Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda

Previous | Next

Page 406
________________ બજા જ ::: :: : :: : :: : : : : ::::: : : ગુણધર્મોને ઓળખે છે અને ભિન્ન ભિન્ન પ્રકારે બાહ્ય દ્રવ્યની ક્રિયાને વિશેષરૂપે સમજે છે ત્યારે તે જ્ઞાન પરાડમુખી હોય છે, અર્થાત્ પર ભાવોને વાગોળે છે. જો કે જ્ઞાન તે તો જ્ઞાન જ છે. દર્શનશાસ્ત્રમાં તો “વાર છિન તિ પ્રમાણન | જ્ઞાનનો સ્વભાવ જ છે તે સ્વ અને પર બન્નેનું એક સાથે પરિછેદન કરી પ્રમાણભૂત જ્ઞાન પ્રાપ્ત કરે છે. | નિજજ્ઞાન : નિજજ્ઞાનનો અર્થ એ છે કે જેમ બીજા દ્રવ્યોના સ્વભાવનો નિર્ણય કર્યો છે, તે જ રીતે આત્મદ્રવ્યનો પણ સાંગોપાંગ નિર્ણય કરે છે, તે નિજજ્ઞાન કહેવાય છે. નિજજ્ઞાનનો એવો અર્થ નથી કે ફકત પોતાનું જ જ્ઞાન કરે, પરંતુ આત્મજ્ઞાન મેળવે સાથે સાથે અન્ય દ્રવ્યોનું પણ જ્ઞાન હોય જ છે. જો નિજજ્ઞાન ન હોય તો જીવ અંધારામાં રહે છે. અહીં જ્ઞાન તે જ્ઞાની પણ છે અને જ્ઞાન કરનાર તત્ત્વ પણ છે. આત્મદ્રવ્ય તે જ્ઞય છે પરંતુ જે શેય તત્ત્વ છે તે જ જ્ઞાન કર્તા છે. જ્ઞાની-જ્ઞાનmય એ ત્રણેય એકાકાર બની અખંડ તત્ત્વનું ભાન કરે છે. ત્યારે જ તે નિજજ્ઞાન કહેવાય છે. પોતે પોતાથી પોતાને જાણે છે, સ્વયં સ્વથી સ્વને જાણે છે. આત્મા આત્માથી આત્માને જાણે છે. આમ ત્રિયોગ એકસાથે જોડાયેલા છે, તેથી તેને નિજજ્ઞાન કહ્યું છે. જે જ્ઞાન કર્યા છે તે પોતાથી અજાણ્યો નથી. જ્યાં સુધી સમ્યગુદશા ન આવી હોય ત્યાં સુધી સાંસારિક દશાઓને જાણે છે, મોહભાવે નિહાળે છે, સ્વયં અંધારામાં રહે છે અને સમજી શકતો નથી કે આ જાણકાર કોણ છે? જાણકારને જાણે તે નિજજ્ઞાન છે. અહીં નિજજ્ઞાન ભાવ દષ્ટિએ અંતર્મુખી દષ્ટિ ધરાવે છે. પુનઃ જ્ઞાનની વૃત્તિ પાછી ફરી જ્ઞાનનું જે અધિષ્ઠાન છે તેને ઓળખે છે. ત્યારે તે નિજજ્ઞાનરુપે નિજને પ્રગટ કરે છે. હકીકતમાં આ શબ્દ સમસ્ત અધ્યાત્મશાસ્ત્રનો સારભૂત શબ્દ છે. નિજજ્ઞાન ન થાય ત્યાં સુધી એકડા વગરના મીંડા છે. ધન્ય છે ગુરુદેવને ! જેઓએ સરળતાથી નિજજ્ઞાન શબ્દનો ઉપયોગ કરી મોક્ષમાર્ગને પ્રદર્શિત કર્યો છે. ઉપસંહાર : ૪૧ મી ગાથાના બધા ભાવો સમાપ્ત થયા પછી સારાંશ એ છે કે ત્યાં શાસ્ત્રકારે આખી સાંકળ પૂરી કરી છે. ઉત્તમ દશા પામ્યા પછી, ઉત્તમ બોધ મેળવ્યા પછી ક્ષાયિક ભાવોનો સ્પર્શ કરી, મોહના રણપ્રદેશને ઓળંગી લીલાછમ નિર્વાણના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. ખરેખર આ ગાથામાં આધ્યાત્મિક ઉચ્ચ ભૂમિકાનો ભાવ પ્રગટ કર્યો છે. જેમ શાસ્ત્રમાં ગુણસ્થાનશ્રેણીનું વર્ણન કરી જયારે જીવ ક્ષાયિક ભાવ સુધી પહોંચે છે. ત્યારે તે આંતર દશાનો ખજાનો મેળવી ઝૂલવા માંડે છે. આનંદની ઊર્મિઓ અનુભવે છે પરંતુ આ આદર્શક્ષેત્ર હજુ સાધકને ભાવ દશામાં સમાયેલું છે. ભાવદશામાં પણ અધ્યાત્મસ્થિતિનો અનુભવ કરી જીવ જાણે પોતે મુકત થયો તેવો આનંદ અનુભવે છે. પામે પદ નિર્વાણ' એક તો હકીકતમાં જીવ નિર્વાણ પામી અનંતકાળ સુધી સ્વ સ્થિતિમાં સ્થિત થઈ શકે તેવા સિધ્ધભાવમાં વર્તે છે. નમો સિધ્ધાણં પદમાં સમાય છે. જયારે ભાવાત્મક સ્થિતિમાં “પામે પદ નિર્વાણ' નો અર્થ જોઈએ તો નિર્વાણ શું છે ? નિર્વાણનું પદ કેવું છે? તે શાશ્વત પદને પામે છે, એટલે જ્ઞાનમાં ઊતારે છે, નિર્વાણ પદનો સંકલ્પ કરે છે. એક રીતે તે નિર્વાણપદને પ્રાપ્ત થાય છે. આ પદ' શબ્દ એ સ્થાનવાચી કે સ્થિતિવાચી પણ છે અને બીજી રીતે તે જ્ઞાનાત્મક છે અને સ્થિતિરુ૫ નિર્વાણનું ભાન કરાવે છે. નિર્વાણનું જે પદ છે તેની જે દર ૩૯૩

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412