________________
પરિણામો નિષ્પન્ન થતાં આત્માની શુકલતાની ઝાંખી થવા માંડે છે. ઉદયમાન પરિણામોનું અસ્તિત્ત્વ છતાં આત્માના સૂક્ષ્મ પરિણામો પણ સાથે સાથે જળવાય રહે છે.
પરિણામોનું ભાન થયા પછી ઉપયોગ ક્ષયોપશમ પરિણામ ઉપર સ્થિત થાય છે. દર્શન શાસ્ત્રમાં કહ્યું છે કે “પુષ્યિ તત્વ પક્ષપાતની અર્થાત્ બુધ્ધિ છે તે તત્ત્વ તરફ કે સત્ય તરફ વળે છે અને ન્યાય આપે છે. પછી કોઈ અજ્ઞાની જીવ મોહને કારણે પડદો નાંખે તે જુદી વાત છે. અન્યથાબુધ્ધિ નિષ્પક્ષભાવે કે તટસ્થભાવે ન્યાયનું પ્રમાણ આપે છે. ન્યાયયુકત વિચારે ન્યાયયુકત વાણી પ્રગટ થાય છે, એને જ આપણા કવિરાજે નિષ્પક્ષ વચન કહ્યું છે.
આ વિવેચનથી સ્પષ્ટ થાય છે કે મોહનીય આદિ કર્મના અસ્તિત્ત્વમાં પણ પ્રામાણિક વ્યકિતની બુધ્ધિ કે વચન પ્રભાવિત થતાં નથી અને તટસ્થપણે સ્વપક્ષ કે પરપક્ષમાં તણાયા વિના કે પક્ષપાત કર્યા વિના જે ન્યાય આપવો ઘટે તે આપે છે. એટલે અહીં આ પ્રસંગે અથવા આ વ્યાખ્યામાં નિર્પેક્ષ ભાવે મતાર્થીના લક્ષણો બતાવ્યા છે. મતાર્થીને કાંઈ નીચે ઉતારવાની કે નીચું દેખાડવાની વાત નથી. ફકત તેના લક્ષણોનું ધ્યાન કરીને તેનાથી ચેતવાની વાત છે. જેમ કોઈ કહે લીમડો કડવો છે, કડવાશએ લીમડાનું લક્ષણ છે પરંતુ તેનો અર્થ એવો નથી કે લીમડો સ્વયં કડવો છે અથવા તે નિંદાપાત્ર છે. મતાર્થી પણ પોતાના લક્ષણોથી આત્મદષ્ટિએ નિર્મળ છે. અત્યારે ફકત લક્ષણની વ્યાખ્યા કરી છે અને મતાર્થીને સમજવા માટે નિર્પક્ષ ભાવે ન્યાય આપ્યો છે અસ્તુ. .
આટલું વિવેચન કર્યા પછી ગાથાનો ઉપસંહાર કરીને અહીં ગાથાની વ્યાખ્યા સમાપ્ત કરશું.
ઉપસંહારઃ આખી ગાથાનો સામાન્ય સીધો અર્થ એ જ છે કે જે વ્યકિત મતના આગ્રહમાં પડયો હોય, હઠાગ્રહી કે કદાગ્રહી હોય, પરોક્ષ રીતે જેને મતાર્થી કહ્યા છે તેવા વ્યકિત આત્મલક્ષી થઈ શકતા નથી. જેમ હીર (રેશમ) ની દોરીમાં તીવ્ર ગાંઠ વાળેલી હોય તો તે છૂટતી નથી, તે જ રીતે મનની વાળેલી ગાંઠ રાગદ્વેષ ભરી હોવાથી આત્મલક્ષ થવા દેતી નથી અને જેને આત્મલક્ષ ન હોય તે બહિરાત્મા બની સંસારમાં પરિભ્રમણ કરે છે. આવા આત્મલક્ષ રહિત જીવોના લક્ષણો કેવા હોય તે આગળ સિધ્ધિકાર સ્વયં કહેવા માંગે છે, પરંતુ કહેવાની શૈલીમાં પોતે પક્ષપાત રહિત તટસ્થ બુધ્ધિથી કહેશે તેવી બાહેંધરી આપી, કહેવા જેવું જેટલું જરૂરી છે તેટલું કહેશે. કહેવામાં કોઈ પ્રકારનો ભેદભાવ રાખવામાં નહીં આવે, તેમજ બાહ્ય પરિસ્થિતિને આધારે સારું નરસું કહેવા માટે આ લક્ષને પ્રગટ કરતા નથી. ફકત જે હકીકત છે અને જે ક્રિયાન્વિત થયેલા તત્ત્વો છે તેનું જ વ્યાખ્યાન કરવામાં આવશે, એવી પ્રામાણિકતા સાથે આ ગાથા પરિપૂર્ણ થાય છે.
આખી ગાથામાં મુખ્ય બે પ્રધાન શબ્દો છે : (૧) આત્મલક્ષ (૨) નિર્પક્ષ.
આ બન્ને ભાવ કાર્ય–કારણ જેવા સંયુકત છે. આત્મલક્ષ કરવા માટે નિર્પણ થવું અત્યંત જરૂરી છે. આ બે શબ્દના કારણે પૂરી ગાથા મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. જેમ માળામાં મોતી મૂક્યું હોય, હીરો મૂકયો હોય તો આખી માળાની કિંમત વધી જાય છે, તે જ રીતે અહીં બે મોટી ચમકે છે અને તેને કારણે સમગ્ર ગાથા જ્ઞાનનું ભાજન બનેલી છે અસ્તુ. હવે આપણે ૨૪મી ગાથાનો ઉપોદ્દાત કરશું.
REARETHER
રાણાવાણા ૨૬૯