SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવામાં આવે છે. ઉપાદાન કારણ તે કાર્યનો આધાર છે. જેમ મંદિર બને તો મંદિરનો આધાર, જેનાથી મંદિર બન્યું છે તે બધા ઈટ–પથ્થર ઈત્યાદિ છે. મંદિરને બનાવનાર કોઈપણ કારીગર વગેરે તેના બાહ્ય કારણો છે. આમ ઉપાદાનમાં કાર્ય સમન્વિત છે – સમાવિષ્ટ છે અને એક પ્રકારે તે ઉપાદાનની પર્યાય છે. જો કે ઉપાદાનની હજી વિશાળ શાસ્ત્રીય વ્યાખ્યા થઈ શકે. પરંતુ અહીં ટૂંકી વ્યાખ્યા કરી છે. કાર્ય માટે બીજા કારણ નિમિત્ત કારણ હોય છે. સામાન્ય અર્થ પ્રમાણે નિમિત્ત કારણ તે બહારનું કારણ છે. નિમિત્તમાં કર્તૃત્વનો અંશ છે. પરંતુ નિમિત્ત કારણ કાર્ય સાથે સંયુકત થતું નથી. અસંયુકત રહીને જે કાર્યનો ઉપકાર કરે છે, જે હાજર રહીને કાર્યનો આકાર તૈયાર કરે છે, પરંતુ તેનાથી નિરાળ થઈ જાય છે તેને નિમિત્ત કહેવામાં આવે છે. જેમ સોનાને આકાર આપવા માટે કોઈ બીબામાં નાંખવામાં આવે તો બીજું સોનાને આકાર આપી પુનઃ છૂટું પડી જાય છે. બીબ સોના સાથે સંયુકત થતું નથી, તો અહીં સોનું તે ઉપાદાન કારણ છે, જયારે બીબુ તે નિમિત્ત કારણ છે. નિમિત્ત કારણની એકથી વધારે સંખ્યા હોઈ શકે. તેથી નિમિત્ત કારણના સ્પષ્ટ વિભાગ કરવામાં આવ્યા છે. (૧) કર્તા કારણ () કરણ કાર્ય (૩) ઉપકરણ કારણ (૪) અધિકરણ કારણ. આમ કોઈપણ રીતે જે તત્ત્વ કાર્ય સાથે જોડાય છે, પરંતુ કાર્યનું સંપાદન થયા પછી જે વિયુકત થાય છે તે બધા નિમિત્ત કારણ છે અસ્તુ. આટલા કથન પછી ઉપાદાન અને નિમિત્ત એ બન્નેની ધારા સ્પષ્ટ સમજાય છે. કાર્ય કારણની સાંકળમાં ઉપાદાન અને નિમિત્ત બન્ને પ્રધાન સ્તંભ છે. આ કારણોને કયારેક સાધન કહેવામાં આવે છે, કયારેક લક્ષણ કહેવામાં આવે છે, કયારેક તેને માર્ગ પણ કહેવામાં આવે છે, કેટલીક લોકભાષામાં તેને ઉપાય પણ કહેવામાં આવે છે અને રોગાદિ અવસ્થામાં ઉપચાર પણ કહેવામાં આવે છે પરંતુ આ બધા ભાવો અંતે કાર્ય કારણ રીતે પ્રવાહિત થાય છે. અને વિશ્વની લીલારૂપ પર્યાય ચાલુ રહે છે. હવે આપણે અહીં જ્ઞાનમાર્ગનો વિચાર કરી રહયા હતા. જ્ઞાનના માર્ગમાં ઉપાદાન કારણ આત્મા સ્વયં છે. આત્મા તો સદા શાશ્વત છે. એટલે આત્મા કહેવું પર્યાપ્ત નથી. પરંતુ આત્મા તત્ત્વની એક વિશેષ અવસ્થા ઉદ્ભવે ત્યારે તે જ્ઞાનનું ઉપાદાન બને છે. જૈન શાસ્ત્રોમાં આવી ઉપાદાન સ્થિતિ માટે એક વિશાળ ગણિત મૂકયું છે. જેમાં મોહનીય કર્મની સ્થિતિ એક કોટાનકોટિ સાગરોપમથી ઓછી થાય અને એ જ રીતે મિથ્યાત્વ મોહનીય કર્મ પણ ઘણી અલ્પ સ્થિતિને પ્રાપ્ત થયું હોય અને સાથે સાથે નિર્વધ પુણ્યના પૂંજ ઉદયમાન થતાં હોય અને બાકીના ઘાતિકર્મ ઈત્યાદિ પણ પોતાનું તાંડવ કરવામાં નિર્બળ પડ્યા હોય, સંયોગિક ભાવ ઉજ્જવળ બન્યા હોય, પછી તેમાં ગુર્નાદિક નિમિત્ત હોય અથવા પ્રાકૃતિક સ્થિતિનો પરિપાક હોય ત્યારે આત્મા સમ્યજ્ઞાનના ઉપાદાન રૂપે યોગ્ય સ્થિતિમાં આવે છે. મોક્ષ શાસ્ત્રમાં પણ લખ્યું છેઃ “નિસત્ આધાવિ ” અર્થાત્ આ સમ્યગુ જ્ઞાનનો પરિપાક થવામાં નિસર્ગ અને અધિગમ એવા બે ઉપાદાન કે નિમિત્ત પ્રગટ હોય છે. નિસર્ગ એટલે પ્રાકૃતિક સ્થિતિ અને અધિગમ એટલે કોઈપણ ગુર્વાદિક સંયોગ અથવા શાસ્ત્રશ્રવણ. do consonauteurs de dans son enormneskelualue. VOC minimal
SR No.005937
Book TitleAtmsiddhi Mahabhashya Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorJayantilalji Maharaj
PublisherShantaben Chimanlal Bakhda
Publication Year2009
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy