________________
જ પરિસ્થિતિમાં સંસ્થિત છે. તે તેનું સ્વરૂપ છે અને આકાશરૂપે એ જીવે છે. તેને અન્ય સ્થિતિ લાગુ પડતી નથી. તે જ તેનું શાશ્વત સ્વરૂપ છે. એ જ રીતે મુકત થયેલો આત્મા અમૂર્ત ભાવને પ્રાપ્ત થયા પછી દ્રવ્યાતીત, ક્ષેત્રાતીત, કાળાતીત ભાવને ભજે છે. કેવળ સ્વભાવમાં સ્થિત રહી અન્યભાવોનો પણ પરિહાર કરે છે. આમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી મુકત થયેલો જીવ પોતાના સ્વરૂપમાં જ રહે, તે તેની પ્રાકૃતિક શુધ્ધ અવસ્થા છે. હકીકતમાં તો મોક્ષની વ્યાખ્યા શબ્દાતીત છે, પરમ રહસ્યમય છે, પરંતુ તેનું દિવ્યરૂપ શબ્દોમાં અંકિત છે અને મુકિતની સ્થૂલ વ્યાખ્યા દષ્ટિગોચર થવાથી અને જીવની બીજી ઈચ્છાઓનો પરિહાર થવાથી આ એક માત્ર ઈચ્છા બની રહે છે, તેથી તે મુમુક્ષુ કહેવાય છે. મુમુક્ષુ એ એક પ્રકારની સાધક અવસ્થા છે. જેમ બાળક ચાલનગાડીનો સહારો લે, ત્યારે બાળક અને ચાલનગાડી તેમ બે દ્રવ્ય છે, પરંતુ બાળક સ્વસ્થ થતાં ચાલનગાડી છૂટી જાય તે જ રીતે મુમુક્ષુમાં મુકિત અને ઈચ્છાશકિત બે ભાવ સ્પષ્ટ છે, પરંતુ જયારે જીવ મુકિતમાં રમણ કરે અને મુકિતની નજીક પહોંચે ત્યારે ઈચ્છા શકિતનો સહારો છૂટી જાય છે, કારણ કે ઈચ્છા શકિત પણ મધ્યકાલીન ગુણ હતો એટલે તે લય પામે છે અને શાશ્વત એવી મુકિત નિર્મળ ભાવે એકાંત બની જાય છે. - આટલા વિવેચન પછી મુમુક્ષના ભાવો સ્પષ્ટ થઈ જાય છે અને કૃપાળુ ગુરુદેવે મુમુક્ષ શબ્દ જે પસંદ કર્યો છે તેની સાર્થકતા પણ સમજાય છે. ' આ પ્રથમ પદમાં પ્રથમ હોય તેમ લખ્યું છે અર્થાતું આ શરતવાચી શબ્દ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મુમુક્ષુ હોય પણ કાવ્ય રીતે “હોય મુમુક્ષુ તેમ કહ્યું છે. આમ કહેવામાં એક ભાવ સ્પષ્ટ થાય છે કે હોવા સુધીના બિંદુને સ્પષ્ટ કરવા જીવ કોઈ અન્ય રીતે પણ ભલે તૈયાર થયો હોય, મુમુક્ષ થવા સુધીમાં કોઈ ખાસ નીતિ નિયમ નિર્ધારિત નથી. હોય મુમુક્ષુ અર્થાત્ બન્યો હોય. મુમક્ષ બનવાની પૃષ્ઠભૂમિ પ્રથમ તૈયાર થાય છે અને ત્યારપછી મુમુક્ષુ બને છે અને આ વાસ્તવિક સિધ્ધાંત છે કે કોઈપણ પર્યાય તેની પૃષ્ઠભૂમિ તૈયાર થયા પછી જ ખીલે છે. જેમ કોઈ કહે હોય લોટ તૈયાર તો બને રોટલી. અહીં રોટલી બને, તે પહેલા તેને પૃષ્ઠભૂમિ રૂ૫ લોટનું ઉપાદાન અને તેની યોગ્યતા આવશ્યક છે. લોટની રોટલી વણનાર, લોટ બાંધનાર કોઈ એક ન હોય શકે, પરંતુ લોટની પ્રક્રિયા અને રોટલીની પર્યાય એક જ દ્રવ્યમાં સંભવે છે. અહીં પણ જીવની યોગ્યતા મેળ વવામાં બહારના ઘણા કારણો હોય શકે, પરંતુ ઉપાદાન રૂપે તે જીવનો પોતાનો જ ક્ષયોપશમ છે અને આ ક્ષયોપશમ થયા પછી મુમુક્ષુ ભાવ પ્રગટ થાય છે. આમ યોગ્યતાવાળો જીવ જો મુમુક્ષુ બન્યો હોય તો તે યોગ્ય વિચારોને, સમદ્રષ્ટિને સમજી શકે છે. અહીં ક્રમશઃ ત્રણ અવસ્થાનું પ્રદર્શન કર્યું છે.
(૧) કાળક્રમમાં જેમ નદીનો પથ્થર સ્વભાવિક શિવલિંગ બની જાય છે, તેમ કોઈપણ અકામાદિ નિર્જરાના કારણે હળુકર્મી થઈ યોગ્યતાને વરેલો હોય.
(ર) સારા નિમિત્તો મળતાં, સદ્ગુરુના દર્શન થતાં હવે તે બધી જ ઈચ્છાને પડતી મૂકી મોક્ષની ઈચ્છા રાખે તે મુમુક્ષુ બને છે.
(૩) મુમુક્ષુ બન્યા પછી આ ઉત્તમ વિચારોને સમજવાની, પચાવવાની અને તેના ભાવાત્મક
૨૬૧