SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ છે.” મનની અંદર તમારો સંકલ્પ શુધ્ધ હોય તો સ્વતઃ મલિન પરિણામો રોકાય છે. કોઈ કહે હું અંધકારનો નાશ કરું. ત્યારે બીજા કહે છે, હું મારી મીણબત્તી પ્રજ્વલિત કરું, પરંતુ સાચી ક્રિયા એ છે કે પોતાની મતિ પ્રકાશિત થતાં અંધકાર સ્વયં રોકાય જશે. આ રીતે વિચારતા “રોકવાની ક્રિયા' તે સાચા અર્થમાં “સંવર' છે જ્યારે “સ્વચ્છેદ' તે કોઈ કર્મનો ઉદયમાન “આશ્રવ છે. આશ્રવનું પ્રથમથી જ અસ્તિત્ત્વ છે અને તે “આશ્રવ” ને “રોકવો' તે બહુજ મહત્ત્વપૂર્ણ છે. આટલું “રોકવા’ વિષે જાણ્યા પછી “સ્વચ્છેદ' શબ્દનો અર્થ વિચારશું ! સ્વચ્છંદના બે પાંસા : “સ્વચ્છેદ' એટલે ઈચ્છા. ઈચ્છાનો આગ્રહ. “છંદ' એક પ્રકારે બુધ્ધિ ઉપર ચડેલો રંગ, બીજી રીતે કહો તો “છંદ' એ એક સૂક્ષ્મ “આસકિત” છે. “છંદ' માં વિશેષતા એ છે કે તેમાં અમુક પ્રકારની સમજ હોય છે. એકદમ “ઘ' સંજ્ઞા હોતી નથી. પરંતુ પોતાની સમજ ઉપર આગ્રહનો કહો કે મતિના આગ્રહનો કહો એવો એક લેપ લાગે છે. જેમ પીતળના અલંકાર ઉપર ચાંદીનો લેપ લાગે અને તે ચમકવા લાગે છે તેમ પોતાની સમજમાં જીવને ચળકાટ દેખાય છે. આ “છંદ' બે પ્રકારે જન્મ પામે છે : (૧) પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાની સમજ પ્રમાણે અને (૨) બુધ્ધિના સાચા ખોટા ગણિતના આધારે છંદનું નિર્માણ થાય છે. આવા છંદને સ્વચ્છેદ કહી શકાય. જ્યારે બીજા છંદને અન્ય વ્યકિતના સમજણપૂર્વકના આગ્રહ ભરેલા બુધ્ધિવાળા વિચારોથી જીવ રંગાય છે અને અન્ય વ્યકિતના છંદ' ઉપર ચાલે છે, તેને “પરછંદ’ કહી શકાય. સ્વચ્છંદ કે પરછંદ બને અજ્ઞાન રંજિત હોવાથી અને અનેકાંતવાદની મર્યાદાનું ઉલ્લંઘન કરતા હોવાથી તે એકાંતવાદથી દૂષિત થાય છે. તેથી બધા છંદ, સ્વચ્છંદ હોય કે પરછંદ હોય તે ત્યાગવા લાયક છે. આત્મછંદ – સ્વચ્છંદ : સ્વઆત્મ તત્ત્વ, શુધ્ધાત્મ દ્રવ્ય અને તેની નિર્મળ પરિણતિ નિર્મોહ દશા અને આવી નિર્મળ દશાનો રંગ લાગ્યો હોય તેને આપણે “આત્મછંદ' કે સ્વચ્છેદ કહીશું. આ “સ્વચ્છેદ' ઘણો ઉજળો અને આદરણીય પણ છે. તેમાં આત્મદ્રવ્યની જે શુધ્ધ પર્યાયો છે, તેનાથી ઈચ્છા શકિત રંગાઈ ગઈ છે તેનાથી અને મન, પ્રાણ, ઈન્દ્રિયો પણ રંગાયા છે. જેને કહી શકાય કે “લાગ્યો છે છંદ સાચા દેવગુરુનો, હો મને લાગ્યો છે છંદ સાચા દેવગુરુનો” આ છંદ સ્વછંદ હોવા છતાં મધુરો છે, તેમાં કડવાશ નથી. જેમ નિર્મળ પાણી પોતાના જ સહજ ગુણધર્મથી સ્વાદ આપે છે તેમાં પારદ્રવ્ય મેળવવાની જરૂર નથી તેમ આત્મછંદ પણ મિથ્યાત્વ, કષાય અને અજ્ઞાનથી મુકત હોવાથી સહજ રીતે આનંદદાયક છે. પરછંદ : પરદ્રવ્યોના પ્રભાવથી અને ઈન્દ્રિયોના વિષયોથી ઈચ્છાશકિત રંગાઈ જાય, વિષય કે કષાયનો આગ્રહ ઉત્પન્ન થાય છે, આવા “છંદ' ને આપણે “પરછંદ' કહીશું. આ પરછંદ તે સ્વચ્છેદથી પણ વધારે ઘાતક છે. જ્યારે સ્વચ્છંદ છોડવાની વાત કરી છે, ત્યાં અજ્ઞાત રૂપે પરછંદ પણ છોડવાનો છે. કાગડાથી ધન બચાવવું તેમ કહ્યું હોય, ત્યાં કહ્યા વિના પણ કૂતરાથી ધન બચાવવું તેવો અધ્યાસ સમાયેલો છે. અહીં કાગડાનો અર્થ કાગડો જ નથી પણ ઉપઘાતકારક બધા જીવો કાગડારૂપે લીધા છે. એમ અહીં સ્વચ્છેદની સાથે પરછંદ પણ લેવાનો છે. આત્મગુણોનો ઘાત કરે તે બધા વિકારી ભાવો પરછંદરૂપે ગણી લેવા જોઈએ. આ થયો પરછંદનો - ૧૯૬૦
SR No.005937
Book TitleAtmsiddhi Mahabhashya Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorJayantilalji Maharaj
PublisherShantaben Chimanlal Bakhda
Publication Year2009
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy