________________
કંચનમય ભાવાર્થ છે.
હવે આપણે જોઈએ કે આ સૂત્ર દ્વારા કઈ વસ્તુ તરફ પરોક્ષ રીતે ઈશારો કરવામાં આવ્યો છે. એક આહાર સંજ્ઞાવાળો જીવ, જેને વારંવાર ખાવાની તૃષ્ણા છે તેવો જીવ પોતાનું મનોબળ કેળ વી આહારનો ત્યાગ કરે છે. ઉપવાસની આરાધના કરે છે પરંતુ હવે તેનું મન પરિપકવ થતાં અને આહાર સંજ્ઞા ઉપશાંત થતાં તેણે ફકત ઉપવાસને જ વળગી રહેવાનું નથી. જ્યાં સુધી જરુર હતી ત્યાં સુધી અનશનની આરાધના કરી, હવે સ્વાધ્યાયની જરુર છે. એટલે સદ્ઘાંચનનું અવલંબન લઈ સગુરુને શરણે જઈ આગળની યાત્રા શરુ કરવાની છે. ત્યારબાદ સ્વાધ્યાય અને સદ્ગુરુના આર્શીવાદ મળ્યા પછી તેને જ વળગી રહેવાની જરુર નથી. હવે આત્માના શુધ્ધ પરિણામો તે ગુરુ સ્થાને છે અને તેનું ધ્યાન કરવામાં સ્થિર થઈ બાકીની ક્રિયાઓને સંક્ષિપ્ત કરી સ્વરૂપના દર્શન કરવાના છે. આત્મદર્શનનો આનંદ લીધા પછી બાહ્ય વૃત્તિઓને કે મોહ પરિણામોનો ત્યાગ કરી હવે અંતિમ પેપર આપવાનું છે કારણ કે આત્માથી આત્માનું ધ્યાન થાય છે પરંતુ શરીર આદિ સ્થળ યોગ હવે પરમાર્થમાં લગાવી, શુભ કાર્યોમાં સંયુકત થાય છે, તે વખતે યોગ્ય છે. આમ એકજ જીવનમાં અલગ અલગ સમયે, અલગ અલગ રીતે યોગ્યતાની સમજ રાખી યોગ્ય આચરણ કરતાં કરતાં સમાધિ ભાવે આ નશ્વર દેહને છોડવાનો છે. હેય, શેય અને ઉપાદેય આ ત્રણે આરાધના માટે આ આઠમી કડી વાસ્તવિક સૂચના આપે છે. જે ઉપાદેય છે તે સદા માટે નથી અને જે ય છે તેમાં ઊંડા ઉતરી પરમ જ્ઞયને પ્રાપ્ત કરવાની પ્રેરણા છે. જ્યારે હેય છે તે પુનઃ ઉપાદેય ન બને તેની સાવધાની રાખવી. તે માટે યોગ્ય સાધના ચાલુ રાખવાની છે. આ સૂત્રનાં જેટલા અર્થ કરીએ, જેટલા ભાવ તારવીએ તે ઓછા જ છે. અહીં યોગીરાજે એક એવી ઔષધિ આપી છે કે જેમાં બધી શંકાઓ નિર્મૂળ થઈ અલગ અલગ સ્થાને જે જે વ્યકિતઓ સમય અને સ્થાન પ્રત્યે ભિન્ન ભિન્ન સાધના કરતાં હોય તો તેમાંથી ગુણવત્તાની તારવણી કરી મનને સમાધાન મેળવવાનું છે. “સહિતો સંશયરહિતો સ્થિર આત્મા પર્વ” સમાધિભાવમાં સ્થિર તથા સશંયરહિત આત્મા જ મુકિતનો ગ્રાહક બને છે. મુકિત તે લક્ષ છે. બધી દિશાઓનું અને પરિસ્થિતિનું અધ્યયન કરી આગળ વધવાનું છે. સાધના માટે જીવન નથી પણ જીવન માટે સાધના છે. એ જ રીતે સાધના માટે સાધન નથી. સાધન તે સાધ્ય નથી, મુકિત માટે સાધન છે. મુકિત તે લક્ષ છે. અને મુકિત પ્રાપ્તિ માટે જ્યારે જ્યારે જે જે જ્યાં જ્યાં યોગ્ય હોય તેનું આચરણ કરવા માટે આ આત્મસિધ્ધિની મહત્વપૂર્ણ ગાથા પ્રકાશનો ચમકારો કરે છે.
અહીં એક મહત્વપૂર્ણ વાત એ છે કે આ નીતિવાકયનું મુખ્ય લક્ષ “આત્માર્થી” જીવ છે. આત્માર્થીને લક્ષે એમ કહેવાયું છે કે આત્માર્થી જીવ યોગ્ય સમજ અને યોગ્ય આચરણ કરે છે. વ્યવહારિક જીવનમાં ભલે કોઈ યોગ્ય આચરણ કરતાં હોય પરંતુ આ અધ્યાત્મસાધનામાં તે યોગ્યતાની બહુ કિંમત નથી. અહીં તો આત્માર્થી જીવન માટે જે વલણ છે અને આત્માર્થી જીવ જે રીતે વર્તે છે તેનું ઉદ્ધોધન છે. આત્માર્થી જીવ યોગ્ય વ્યવહારનો ત્યાગ કરતો નથી તે બાબત અહીં નિશ્ચિત રૂપે કહેવાયું છે. હવે આપણે સમજવું રહ્યું કે આત્માર્થી કોણ છે? આત્માર્થી શબ્દનો ભાવ શું છે ? સામાન્ય રીતે આત્માને લક્ષ કરી તે સ્વાધ્યાય આદિ કરતો હોય તેને આત્માર્થી કહે છે પરંતુ આટલી વ્યાખ્યા પર્યાપ્ત નથી કારણ કે સિધ્ધિકાર જે વાતની સ્થાપના કરે છે તેમાં સામાન્ય
Hiii!! filli Fri!!!!!!
કાકા Natlantilal ૧૨૯ કિલો