શુધ્ધ તંતુને પકડે તો જીવને પ્રાપ્ત થયેલી વિચારશકિત એક પ્રકારે પ્રકાશ આપનારી રશ્મિ છે, એક પ્રકારે દિશા નિર્દિષ્ટ કરવાનું સાધન છે. વિવાવાદિનો ન ભવેત્ પશુ-દશોર અર્થાતુ વિચાર વગરનો મનુષ્ય પશુ જેવો પણ હોઈ શકતો નથી કારણ કે પશુમાં પણ કેટલીક જ્ઞાનસંજ્ઞા છે, પરંતુ વિચારવિહીન મનુષ્ય પશુના દરજજાને પણ પ્રાપ્ત થઈ શકતો નથી. અર્થાત્ તેનાથી ઘણો નીચ છે. વિચાર એ માનવની બહુ મૂલ્યવાન શકિત છે. આથી જ શાસ્ત્રકાર કહે છે એમ વિચારે. એમ વિચારે એટલે બધી રીતે વિચારે, યોગ્ય રીતે વિચારે, વિધિવત્ વિચાર કરે, વ્યવહાર સંમત વિચાર કરે, ન્યાયપૂર્વક વિચાર કરે, તુલનાત્મક દ્રષ્ટિએ વિચારે. વ્યવહારમાં જેમ મનુષ્ય સાચું ખોટું અને સારું નરસું અથવા મૂલ્યવાન કે અમૂલ્યવાન બધા પદાર્થો માટે વિચાર કરે છે. તે રીતે અહીં પણ જ્ઞાનદ્દષ્ટિએ ગ્રહણ કરવા યોગ્ય છે અને શું છોડવા યોગ્ય છે? એમ વિચારે અને પરમાર્થના પંથને જાણવાની ભૂખ લાગી છે તો એમ વિચારે કે હવે મારે એ પંથન જે જ્ઞાતા છે, જાણકાર છે તેવા ડાયરેકટર સદ્ગુરુની પાસે જવાની આવશ્યકતા છે અસ્તુ.
આ પહેલા પદના પ્રારંભિંક શબ્દોનો આટલો ઊંડો વિચાર કર્યા પછી અંતે કેમ વિચારે તેનો જવાબ આપ્યા પછી હવે શાસ્ત્રકાર પુનઃ એક સૂચના આપે છે. એમ વિચારી અંતરે તો અહીં અંતર શબ્દનો મર્મ શું છે તે જ્ઞાનગણ્ય છે.
અહીં સદગુરુની શોધ માટે જે પ્રસ્તાવ મૂકયો તેમાં બે શકિતનું આહ્વાન કરવામાં આવ્યું છે. (૧) શુધ્ધ વિચાર શકિત અને (૨) આંતરિક શુધ્ધિ. બીજો ભાવ સંમિલિત થયા પછી જીવ સાચા અર્થમાં શોધ કરે છે. મનુષ્ય સમજણો થયા પછી લગભગ બધું કાર્ય વિચારનું અવલંબન લઈને કરે છે. જો કે વિચારરહિત સંસ્કારજન્ય, કર્મજન્ય કે વાસનાજન્ય સ્વતઃ ઘણી ક્રિયાઓ થતી હોય છે. હકીકતમાં તો વિચારીને કાર્ય કરનાર બહુ જ જૂજ માણસો હોય છે, છતાં પણ થોડે ઘણે અંશે મનુષ્ય વિચારોનું અવલંબન કરે છે, એટલે અહીં એમ વિચારીને એવો આદેશ આપ્યો છે અર્થાતુ. સાચી રીતે વિચારીને વ્યવહાર સંમત, પ્રણાલિ પ્રમાણે વિચારીને. ત્યારબાદ લખ્યું છે “અંતરે તેનો અર્થ છે આંતરિક સૂઝ. સ્વતઃ અંતઃકરણ સ્કૂરિત પ્રવૃત્તિ, આ માન્ય અર્થ છે. મનમાં અને એથી
કાલા ૩૫૬