SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) ઘણા ખોટા બનાવટી સંતોના પરિચયમાં આવ્યા પછી વિરકત આત્માઓ પોતાનું કલ્યાણ કરી ગયા, નાટકમાં રહેલા બનાવટી ગુરુના ભાષણ સાંભળી ઘણાને વૈરાગ્ય થયો તેવા દ્રષ્ટાંતો છે. જૈન પરંપરામાં આ ત્રીજા ભંગનું કથન પ્રસિધ્ધ છે. એમ કહેવાય છે કે અભવ્ય આત્મા જે નવ નૈવેયક સુધી જઈ શકે, પરંતુ મૂળમાં તેને આત્મજ્ઞાન હોતું નથી છતાં તે ગુરુપદ ભોગવે છે. અભવ્ય આત્માના સંસર્ગ કે સંપર્કમાં આવ્યા પછી તેના ઉપદેશથી બીજા ઘણા ભવ્ય આત્માઓ તરી જાય છે. (૪) ચોથા ભંગમાં વ્યકિત ખોટા છે અને ભોળા વ્યકિતઓને ભોળવીને વિનયમાર્ગનું દર્શન કરાવી તેમના મન, પ્રાણ, બુધ્ધિ હરી લઈ તેનાથી ખોટો લાભ ઊઠાવે છે. આ ચોથો ભંગ પણ પ્રથમ ભંગની જેમ અસત્યનો રાજમાર્ગ છે અસ્તુ. આટલા સ્પષ્ટીકરણથી સ્પષ્ટ થાય છે કે કવિરાજે જો’ શબ્દ શા માટે મૂક્યો છે. તેમાં કંઈ પણ લાભ ઊઠાવવાની વાત છે પરંતુ આ લાભની સાથે “કોઈ વિશેષણ મૂકયું નથી પરંતુ પરોક્ષભાવે ગેરલાભ ઊઠાવે તે વાત સમજાઈ ગઈ છે. આમ જો' શબ્દ અને “કોઈ એ બંને શબ્દો પરોક્ષ ભાવે ઘણું કહી જાય છે. કોઈ કહેવાનો મતલબ છે કે લાભ કે ગેરલાભ ઘણી જાતનો હોય શકે છે. વ્યકિતનું શોષણ કરે, તેને ગુલામ જેવો બનાવે, કામાસકત બની પોતાની વાસનાઓને પૂર્ણ કરે, માન કષાયને પોષવા માટે જય જયકાર કરાવે, શિષ્યથી આનંબર ઊભો કરી અને આ લોકો ઘણાં જ વિનયશાળી છે એમ કહીને લોકોમાં પોતાનું ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ કરે, આર્થિક ધનસંચય કરે, બીજી કેટલીક શારીરિક સેવાઓ કરાવે, આમ ટૂંકમાં કહેવાનું કે વિષય કષાયનું પોષણ કરે. આવા ગેરલાભો પ્રત્યે કોઈ શબ્દથી શ્રીમદજીએ અસદ્ગુરુની પ્રવૃતિનો ખ્યાલ આપ્યો છે. કવિરાજના સમયમાં આવી અસત્ પ્રવૃત્તિઓ દષ્ટિગોચર હતી અને એક પ્રકારે સામાજિક બદી હતી જેથી આવા આત્મસિધ્ધિશાસ્ત્રમાં પણ તેનું ધ્યાન કરવું આવશ્યક બની ગયું કારણ કે વિપક્ષને સમજયા પછી જ સતુ પક્ષનું ભાન થાય છે. બંને પદની એક સાથે વ્યાખ્યા કરતાં તેમાં એ “જો કોઈ એ ત્રણે સર્વનામ ઘણાં જ મહત્વપૂર્ણ છે. આવો ઉત્તમ વિનય પ્રદર્શિત કરી અસદ્ગુરુ કોઈપણ પ્રકારનો ગેરલાભ ઊઠાવવા જો પ્રયાસ કરે તો બાહ્ય ક્ષેત્રમાં તો નુકશાન થાય તે થાય, પરંતુ આધ્યાત્મિક ક્ષેત્રમાં મોટું નુકશાન થાય છે, તેનો કવિરાજ ગાથાના ત્રીજા પદમાં ઉલ્લેખ કરે છે. જૈનદર્શન બાહ્ય હાનિ લાભની જેટલી વ્યાખ્યા કરતું નથી તેથી વધારે તે આત્યંતર હાનિ લાભનું દિગ્દર્શન કરાવે છે. બહારના હાનિ લાભમાં કોઈ બાહ્ય નિમિત્ત હોય છે, પરંતુ તે ખરેખર કારણભૂત નથી. કારણભૂત તે વ્યકિતના શુભાશુભ કર્મ છે તેથી જૈન તત્ત્વજ્ઞાન મનુષ્યનો જે કોઈ ક્રિયા કલાપ છે તેનું કર્મફળ રૂપે વિવરણ કરી શુધ્ધ કારણ રૂપ તત્ત્વોનો નિર્દેશ કરે છે. આ તત્ત્વોમાં પુણ્ય પાપ અને આશ્રવ કે બંધ તે બધા મૂળભૂત કારણ છે. સામાન્ય ભાવે ભારતીય સંસ્કૃતિમાં કર્મ શબ્દ વપરાય છે. વ્યવહારમાં અને અધ્યાત્મશાસ્ત્રમાં કર્મતત્ત્વની વિવેચના છે. જૈનદર્શનનું તો સમગ્ર સંસ્થાન કર્મવાદ છે. કર્મ એટલે શું ? જે ક્રિયાથી નિષ્પન થાય તેને કર્મ કહેવાય છે. આ કર્મ ત્રણ ભાગમાં રા||||||||| || Die SHALAMALEELELESED 2 44 cm
SR No.005937
Book TitleAtmsiddhi Mahabhashya Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorJayantilalji Maharaj
PublisherShantaben Chimanlal Bakhda
Publication Year2009
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy