________________
કારણથી બે કાર્ય એકસાથે સંપન થઈ રહ્યા છે. એ જ રીતે અહીં પણ સુવિચારણા જન્મી છે તો ત્યાં સુખદાયી તો પ્રગટ થઈ રહ્યું છે અને સુવિચારણાથી નિજજ્ઞાન પણ પ્રગટ થાય છે. આમ સુવિચારણા રુપી એક કારણથી બે આવશ્યક કાર્યનું સંપાદન થઈ રહ્યું છે અને જીવને આ બંને ફળ પરમ આવશ્યક છે.
સુવિચારણાથી શાંતિનો અનુભવ થતાં સમ્યગુદર્શનનો જન્મ થાય છે અને સુવિચારણાથી તત્ત્વોનું ભાન થતાં સમ્યગુજ્ઞાન પણ પ્રગટ થાય છે. સુવિચારણા દર્શન અને જ્ઞાન બન્નેની એક નિમિત્તભાવે ભિસ્તી છે, અર્થાત્ તેનો આધાર છે. સુવિચારણા રુપી સાંકળમાં બે કડી જોડાયેલી છે. એક સુખદાયી શાંતિ અને બીજી નિજજ્ઞાન, આત્મજ્ઞાન, અર્થાત્ દર્શન અને જ્ઞાન બને.
૬ ૨૯૧
%