________________
મતાગ્રહી બની જાય અને રાગ દ્વેષના સંસ્કારોને પકડી રાખે. વૈરાગ્ય સાથે જે સરળતા હોવી જોઈએ તેનો અભાવ પણ જીવને મતાર્થી બનાવે છે. ટૂંકમાં કહેવાનો એ ભાવ છે કે આ અંતિમ બે ગુણોનો અભાવ તે મતાર્થીના અધમ ગતિના બે મુખ્ય સ્તંભ છે. વક્રતા સરળતાને અને વિષમતા માધ્યસ્થભાવને ગળી જાય છે અને વક્રતા અને વિષમતા મતાર્થના લક્ષણોમાં પ્રધાન છે. ૩રમી ગાથામાં સાધનાના મુખ્ય જે ચાર પાયા – (૧) કષાયની ઉપશાંતિ (૨) અંતરની વિરકિત (૩) સરળતા (૪) માધ્યસ્થભાવ, આ ચારે સદ્ગણોનો અભાવ અને તેની જગ્યાએ (૧) કષાયનો ઉદય (ર) રાગદ્વેષની પ્રવૃત્તિ (૩) વક્રતા (૪) વિષમતા, આ ચારે દુર્ગુણો ઉપરના મંગળમય ચારે સ્તંભોને હાનિકર બની જીવનમાં પ્રવર્તમાન થાય છે, તે જીવ ધર્મને યોગ્ય નથી. આ એક પ્રકારનો મતાર્થ છે, જે આત્મજ્ઞાન પ્રાપ્તિમાં સૌથી વધારે અડચણ છે. આ ચારે દુર્ગુણો ઉપર પ્રકાશ નાંખીએ. ૩રમી ગાથામાં ખરું પૂછો તો બત્રીસ આના વાત કરી છે. સોળ આના વાત કરવાથી પણ વિષયની શ્રેષ્ઠતા થાય છે. જયારે બત્રીસ આના વાત થાય ત્યારે જ તેનું સચોટપણું જણાય છે. ગુરુદેવે આ બત્રીસમી ગાથામાં સચોટ રીતે બત્રીસ આના દર્શન કરાવ્યું છે, અને તેની વિપરીત દશાનું પણ ભાન કરાવ્યું છે. આ બધા સણો વ્યવહારિક દ્રષ્ટિએ પણ ઘણા મહત્ત્વપૂર્ણ છે અને તાત્ત્વિક દ્રષ્ટિએ પણ ખૂબ જ જાણવા યોગ્ય છે. અનાદિકાળથી જીવ સાથે જડાયેલા આ ઉદયભાવો જીવને પોતાના સ્વરૂપથી દૂર રાખે છે. એટલું જ નહિ પરંતુ બીજા અન્ય અશુભકર્મોના રણપ્રદેશમાં રખડાવીને પાપકર્મની પૂંજી પેદા કરી દુર્ગતિમાં ભ્રમણ કરાવે છે. જો આ સણોને જીવ વરે તો જેમ કોઈ બિમારને રોગ મટી જતાં શાંતિનો અનુભવ થાય અથવા દરિદ્રનારાયણને ખજાનો મળી જતાં જે પ્રસન્નતા થાય તેવી અનંતગુણી પ્રસન્નતા જીવાત્માને થઈ શકે છે. મતાર્થ એક પ્રકારનું ઢાંકણું છે. વેદાંતમાં પણ કહ્યું છે કે “હિત્મય પળ વિદિતમ્ સત્યેષુ મુલ” અર્થાત ચાંદીના ઢાંકણાથી સત્યનું મુખ ઢાંકીને રાખવામાં આવ્યું છે. ચાંદીમાં અંજાયેલો જીવ સત્ય સુધી જવા કોશિષ કરતો નથી, ઢાંકણું ઉઘાડતો નથી. તેથી જ અહીં આ મતાર્થ એક પ્રકારનું એવું ઢાંકણું છે જે આત્મ તત્ત્વને ઢાંકી રાખે છે. અજ્ઞાનમય યોનિમાં હતો ત્યારે તો જીવે કશો નિર્ણય ન કર્યો. પરંતુ આજે ઉચ્ચકોટિની બુધ્ધિશાળી મનુષ્યયોનિમાં આવ્યા પછી પણ જીવ અભાગી રહે છે અને સત્યને સમજવા પ્રયાસ કરતો નથી. ૩રમી ગાથામાં કવિરાજે પૂર્ણ રીતે મતાર્થી ઉપર પ્રકાશ નાંખ્યા પછી હવે ૩૩ મી ગાથામાં તેનો ઉપસંહાર કરે છે. આપણે ૩૩ મી ગાથાનો સ્પર્શ કરીએ.
ઉપોદ્દાત : મતાર્થીના જે લક્ષણો બતાવ્યા છે તે કોઈ વ્યકિતની કે કોઈ સંપ્રદાયની નિંદાત્મક ભાવે વ્યાખ્યા કરી નથી પરંતુ સ્વયં શાસ્ત્રકાર સ્પષ્ટ કહે છે કે આ મતાર્થીના લક્ષણો જીવ પડતા મૂકે અને એ દુર્ગુણોથી બચી જાય એ માટે જ અમે આ લક્ષણો પ્રદર્શિત કર્યા છે. મતાર્થ કહેવાનો આશય સ્પષ્ટ શબ્દમાં કહીને હકીકતમાં તેઓશ્રીએ એક પ્રકારે નિષેધાત્મક પધ્ધતિથી જ્ઞાનનો જ ઉપદેશ આપ્યો છે. કોઈ વ્યકિત રોગનું વર્ણન કરે છે, કે રોગના કારણોનું વર્ણન કરે છે, તો ત્યાં સ્પષ્ટ છે કે રોગનું કે રોગના કારણનું વર્ણન રોગથી બચવા માટે છે, રોગનો પરિહાર કરવા માટે છે. તેમ અહીં મતાર્થના જે કાંઈ લક્ષણો કહ્યા છે, તે દુર્ગુણોથી બચવા માટે છે અને તેમાં જે સગુણોમય શબ્દો છે તે ગ્રહણ કરવા માટે છે. શાસ્ત્રાકારનો આશય અન્યથા સમજવો, તે દીવો લઈને કૂવે પડવા જેવું છે. છતાં પણ શાસ્ત્રકારે અહીં ચેતવણી આપી છે કે આ
૩૨૪