Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda

Previous | Next

Page 401
________________ ગ્રાહ્યતા સ્પષ્ટ થાય છે. માખણમાંથી જેમ કટુ નીકળી જાય અને કમોદમાંથી જેમ છલકા નીકળી જાય, તેમ સમગ્ર બોધમાં જે સામાન્ય ભાવો હોય, ઈત્યાદિ ત્યાજય બની જયારે ગ્રાહ્ય ભાવોને ધારણ કરવામાં આવે, ત્યારે તે સુબોધ બને છે. ધર્મનો સમગ્ર ગ્રંથ આદરણીય છે. તેમ વ્યવહારમાં બોલાય પરંતુ સમગ્ર ગ્રંથમાં બધી વાતો ઉપાદેય હોતી નથી. હેય-શય અને ઉપાય ત્રણેયનો વિવેક થાય છે. અહીં સદ્ગુરુ બોધમાં પણ ત્રણેય ભાવોની પ્રમુખતા છે. તેમાં વિભાવનો બોધ અને વિભાવોનું ત્યાજયપણું બતાવે છે તેમજ સ્વરુપનો બોધ અને તે જ્ઞાનરુપ આત્માની ઉપાદેયતા બતાવે છે. બધા દ્રવ્યોનો બોધ તે શેયાત્મક ભાવો હોવાથી જાણવા પૂરતા છે. આ રીતે સદ્ગુરુ બોધમાં સમગ્ર ભાવોનું મંથન થાય છે. તેના અણગમતા ભાવો અર્થાત્ વૈભાવિકભાવો જે ત્યાજ્ય છે, તે વાત ગમે છે. એ જ રીતે ઉપાદયભાવો પણ ગમે છે અને હેય પણ ગમે છે. એટલે અહીં કવિરાજે સુહાય શબ્દ વાપર્યો છે. ગમે છે અર્થાત્ બોધમાં જે તત્ત્વ છે તે તત્ત્વ જીવ સ્વીકારી લે સુવિચારણા : સુહાયનો બીજો અર્થ શાંતિ આપનાર છે. આ વાત ચોથા પદમાં શાસ્ત્રકાર સ્વયં કહી રહ્યા છે. સદ્ગુરુ બોધ સુહાય” એ આખા પદનું વિવરણ વિચાર્યા પછી અને તેનો બોધપાઠ લીધા પછી હવે આ સુબોધનું શું પરિણામ આવે છે, તેની ફળશ્રુતિ ત્રીજા પદમાં સ્પષ્ટ કરી છે. તે બોધે સુવિચારણા અહીં સપ્તમી વિભકિત છે. હકીકતમાં વ્યાકરણમાં સતિ સપ્તમિ કહેવાય છે. તેવો આ પ્રયોગ છે. તે બોધે એટલે તે બોધ પ્રાપ્ત થયા પછી, તે બોધની હાજરીમાં અને તે બોધના પ્રભાવે ઈત્યાદિ પદો મૂકયા છે. એટલે કાવ્યની દષ્ટિએ અહીં સુવિચારણા શબ્દ મૂકયો છે. સુવિચાર તે ભાવવાચક નામ છે, જયારે સુવિચારણા તે ગુણવાચક ક્રિયાપદ છે. વિચારણા શબ્દ ક્રિયાત્મક છે. આમ ક્રિયાત્મક શબ્દનો પ્રયોગ કરી શાસ્ત્રકાર બોધ થયા પછી એક ઉત્પન થતી જ્ઞાન ક્રિયાનો ઉપદેશ આપે છે, અર્થાતુ અહીં સુવિચારણા ઉપજે છે, નિપજે છે એવો અધ્યાહાર પરોક્ષભાવ છે. વિચાર તે માનસિકભાવ છે. જયારે સુવિચારણા તે આધ્યાત્મિક ભાવ છે, આધ્યાત્મિક ક્રિયા છે. એક મહત્ત્વપૂર્ણ વાત : સુવિચારણા શબ્દ કહેવામાં એક અતિ સૂક્ષ્મ કથન થયેલું છે. જે આત્મસિદ્ધિના અભ્યાસીએ સમજવું બહુ જરૂરી છે. અહીં શાસ્ત્રકારે વિચારણાની સાથે “સુ” પ્રત્યય લગાડ્યો છે. સુવિચારણા એટલે સારી વિચારણા એટલું જ નહીં પરંતુ શુધ્ધ વિચારણા, એ અર્થ વધારે ગ્રાહ્ય છે. અધ્યાત્મક્ષેત્રમાં આત્માના સૂક્ષ્મ પ્રદેશોમાં ક્રિયાત્મક સ્પંદન થાય છે અને વિશેષ પ્રકારનું ચરણ અર્થાતુ ચલાયમાન સ્થિતિ થાય છે. વિચારનો અર્થ છે વિશેષ પ્રકારનું ચર કહેતા ચાલવું, ચર કહેતા આગળ વધવું, ચર કહેતા એક એક બિન્દુનો સ્પર્શ કરવો, તેવો વિચાર શબ્દનો આધ્યાત્મિક અર્થ છે. અહીં વિચારનો અર્થ માનસિક વિચાર લેવાનો નથી. પરંતુ આંતરિક વિચરણ અર્થ લેવાનો છે. શાસ્ત્રમાં પણ આવે છે તેવો વેપાળે વિદ અર્થાત્ આવા તપસ્વી સાધુ ભાવ વિચરણ કરતા રહે છે. આ વિચરણ તે વિચારણા છે. મૂળ વાત પર આવીએ. જયારે પ્રદેશોમાં સ્પંદન થાય છે, ત્યારે પ્રદેશના ગુણો સ્થિર હોવા છતાં એક પછી એક પર્યાયોનો ::::::: :::::::: https: ૩૮૮ પાલક

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412