________________
ગોળાનું પાણી પ્રત્યક્ષ દેખાય છે. જ્યારે વર્ષાનું પાણી પરોક્ષ છે. બન્ને પાણી જ છે અને પાણીની દષ્ટિએ બને સમાન ઉપકાર કરનાર છે. અહીં પણ ઉપકાર તો એક જ છે પરંતુ સાધકને માટે જિનેશ્વર પ્રેરિત અને સદ્ગુરુ પ્રેરિત, આમ બન્ને ઉપકાર માટે વજન આપવામાં આવ્યું છે અને સાધકને નિશ્ચિત સૂચના આપી છે કે ત્રિયોગે આ ઉપકારનો નિશ્ચય સાથે સ્વીકાર કરવો અત્યંત જરૂરી છે અને તે લક્ષને આધારે જ આત્મજ્ઞાનનો ઉદય થશે, એવી બાહેધારી આપવામાં આવી
ઉપકાર શું છે ? : આટલો ગાથાનો સામાન્ય અર્થ કર્યા પછી હવે આપણે વિશેષ વિચાર કરીએ. ઉપકાર શું ચીજ છે? ઉપકારનો અર્થ શું? શું એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કાંઈ ઉપકાર કરી શકે? ઉપકાર, ઉપકારી અને ઉપકાર્ય આ ત્રણેય તત્ત્વોનું ઉપાદાન શું છે ? જેના ઉપર ઉપકાર થાય છે તેને માટે ઉપકારી નિમિત્ત માત્ર છે કે તેથી વધારે છે ? એક દ્રવ્ય અથવા એક વ્યકિત બીજાનો ઉપકાર કરે તે કઈ રીતે? શું તેમાં પરિવર્તન કરવાનું ઉપકારી પાસે સામર્થ્ય છે? આ કોઈ ચમત્કાર છે? કોઈ સહજભાવે તેને ઉપકારી માનવામાં આવ્યા છે? તાત્ત્વિક દષ્ટિએ ઉપકાર શબ્દ ઘણોજ વિચારણીય છે. નિશ્ચયનયના વ્યાખ્યાન કરનારા શાસ્ત્રો દ્વારા બધા દ્રવ્યોનું સ્વતંત્ર પરિણામ માનવામાં આવ્યું છે, જ્યારે વ્યવહાર શાસ્ત્રોમાં ભકત ભકિતના આધારે ઉપકારી તત્ત્વોની વંદનીય ભાવે સ્થાપના કરવામાં આવી છે. શું કોઈ વ્યકિત ભગવાનનું નામ લઈ પ્રાર્થના કરે કે કશો જાપ કરે તેથી તે વ્યકિત ઉપર કોઈ વિશેષ ઉપકાર થાય છે? જેનો જપ કરે છે તે કઈ રીતે પૂજનીય કે વંદનીય છે? આ ઘણો ગંભીર પ્રશ્ન છે. પરંતુ આપણે યોગ્ય રીતે વિચાર કરવાની ચેષ્ટા કરશું.
જે વ્યકિત જે કાંઈ વિચાર કરે છે અથવા અન્ય જડ-ચેતનનું ચિંતન કરે છે કે સામાન્ય કે વિશેષ વ્યકિતનું ચિંતન કરે છે ત્યારે જેનું ચિંતન કરે છે તેના ગુણધર્મોનું પરિણમન ચિંતન કરનારના આત્મપ્રદેશમાં પરિણત થાય છે અને મનોયોગ સુધી કે તેની બીજી ચેષ્ટાઓમાં પણ તે ભાવ પ્રગટ થાય છે. અહીં જેનું સ્મરણ કરીએ છીએ તે નિમિત્ત છે પરંતુ નિમિત્તના જે કાંઈ ગુણ પર્યાયો છે તે સ્વપદે સાધકના આત્મામાં પણ સંક્ષિપ્ત સત્તારૂપે અસ્તિત્ત્વ ધરાવે છે અને નિમિત્તના આધારે જે કાંઈ જ્ઞાન પર્યાય ઉદ્ભવ્યા છે તે જ્ઞાન પર્યાયના પ્રભાવથી સાધકનું ઉપાદાન પણ તેવા પ્રકારનું પરિણમન કરે છે. સ્પષ્ટ થયું કે નિમિત્ત તે નિમિત્ત માત્ર છે. પરંતુ સમગ્ર કર્તુત્વ ઉપાદાનને ફાળે જાય છે. ત્યાં પણ ઉપાદાન જ વિશુદ્ધ થઈને નિમિત્તના ગુણ જેવા પોતાના ગુણોને પ્રગટ કરે છે. તેનાથી વિપરીત નિમિત્ત વિશુધ્ધ ન હોય, રાગ-દ્વેષ કે મોહાદિક તત્ત્વોથી પરિપૂર્ણ હોય, ત્યારે તેનું ચિંતન કરવાથી તેને અનુરૂપ વિભાવો ઉત્પન્ન થાય છે. અહીં પણ નિમિત્ત તો નિમિત્ત જ છે, પરંતુ અશુદ્ધ નિમિત્તના આધારે ઉપાદાનનું અશુધ્ધ પરિણમન થાય છે. આ રીતે જે મહત્વપૂર્ણ સિધ્ધાંત પ્રગટ થયો કે વ્યકિત તદ્રુપ પરિણમન કરે છે. ચોરનો વિચાર કરવાથી ભય ઉત્પન્ન થાય છે. અહીં એક પ્રશ્ન થશે કે જડ પદાર્થનું ચિંતન કરવાથી જડ પદાર્થમાં તો કોઈ વિભાવ નથી તો તેના આધારે કામ આદિ આસકિત કેવી રીતે ઉદ્ભવે? અહીં પણ જડ પદાર્થ વિષયરૂપ છે, જ્યારે ઈન્દ્રિયો જ્ઞાનાભિમુખ ન હોય અને વિષયાભિમુખ હોય, ત્યારે ભૂતકાળમાં આવી જે કોઈ કર્મચેતના મતિજ્ઞાનમાં જોડાયેલી છે, તે ચેતનાના આધારે અશુધ્ધ
unum. 9 9 9 w