________________
લક્ષણોનું વર્ણન કરવા પાછળ તાત્પર્ય શું હતું. ૩૩મી ગાથામાં સમગ્ર ઉદ્દેશ બતાવીને મતાર્થ ગાથાઓનો ઉપસંહાર કર્યા છે. આમ ૩૩ મી ગાથાનો પૂર્વાર્ધ તે મતાર્થનો ઉપસંહાર છે અને ૩૩ મી ગાથાનો ઉત્તરાર્ધ તે આગળની જ્ઞાનકથાનો આરંભ છે. આમ આ ૩૩ મી ગાથા ઉપસંહાર કરીને કયા વિષયમાં પ્રવેશ કરશે અને ૩૪ મી ગાથા પછી કયો વિષય પ્રકાશિત થશે તેની સૂચના આપે છે. હવે આપણે ૩૩ મી ગાથાના પદોના ભાવ સમજીએ.
૩૨૫