________________
ગાથા-રo.
'દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન, 'માને નિજ મત વેષમાં, આગ્રહ મુકિત નિદાન II
લક્ષવિહિન સ્વાધ્યાય : જૈન પરંપરામાં શ્વેતામ્બર અને દિગમ્બર બંને પક્ષમાં જેટલા આંતરિક સંપ્રદાયો છે, એ બધામાં અલગ અલગ વિભિન્નતા હોય શકે છે પરંતુ જેનશાસ્ત્રોમાં જીવરાશિની ગણનામાં ચાર ભાગ કરવામાં આવ્યા છે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી, આ ચારે ગતિ સમગ્ર જૈન સંપ્રદાયને માન્ય છે અને તેઓ આ ચારે ગતિના જીવોની શું સ્થિતિ છે તેની ગણના કરવી, એમની પરિસ્થિતિ વિશે પૂરો ખ્યાલ આપે છે.
અહીં શાસ્ત્રકાર દેવાદિ ગતિ–આગતિમાં ભાંગાઓ પાડીને વિસ્તારથી જે જૈન આચાર્યોએ ગણિત પ્રદર્શિત કર્યા છે અને તે બધા ભાંગાઓના ગણિતને શ્રાવકો અને મુનિઓ રટણ કરે છે અને કરાવે છે, આ બધા ભંગની બધી ગોખણપટ્ટીને સ્વાધ્યાય માને છે, જ્ઞાનની ઉપાસના માને છે અને રાત-દિવસ તેમની ગણના કરી તે બધા પાઠોનું ઉચ્ચારણ કરી વાંચના, પૃચ્છના, પરિપટ્ટણા, ઈત્યાદિ બધા સ્વાધ્યાયોને આ ગણનાદિ જ્ઞાનમાં જ સમાપ્ત કરે છે. સૌથી મોટી વાત તો એ છે કે આ જ્ઞાનને ઉચ્ચકોટીનું શ્રુતજ્ઞાન સમજે છે, અધ્યાત્મ ચિંતકોને અને ઉપાસકોને આ વાત પાલવે તેવી નથી. - કારણ કે આત્મદ્રવ્યને અને તેની શુધ્ધ અવસ્થાને જાણ્યા વિના કે આત્મદ્રવ્યનો અને એ જ રીતે બધા દ્રવ્યનો દ્રવ્યાર્થિક દ્રષ્ટિથી નિર્ણય કરી બધા દ્રવ્યોના સ્વતંત્ર પરિણામોને પચાવ્યા વિના ફકત અમુક પાઠોનું રટણ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થયું છે તેમ માનવું તે ખરેખર દયનીય સ્થિતિ છે. શ્રુતજ્ઞાનમાં બધા દ્રવ્યોને ઓળખી તેમાં તન્મય બની, તેમાંથી સ્વતઃ ઉદ્ભવતાં જ્ઞાન કિરણોનો અનુભવ કરવો અને તેમાં જ શાસ્ત્રોકારોએ ભૂતકાળમાં જે ઉચ્ચકોટિનું અધ્યાત્મ ચિંતન કર્યું છે, તે જ્ઞાનનો સાક્ષાત્કાર કરવો એ વાસ્તવિક શ્રુતજ્ઞાન છે પરંતુ આ ધ્રુવજ્ઞાનને પરિહરી કેટલીક ગણનાઓને અને પાઠના રટણને શ્રુતજ્ઞાન માની લેવું તે એક પ્રકારે ખોટા પથ્થરને હીરા સમજી લેવા જેવું છે. અહીં સિધ્ધિકારે આ વાત પર પ્રકાશ નાંખ્યો છે અને કહ્યું છે કે “દેવાદિ ગતિ ભંગમાં” એમ કહીને જ્ઞાનના બાહ્ય કલેવરને પકડવાની બુધ્ધિનો ખ્યાલ આપે છે. જેમ કોઈ ચોખાના ફોતરાને ચોખા સમજી બેસે અને સ્ત્રીની વેશભૂષાને સ્ત્રી માની બેસે તો કેટલું બધુ હાસ્યાસ્પદ છે. આ બધા બાહ્ય કરણોને સમજવા જરૂરી છે અને તેનું સ્થળજ્ઞાન મેળવવું પણ જરૂરી છે પરંતુ આ બાહ્ય વ્યવહારજ્ઞાનને સંપૂર્ણ શ્રુતજ્ઞાન માની બેસે અને ત્યાં જ અટકી જાય તો જ્ઞાનનો રસ્તો બંધ થઈ જાય છે.
આ દેવાદિ ગતિ ભંગ તે શું છે? તે થોડું સમજી લઈએ.
જૈનદર્શનમાં અનેક પ્રકારની ગણનાઓ છે અને તેને ગણિતાનુયોગ પણ કહેવામાં આવે છે. સમગ્ર જીવરાશિને અનેક બિંદુ ઉપર સમજવા માટે એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના જીવો
રા , ૨૮૬