Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
જજ જ
ગાથા-૪ર
'ઉપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; 'ગુરુ શિષ્ય સંવાદથી, ભાખું ષસ્પદ આંહી II
ઉપજે તે સુવિચારણા' એમ કહ્યું છે, “ઉપજે નો અર્થ સ્વતઃ આધ્યાત્મિક ક્રમમાં આ સુવિચારણા પ્રગટ થાય છે. જેમ રોપા વાવ્યા પછી ફળ પોતાની મેળે ઉપજે છે. “ઉપજે શબ્દ દ્રવ્યનો પરિપાક થયા પછી સ્વતઃ વિભિન્ન પર્યાયો પ્રગટ થાય છે, તેમ સૂચિત કરે છે. “ઉપજે તે પ્રાકૃતિક ક્રિયા છે. “નેચરલ પ્રોડકશન' અર્થાત્ પ્રકૃતિના સ્વયં પરિણામ છે. “ઉપજે શબ્દમાં કોઈ અહંકાર નથી. હું ઉપજાવું છું કે કોઈ ઉપજાવે છે તેવો કતૃત્વનો ભાવ નથી, પરંતુ કતૃત્વના અહંકાર રહિત પ્રકૃતિ સ્વયં જેની કર્તા છે અને તેથી ત્યાં સ્વયં પરિણામો ઉપજે છે, પ્રગટ થાય છે, ગુલાબના છોડમાં ગુલાબના ફૂલો સ્વતઃ “ઉપજે છે. ઉપજે શબ્દ બહારની કોઈ ક્રિયા નથી પરંતુ સ્વતઃ આંતરિક ક્રિયાનું પરિણામ છે. “ઉપજે સંસ્કૃતમાં તેને ઉપજન્મ કહેવાય છે. ઉપનો અર્થ સામીપ્ય છે. તે નિજ અર્થમાં છે, અર્થાત્ જે કાર્ય ઉત્પન થયું છે, તેનું કારણ પણ તેનું સામીપ્ય જ છે. અર્થાત્ કારણથી સ્વયં ક્રિયા ઉપજી છે, કારણથી સ્વયં કાર્ય નિપજયું છે. અહીં ઉપજે શબદ ઉપર ખાસ ધ્યાન આપવાની જરુર છે, ઉપજે શબ્દની સાચી મીમાંસા થાય, અથવા જીવ સ્વતઃ પ્રકૃતિના નિર્વાણ ભાવોને જાણે તો આખી દિશા બદલાય જાય છે. જેમ ઉપજે છે તેમ આથમે પણ છે. પર્યાયોનું પ્રગટ થવું ને લય થવું તે સમગ્ર સંસારમાં એક વિલક્ષણ ક્રિયા નિરંતર ચાલતી રહે છે. જડ દ્રવ્યો જેમ વર્ણ–ગંધ, રસ આદિ ભાવના ભૌતિક ગુણો પ્રગટ કરે છે, પરિણામ પામે છે તે રીતે આત્મદ્રવ્ય પણ અનુકૂળ સ્થિતિ પ્રાપ્ત થતાં ઉત્તમ પરિણામોને ભજે છે અને આવા ઉત્તમ પરિણમના પ્રાગટયને અહીં શાસ્ત્રકાર “ઉપજે શબ્દથી સંબોધે છે.
આ ૪૨ મી ગાથામાં બધા પરિપાક થયા પછી જે “ઉપજે આવે છે તેને ઉપજે શબ્દ કહીને સુવિચારણા રુપ ફળ ઉપજયું છે. સુવિચારણારુપ ફળ ઉપજે છે અને ખાસ “તે’ શબ્દ કહીને એક વિશેષ પ્રકારની સુવિચારણાનો ઉલ્લેખ કરે છે. કહે છે કે “ઉપજે તે સુવિચારણા”. અહીં તે' શબ્દ માર્કેબલ અર્થાત્ ખાસ લક્ષ ભરેલો છે, કેટલીક બીજી સુવિચારણાઓને ગણતરીમાં ન લેતા આ ખાસ તે વિચારણા છે કે જે વિચારણા ઉપજે તો જ જીવ મોક્ષમાર્ગ રૂપી ફળ પામે છે. આમ કોઈ ખાસ સુવિચારણા ઉપર ભાર મૂકયો છે.
સુવિચારણા શબ્દનો ત્રીજી વખત અહીં ઉલ્લેખ પામ્યો છે. એથી સમજાય છે કે સુવિચારણાની અલગ અલગ કક્ષા છે. એક પછી એક તેમાં ઉત્તમ ભાવો ભર્યા હોય તેવી ત્રિગુણાત્મક સ્થિતિ છે. આપણે કહી ગયા તેમ સુવિચારણાની ત્રણ પેટી છે.
સુવિચારણાની ત્રણ ભૂમિકા : (૧) પ્રથમ સુવિચારણા બોધથી ઉત્પન્ન થતી ઉચ્ચ કોટિની વિચાર શ્રેણીનું પ્રથમ પગથિયું છે.
(૨) બીજી સુવિચારણાની આપણે આધ્યાત્મિક વિવક્ષા કરી ગયા છીએ, જેમાં મન ઉપર
ડોહાડોહાડ ૩૯૫