________________
અલંકાર છે, પરંતુ તે શબ્દથી જ વ્યાપાર કરે છે. હકીકતમાં તે ડબ્બો ખાલી જ છે તેથી કવિરાજ અહીં માત્ર શબ્દ મૂકયા છે. શબ્દનો ઉપયોગ કરવો ખરાબ નથી. બધા ઉચ્ચકોટિના પ્રવચન અને શાસ્ત્રો શબ્દથી પ્રગટ થાય છે અને શબ્દોમાં અઢળક આત્મરસ પણ સમાયેલો છે. તેવી રીતે હિતશિક્ષાઓ અને નીતિ નિયમો ભરેલા હોય છે. શબ્દ તે વિશ્વની કે મનુષ્ય જાતિની મોટી ઉપલબ્ધિ છે અને આ ઉચ્ચકોટીના શબ્દો તે ઉચ્ચકોટિનું શ્રુતજ્ઞાન ગણાય છે. જેથી શાસ્ત્રકારે અહીં માત્ર શબ્દ મૂકીને શબ્દની ગુણવત્તાનું રક્ષણ કર્યું છે. જૈન દેશી ભાષામાં તે કોરા શબ્દ કે કોરી મહેમાનગતિ છે. અસ્તુ
ઉપર્યુકત નિશ્ચયની વાત કરનાર વ્યકિત જેણે નિશ્ચયનું અવલંબન લીધુ છે તે બુધ્ધિથી જરૂર પ્રતિભાસંપન હોય છે પરંતુ દુઃખદ વાત એ છે કે નિશ્ચયનય સુધીના શાબ્દિક જ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી પણ આવા અંતરંગમાં વિશુધ્ધ પરિણામી આત્માને દૂર રાખી અથવા સ્વયં સાધનાથી દૂર રહી કેવળ શબ્દ સુધી જ પોતાનું જ્ઞાન સીમિત રાખી શબ્દોનો વ્યાપાર કરે છે તેનો જ અહીં શાસ્ત્રકાર પરિહાર કર્યો છે.
શું પરમ નિશ્ચયનયને શબ્દમાં ભાખી શકાય ખરો ? કારણ કે નિશ્ચય તો હકીકતમાં શબ્દાતીત છે અને પરમ નિશ્ચયનયને આ વિપરીત બુધ્ધિવાળો જીવ શબ્દમાં કેવી રીતે ઉતારી શકે ? ટીનમાં તેજાબ ભરતા ટીન ખતમ થઈ જાય છે. તેમ નિશ્ચયનયનું જે પ્રાબલ્ય છે તે વાણીને જ શાંત કરી દે છે.
ઉત્તરઃ હકીકતમાં તો પરમ નિશ્ચયનય વાણીમાં કહી જ ન શકાય, તે સત્ય છે. અહીં શાસ્ત્રકારે નિશ્ચયનયને માત્ર વાણીમાં બોલવાની વાત કહી છે તે હકીકતમાં નિશ્ચયનય નથી પરંતુ નિશ્ચયનયનું બનાવટીરૂપ હોય છે. દરેક ચીજમાં અસલી અને નકલીના વિભાગ હોય છે. તો અહીં અનર્થસેવી અનાત્મવાદી વ્યકિત અસલી નિશ્ચયનયનો સ્પર્શ કયાંથી કરી શકે ? તે નિશ્ચયનયનો આભાસ આપે છે. આ વસ્તુ પણ શાસ્ત્રકારે માત્ર શબ્દ મૂકીને પ્રગટ કરી છે. નિશ્ચયનયને માત્ર શબ્દમાં કહે છે. માત્ર શબ્દોમાં તે જ કહી શકાય કે નકલીભાવ છે. માત્ર શબ્દનો અર્થ જેમ ફકત થાય છે તેમ બનાવટી પણ થાય છે. કોઈ કહે કે હું જાદુગર છુ અને ખરેખર તે જાદુગર નથી. તો વ્યવહારમાં કહેવાશે કે તે માત્ર બોલે છે પરંતુ તે બનાવટી છે. અસલી જાદુગર નથી. તેમ અહીં આપણા પ્રશ્નનો ઉત્તર આ માત્ર શબ્દથી સ્પષ્ટ થઈ જાય છે.
આ રીતે પૂર્વાધિની વિવૃત્તિ કર્યા પછી ઉત્તરાર્ધમાં આવા વ્યકિત જેઓ કેવળ શબ્દથી જ વાતો કરે છે અને આચરણરહિત છે તેનો વ્યવહાર કેવો થાય છે? અથવા તે સત્કર્મ વિરોધી કેવી રીતે બની જાય છે તેનો અહીં શાસ્ત્રકાર સ્પષ્ટ આભાસ આપે છે. “લોપે સદવ્યવહારને” અહીં આપણે સામાન્ય વ્યવહારને છોડી વ્યાપકતાના દર્શન કરીને “સવ્યવહાર” શબ્દ, સત્કર્મ, સવિચાર, સદષ્ટિ, સજજનતા આદિ સમગ્ર જીવનના કર્મને આવરી લેતો ઉચ્ચકોટિનો વ્યવહાર છે. ધર્મ એ તત્ત્વચિંતન દ્વારા મનુષ્યને મુકિત તરફ લઈ જાય છે પરંતુ મનુષ્યનું વર્તમાન જીવન જો નૈતિક ન હોય, અનુકુળ ન હોય, તો તે સફળ નથી. તેમાં પણ સવ્યવહાર તે સમગ્ર માનવજીવનનો પાયો છે. પશુપંખીઓમાં પણ અમુક સંસ્કારો ઉપરથી સવ્યવહાર ઉદ્ભવે છે.
૩૦૩