Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
આવિર્ભાવ થાય છે અને આ પર્યાયોમાં જયાં સુધી કર્મ પ્રભાવનું પ્રતિબિંબ ન પડે ત્યાં સુધી આ જ્ઞાનાત્મક ક્રિયા સુવિચારણા છે, અર્થાત્ સુવિચરણ છે પરંતુ જો તેમાં શુધ્ધતાનો ભાવ ન હોય, શુધ્ધતાનો અંશ ન હોય અને વિભાવરુપ મેલથી આ ક્રિયાભાવ મેલો થયો હોય, તો તે સુવિચારણા રહેતી નથી. જેમ કપડા ઉપર પડેલો મેલ કપડાના સ્વરુપને કલંકિત કરે છે તેમ ઉદયમાન કર્યુ વિચારણાને કલંકિત કરી સુવિચારણા રહેવા દેતા નથી. પરંતુ જો પ્રતિપક્ષમાં સદ્ગુરુના બોધની જીવે અવધારણા કરી છે અને જેને સોળ આના બોધ ગમ્યો છે તે બોધ સામે પક્ષે ઊભો છે, અર્થાત્ બોધની હાજરી છે, તો તે સુવિચારણા બને છે. કારણ કે બોધ સ્વયં એક જ્ઞાનાત્મક ક્રિયાનું રુપ છે. હવે પ્રગટ થતી નવી શુધ્ધ વિચારણાની ધારા જયારે પોતાનું સ્વરુપ જાળવી રાખે છે, ત્યારે પ્રાપ્ત થયેલો બોધ અને પ્રકાશિત થયેલી આ નૂતન પર્યાય, એ બન્નેનું એકાકાર મિલન થતાં વિચારણા સુવિચારણા બની પ્રબળભાવે પ્રવાહિત થાય છે. જેમ નદીની ધારા નદીમાં પડેલા કચરાને કિનારા તરફ ફેંકીને પુનઃ નિર્મળ થઈ વહેતી રહે છે તેવી આ સ્થિતિ છે જેને કવિરાજ અહીં સુવિચારણા કહે છે.
બોધ પણ જ્ઞાનાત્મક છે અને સુવિચારણા પણ જ્ઞાનાત્મક પ્રક્રિયા છે. અહીં ‘જ્ઞાનાત્ જાયતે જ્ઞાનાત્' એ સિધ્ધાંત સ્પષ્ટ થયો છે, અર્થાત્ જ્ઞાનથી ઉપજેલી એક પર્યાય બીજી વિશેષ પર્યાયને જન્મ આપે છે એ પર્યાય બીજી પર્યાયનું નિમિત્ત બને છે. જ્ઞાનાત્મક પયાર્યનો ક્રમ ક્ષયોપશમ અનુસાર એક પછી એક ખુલતો જાય છે, પરંતુ આમ થવામાં પૂર્વની પર્યાય ઉત્તર પર્યાયમાં નિમિત્તભૂત થાય છે. દર્શનશાસ્ત્રમાં પ્રત્યાભિજ્ઞાનના વિચાર કરવામાં આવ્યો છે. ગો સદશો ગવયઃ' અર્થાત્ પૂર્વમાં એક સામાન્ય બોધ થયો હોય તો તે બોધ વિશેષ બોધમાં કારણભૂત થાય છે. આમ પ્રત્યાભિજ્ઞાન પણ એક જ્ઞાનનો વિશેષ પ્રકાર છે.
સદ્ગુરુ બોધ પરિણત થયો છે અને હવે તે બોધ થયા પછી સુવિચારણા નિપજે છે. અહીં બોધાત્મકજ્ઞાન અને સુવિચારણા રુપ જ્ઞાન, બને નિમિત્તભાવે કાર્ય કારણનો સંબધ ધરાવે છે. ગાથામાં તે બોધે એમ કહ્યું છે અર્થાત્ તે બોધના અસ્તિત્વમાં સુવિચારણા અસ્તિત્ત્વ પામે છે. આમ બન્ને પર્યાય સમકાલીન પણ બની જાય છે. આધ્યાત્મિક સૂક્ષ્મ જગતમાં એક મોટું પરિવર્તન થાય છે. અત્યાર સુધીના વિભાવ વિચારોથી મુકત થઈ એક સુવિચારણાનો ક્રમ નિશ્ચિત થાય છે, આત્મ કલ્યાણની સાંકળ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે અને તે છે પરમ શાંતિ સાચી, શાંતિ, તે જ્ઞાનની પરીક્ષા છે. જીવને શાંતિનો અનુભવ થાય ત્યારે જે જ્ઞાન તે પામ્યો છે, તેની વાસ્તવિકતા સમજાય
છે.
ત્યાં પ્રગટે સુખદાય : અહીં શાસ્ત્રકાર ચોથા પદમાં ‘ત્યાં પ્રગટે સુખદાય' એમ કહીને સુવિચારણાનું સુફળ આત્મશાંતિ કહ્યું છે, જે જીવને સુખદાયી છે. ભૌતિક સુખો આકૂળતા પેદા કરે છે, પરંતુ આ આધ્યાત્મિક તત્ત્વો આકૂળતા રહિત નિરામય શાંતિનું અધિષ્ઠાન બને અહીં સુખદાય જે શબ્દ છે તે સ્વભાવજન્ય સુખની ચેતના આપે છે. તેમ ભગવદ્ગીતામાં કહ્યું છે. ‘આત્મન્યાયવ તિષ્ઠ આત્મ' અર્થાત્ હવે કોઈ બાહ્ય ઉપકરણનું અવલંબન લીધા વિના આત્મા સ્વયં આત્માથી જ સંતુષ્ટ છે. બીજા દ્રવ્યનું અવલંબન લેવાની જરુર નથી. ‘સ્વતઃ એવ સ્વસ્તિ રમતે અર્થાત્ પોતે
૩૮૯