________________
“અનંતકાલઃ વિપુલા ચ પૃથ્વી.” આ સિદ્ધાંતને આધારે યોગ્યતાવાળા પાત્રો સ્વયં અધ્યયન કરી સમય સમય પર મહાભાગના ભાવોને ઉજાગર કરતા રહેશે. પ્રસિદ્ધિનું કોઇ લક્ષ નથી. શ્રી માનતુંગ આચાર્ય જેવાએ પોતાના ગૂઢ ભાવ ભરેલા કાવ્ય સત્પુરુષોની સભામાં હાસ્યનું નિમિત્ત બનશે તેમ કહીને લઘુતાના ભાવો પ્રગટ કર્યા છે. તો અહીં પણ એ જ કહેવાનું મન થાય છે કે ખરેખર આ લખાણ પરમ વિદ્વાનોની સભામાં આદરણીય કદાચ ન પણ બને પરંતુ તેની અવહેલના તો થશે જ નહીં, કારણ કે આમાં એક સત્પુરુષના ભાવોનું કથન મૂકેલું છે. આચાર્યશ્રી વિશ્વાસની સાથે એમ કહે છે કે પ્રભુનું નામ હોવાથી મારું સ્તોત્ર આદર પામશે જ. તેવા વિશ્વાસ સાથે આ મહાભાષ્ય પણ પ્રકાશ પાથરશે, મનમાં જરાપણ સંશય નથી.
મહાભાગનું વિવરણ મનોભૂમિમાં તરંગિત થઇ અક્ષરદેહ આપવા માટે તત્પર હતું ત્યારે એને ઝીલીને ખૂબ સુંદર શૈલીમાં અને સારા અક્ષરોમાં લખીને જેમ ગાયનું દૂધ સારા પાત્રમાં ગુણવાન સંચિત કરે તેમ આપણા સમાજના ગુણવાનબહેન નીરૂબેને પ્રથમ આ ભાવોને ઝીલવા માટે લેખિનીને પૂરી જાગૃત રાખીને અક્ષરદેહ આપવામાં જે સહયોગ આપ્યો તે લખાવવા કરતા પણ વધારે પ્રસંશનીય હતો. પછી જેમ ગંગમાં જમના ભળે તે રીતે સાધુ - સંતોની સેવામાં અહર્નિશ રહી જે ઘડાયા છે અને તત્ત્વોનું મર્મ સમજી શકે છે તેવા સુવ્રતા બેન શ્રી આભાબેન નિરૂબેનના પ્રવાહમાં ભળ્યા અને લેખિનીના આ પ્રવાહને વણથંભ્યો રાખીને ઉત્તમ સાહિત્ય સેવા બજાવી. વચમાં ત્રુટિ પડતા આ ગ્રંથના જે પ્રેરક છે તેવા શાંતાબેન બાખડાની સુપુત્રી રેણુકાબેન પણ થોડો સમય આપી યશના ભાગી બન્યા છે. બધી અંતરાય એક સાથે ન આવે તે માટે રમેશભાઇ બાખડા પ્લેટફોર્મ પર આવ્યાં હતાં અને યથાસંભવ કાર્ય કરી આ સાહિત્ય સરોવરમાં સ્નાન કરી રહ્યાં હતાં.
મહાભાગના આ જલપ્રવાહમાં સાધક સ્વયં સ્નાન કરે અને વધારે નિમગ્ન થશે તો તેને વધારે આત્મશાંતિનો અનુભવ થશે તેવી આશા છે. પૂજ્ય તપસ્વી જગજીવનજી મહારાજ ચલ ચિકિત્સાલયના આ શાંત વાતાવરણમાં, ઘણા વ્યાવહારિક કાર્યો ચાલતા હોવા છતાં વીરકૃપાથી અને તપસ્વીજી મહારાજની કૃપાથી જે આ અવસર મળ્યો છે તે અમારે માટે એક અણમોલ ઘટના છે અને લાગે છે કે આ સાક્ષાત પ્રભુની અને તપસ્વીજી મહારાજની કૃપાનું ફળ છે. ‘વિકી સ્વાધ્યાય ભવન’ જ્યારથી નિર્માણ થયું છે ત્યારથી આ ભવનમાં નિરંતર ધાર્મિક અને આધ્યાત્મિક ઉપાસનાઓ ચાલુ જ રહી છે અને તેવા જ પવિત્ર સ્થાનમાં આ મહાભાગનું લખાણ તૈયાર થયું છે, તે સ્થાનના દિવ્ય પુદ્ગલો અવશ્ય નિમિત્તરૂપ બન્યા છે.
આજના યુગમાં સાહિત્ય તૈયાર થયા પછી તેનું પ્રકાશન બધી દષ્ટિએ ઘણુ જ દુર્લભ હોય છે. આર્થિક પ્રશ્નની સાથે સાથે ધ્યાન આપી શ્રમ કરનારા સુપાત્ર જીવો ઉપલબ્ધ થવા પણ ઘણાં જ દુર્લભ છે ત્યારે આ મહાભાગના પ્રકાશનમાં સ્વતઃ બાખડા પરિવારે પૂરો રસ લઇને આખો માર્ગ બનાવી દીધો છે.
મહાભાગનું લખાણ ચાલુ હતું ત્યારે ગોંડલગચ્છના શાસન અરૂણોદય પ્રભાવશાળી, લઘુસંત પૂ. નમ્રમુનિ મ.સા. તથા સેવાભાવી શ્રી પિયુષમુનિ મ.સા. મુંબઇ જેવી મહાનગરીમાં ધર્મનો પ્રકાશ પાથરી પૂર્વભારતમાં પધાર્યા તેમની સાથે વિહારયાત્રામાં વિદુષીરત્ના આગમવિહારીણી શ્રી વીરમતીબાઇ સ્વામી, શ્રી પૂર્ણાબાઇ સ્વામી, શ્રી બિંદુબાઈ સ્વામી, ડો. આરતીબાઇ સ્વામી, શ્રી સુબોધિકાબાઇ સ્વામી તથા શ્રી પૂર્વીબાઇ સ્વામી આદિ સતી શ્રેષ્ઠાઓએ પેટરબારને સ્પર્શ કરી ચક્ષુચિકિત્સાલયમાં પદાર્પણ કર્યું અને ચાલીસ દિવસ સુધી અહીં સ્થિરતા કરીને અધ્યયન અધ્યાપનમાં ભાગ લઇ એક નવી જ ચેતના આપી છે. આ લખાણ ઉપર તેઓનો ષ્ટિપાત થતાં અમારી સાહિત્ય સાધનામાં દ્વિગુણો ભાવ પ્રગટ થઇ ગયો હતો. આ પ્રથમ ભાગનું લખાણ લગભગ પરિપૂર્ણ થવા આવ્યું હતું ત્યારે તેઓની સૂચના ઘણી જ ઉપકારી નિવડી, ખાસ કરીને ૩૫૦ પાના જેટલા લખાણમાં શિર્ષકનો અભાવ હત થા લખાણને શુદ્ધ કરવાનું હતું. તે કાર્યમાં આભાબેને અમારી પ્રેરણા અનુસાર શિપેક લખીને મહાસતીજી આરતીબાઇને પરિશુદ્ધ કરવા આપ્યું. તેઓએ આટલા બધાં ઉગ્ર વિહાર વચ્ચે પણ અનેક પરિષહોનો સામનો કરી રહ્યાં હતાં ત્યારે સમય કાઢીને આખુ વાંચન પરિપૂર્ણ કર્યું તે ઉપકાર તો કોઇ રીતે ભૂલી શકાય તેમ નથી.